Gujarat Rain: રાજ્યમાં 41 તાલુકામાં કમોસમી વરસાદ, વહિવટી તંત્રને સતર્ક રહેવા સૂચના

રાજ્યમા વરસાદના પગલે સરકાર સતર્ક મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને આપી સૂચના કાર્યકારી મુખ્ય સચિવે કરી વીડિઓ કોંફરન્સરાજ્યમાં 41 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહીને પગલે તમામ વહિવટી તંત્રને સતર્ક રહેવા સુચના આપવામાં આવી રહી છે. કમોસમી વરસાદમાં થતા પાક નુકશાનથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક અને ખેતરમાં કાપણી કરેલા પાક જો ખુલ્લામાં પડ્યા હોય તો, સૌપ્રથમ તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડી લેવા તાકીદ કરાઈ છેહવામાન વિભાગની આગાહી મુજબ, આગામી તા. 16 મે, 2024 સુધી ગુજરાતના બનાસકાંઠા, સાંબરકાઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, રાજકોટ, સુરેદ્રનગર અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વાદળછાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લઈને ખેડૂતો દ્વારા સ્વાભાવિક રીતે પાકના રક્ષણ માટેના કેટલાક ઉચિત પગલાં લેવામાં આવતા હોય છે, તેમ છતાં ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા સૂચનાઓ આપવામાં આવી છે.રાજ્યમા વરસાદના પગલે રાજ્ય સરકાર સતર્ક થઇ ગયું છે. ગુજરાતના મુખ્યમંત્રીએ કાર્યકારી મુખ્ય સચિવ સાથે વીડિઓ કોંફરન્સના માધ્યમથી કમોસમી વરસાદ અંગે માહિતી મેળવી હતી. આ સાથે તમામ વહિવટ તંત્રને  સૂચના આપવામાં આવી છે.ભાવનગરમાં ભારે પવનના કારણે અનેક જગ્યાએ  હોર્ડિંગ્સ અને બેનરો ઉડ્યાભાવનગર શહેરમાં શરૂ થયેલા ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ અને બેનરોના લીરે લીરા ઉડયા છે. અનેક જગ્યાએ લગાવેલા મંડપો પણ ઉડયા છે. આ ઉપરાંત પિલગાર્ડનમાં એક વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકોને મુશ્કેલીઓ વધી રહી છે. ડિવાઈડર ઉપર લગાવવામાં આવેલા અનેક ટ્રી ગાર્ડને પણ નુકશાન થયું. નર્મદા જિલ્લામાં વરસાદ વરસ્યો નર્મદા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ પડતાં અનેક ઝાડ તૂટી પડ્યા હતા. ડેડીયાપાડા, સાગબારા અને રાજપીપળા શહેરમાં કાચા મકાનોના પતરા ઉડ્યા હતા. આદિવાસી વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. કેરીના પાકને મોટાપાયે નુકસાન થયું છે. રાજપીપળા શેહરમા વીજ પુરવઠો ખોરવાયો છે. મહીસાગર જિલ્લામાં વરસાદ મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે. બાલાસિનોર શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ સાંજના સમયે બાલાસિનોર શહેરમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે. ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે. અમદાવાદ શહેરમાં વિજળીના કડાકા સાથે વરસાદ હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં ભારે વંટોળ સાથે વરસાદની શરુઆત થઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. અનેક જગ્યાએ કમોસમી વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે. જોરદાર ધૂળની ડમરીઓ ઉડતાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. સાંજના સમયે લોકો ઘરે જઈ રહ્યા હોય તેવા સમયે જ વાતાવરણમાં પલટો આવતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. સંઘપ્રદેશમાં પણ વાતાવરણમાં પલટો રાજ્યના પડોશમાં સંઘપ્રદેશમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. દાદરા નગર હવેલીના વાતાવરણમાં પલટો આવ્યો છે. સેલવાસના ખાનવેલ અને ખેડપા સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ વરસાદની શક્યતા છે. દાહોદ જિલ્લામાં વરસાદ વરસ્યો દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દાહોદ શહેરમાં કાળા ડીબાંગ વાદળો સાથે વાવાઝોડું જોવા મળ્યું હતું. દાહોદ શહેર ભારે પવન સાથે વાવઝોડું જોવા મળ્યું, મીરાખેડી ખાતે બરફના કરા પડ્યા હતા. છાપરી કતવારા, રામપુરા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. અમરેલી પંથકમાં વાતાવરણમાં અચાનક પલ્ટો અમરેલી પંથકમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. અમરેલી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અમરેલી શહેરમા ભારે પવન ફૂકાતા ધુળની ડમરીઓ ઉડી હતી. અમરેલી નજીક આવેલા વરસડા ગામમાં મીની વાવાઝોડુ ફુંકાયુ હતું. વરસડા ગામમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. લાઠી તાલુકાના મતિરાલા ગામમાં પણ ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન અને કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદના કારણે ખેડૂતો પણ ચિંતામાં મૂકાઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ હતી.  બોટાદમાં કરા સાથે વરસાદ બોટાદ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બરવાળા તેમજ બોટાદ તાલુકામાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ બોટાદ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભારે પવન અને ધૂળની ડમરી વચ્ચે બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર વરસાદ પડ્યો છે. બોટાદ શહેરના પાળીયાદ રોડ, સ્ટેશન રોડ, ગઢડા રોડ, ભાવનગર રોડ તમામ વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે.આગામી 3 કલાક વરસાદની આગાહી આગામી 3 કલાક ગાજવીજ અને ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી , પાટણ અને મહેસાણામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.  

