Rajkot Fire : રાજકોટના ભડકે બળેલા ગેમ ઝોનમાંથી દારૂની બોટલો મળી, ગેમની આડમાં પાર્ટીઓની આશંકા

Rajkot Game Zone Fire : રાજકોટના ભડકે બળેલા ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટનામાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે અને દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરીને તપાસ આદેશ આપ્યા છે. ત્યારે અગ્નિકાંડ મામલે વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. ગેમ ઝોનમાંથી દારુની બોટલો અને સિગારેટના ખાલી પેકેટો મળી આવ્યા છે, જેના કારણે અહીં દારૂની પાર્ટીઓ થતી હોવાની શંકાઓ ઉપજી છે. ગેમઝોનાંથી દારૂની બોટલ-સિગારેટના પેકેટો મળ્યાતપાસ દરમિયાન ગેમ ઝોનમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી છે. આ ઉપરાંત સિગરેટના ખાલી પેકેટ પણ મળી આવ્યા છે. જ્યાં આટલી મોટી ઘટના બની ત્યાંથી દારૂની ખાલી બોટલો અને સિગરેટના પેકેટો મળી આવ્યા બાદ હવે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, શું ગેમ ઝોનમાં દારૂની પાર્ટીઓ ચાલતી હતી?રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં પોલીસની મોટી કાર્યવાહીટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ મામલે હવે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ટીઆરપી ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી સહિત કુલ 6 લોકો સામે એફઆઈઆર નોંધાવામાં આવી છે. અગ્નિકાંડ મામલે આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. આ મામલે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 10 જેટલાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થતાં તે પણ આ મામલે કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.'..તો અમારી જવાબદારી રહેશે નહીં', ગેમ ઝોનમાં પ્રવેશનાર લોકો પાસે ફોર્મ પર સહી લઈ લેવાતી હતીરાજકોટ અગ્નિકાંડ: કેનેડાથી આવેલા યુવકનું લગ્નના ચાર જ દિવસ બાદ પત્ની સાથે નિધન, પરિવારમાં આક્રંદરાજકોટ અગ્નિકાંડ: મૃતકોના પરિજનોને PMOની રૂ. બે લાખ અને મોરારીબાપુની રૂ. પાંચ લાખના વળતરની જાહેરાત'અધિકારીઓના પાપે જ રાજકોટ અગ્નિકાંડ થયો...', ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈનો ગંભીર આરોપહત્યાકાંડ તો ન કહી શકાય, પણ દુર્ઘટના કહી શકાય : રાજકોટ ગેમ ઝોન આગ મુદ્દે કુંવરજી બાવળિયારાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી, 6 સામે FIR, જાણો કઈ-કઈ કલમો લાગીરાજકોટ અગ્નિકાંડ પર ધાનાણીના દાવાથી હડકંપ, કહ્યું - 'લોકમુખેથી સાંભળ્યું છે...તો ઘટના ટળી હોત'

Rajkot Fire : રાજકોટના ભડકે બળેલા ગેમ ઝોનમાંથી દારૂની બોટલો મળી, ગેમની આડમાં પાર્ટીઓની આશંકા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Rajkot Game Zone Fire : રાજકોટના ભડકે બળેલા ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટનામાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે અને દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરીને તપાસ આદેશ આપ્યા છે. ત્યારે અગ્નિકાંડ મામલે વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. ગેમ ઝોનમાંથી દારુની બોટલો અને સિગારેટના ખાલી પેકેટો મળી આવ્યા છે, જેના કારણે અહીં દારૂની પાર્ટીઓ થતી હોવાની શંકાઓ ઉપજી છે. 

ગેમઝોનાંથી દારૂની બોટલ-સિગારેટના પેકેટો મળ્યા

તપાસ દરમિયાન ગેમ ઝોનમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી છે. આ ઉપરાંત સિગરેટના ખાલી પેકેટ પણ મળી આવ્યા છે. જ્યાં આટલી મોટી ઘટના બની ત્યાંથી દારૂની ખાલી બોટલો અને સિગરેટના પેકેટો મળી આવ્યા બાદ હવે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, શું ગેમ ઝોનમાં દારૂની પાર્ટીઓ ચાલતી હતી?

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી

ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ મામલે હવે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ટીઆરપી ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી સહિત કુલ 6 લોકો સામે એફઆઈઆર નોંધાવામાં આવી છે. અગ્નિકાંડ મામલે આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. આ મામલે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 10 જેટલાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થતાં તે પણ આ મામલે કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

'..તો અમારી જવાબદારી રહેશે નહીં', ગેમ ઝોનમાં પ્રવેશનાર લોકો પાસે ફોર્મ પર સહી લઈ લેવાતી હતી

રાજકોટ અગ્નિકાંડ: કેનેડાથી આવેલા યુવકનું લગ્નના ચાર જ દિવસ બાદ પત્ની સાથે નિધન, પરિવારમાં આક્રંદ

રાજકોટ અગ્નિકાંડ: મૃતકોના પરિજનોને PMOની રૂ. બે લાખ અને મોરારીબાપુની રૂ. પાંચ લાખના વળતરની જાહેરાત

'અધિકારીઓના પાપે જ રાજકોટ અગ્નિકાંડ થયો...', ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈનો ગંભીર આરોપ

હત્યાકાંડ તો ન કહી શકાય, પણ દુર્ઘટના કહી શકાય : રાજકોટ ગેમ ઝોન આગ મુદ્દે કુંવરજી બાવળિયા

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી, 6 સામે FIR, જાણો કઈ-કઈ કલમો લાગી

રાજકોટ અગ્નિકાંડ પર ધાનાણીના દાવાથી હડકંપ, કહ્યું - 'લોકમુખેથી સાંભળ્યું છે...તો ઘટના ટળી હોત'