Gujarat Rain: રાજ્યમાં 41 તાલુકામાં કમોસમી વરસાદ, વહિવટી તંત્રને સતર્ક રહેવા સૂચના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યમા વરસાદના પગલે સરકાર સતર્ક
  • મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને આપી સૂચના
  • કાર્યકારી મુખ્ય સચિવે કરી વીડિઓ કોંફરન્સ

રાજ્યમાં 41 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહીને પગલે તમામ વહિવટી તંત્રને સતર્ક રહેવા સુચના આપવામાં આવી રહી છે. કમોસમી વરસાદમાં થતા પાક નુકશાનથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક અને ખેતરમાં કાપણી કરેલા પાક જો ખુલ્લામાં પડ્યા હોય તો, સૌપ્રથમ તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડી લેવા તાકીદ કરાઈ છે

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી તા. 16 મે, 2024 સુધી ગુજરાતના બનાસકાંઠા, સાંબરકાઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, રાજકોટ, સુરેદ્રનગર અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વાદળછાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લઈને ખેડૂતો દ્વારા સ્વાભાવિક રીતે પાકના રક્ષણ માટેના કેટલાક ઉચિત પગલાં લેવામાં આવતા હોય છે, તેમ છતાં ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા સૂચનાઓ આપવામાં આવી છે.

રાજ્યમા વરસાદના પગલે રાજ્ય સરકાર સતર્ક થઇ ગયું છે. ગુજરાતના મુખ્યમંત્રીએ કાર્યકારી મુખ્ય સચિવ સાથે વીડિઓ કોંફરન્સના માધ્યમથી કમોસમી વરસાદ અંગે માહિતી મેળવી હતી. આ સાથે તમામ વહિવટ તંત્રને  સૂચના આપવામાં આવી છે.

ભાવનગરમાં ભારે પવનના કારણે અનેક જગ્યાએ  હોર્ડિંગ્સ અને બેનરો ઉડ્યા

ભાવનગર શહેરમાં શરૂ થયેલા ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ અને બેનરોના લીરે લીરા ઉડયા છે. અનેક જગ્યાએ લગાવેલા મંડપો પણ ઉડયા છે. આ ઉપરાંત પિલગાર્ડનમાં એક વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકોને મુશ્કેલીઓ વધી રહી છે. ડિવાઈડર ઉપર લગાવવામાં આવેલા અનેક ટ્રી ગાર્ડને પણ નુકશાન થયું. 

નર્મદા જિલ્લામાં વરસાદ વરસ્યો

નર્મદા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ પડતાં અનેક ઝાડ તૂટી પડ્યા હતા. ડેડીયાપાડા, સાગબારા અને રાજપીપળા શહેરમાં કાચા મકાનોના પતરા ઉડ્યા હતા. આદિવાસી વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. કેરીના પાકને મોટાપાયે નુકસાન થયું છે. રાજપીપળા શેહરમા વીજ પુરવઠો ખોરવાયો છે. 

મહીસાગર જિલ્લામાં વરસાદ

મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે. બાલાસિનોર શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ સાંજના સમયે બાલાસિનોર શહેરમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે. ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે. 

અમદાવાદ શહેરમાં વિજળીના કડાકા સાથે વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં ભારે વંટોળ સાથે વરસાદની શરુઆત થઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. અનેક જગ્યાએ કમોસમી વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે. જોરદાર ધૂળની ડમરીઓ ઉડતાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. સાંજના સમયે લોકો ઘરે જઈ રહ્યા હોય તેવા સમયે જ વાતાવરણમાં પલટો આવતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. 

સંઘપ્રદેશમાં પણ વાતાવરણમાં પલટો

રાજ્યના પડોશમાં સંઘપ્રદેશમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. દાદરા નગર હવેલીના વાતાવરણમાં પલટો આવ્યો છે. સેલવાસના ખાનવેલ અને ખેડપા સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ વરસાદની શક્યતા છે. 

દાહોદ જિલ્લામાં વરસાદ વરસ્યો

દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દાહોદ શહેરમાં કાળા ડીબાંગ વાદળો સાથે વાવાઝોડું જોવા મળ્યું હતું. દાહોદ શહેર ભારે પવન સાથે વાવઝોડું જોવા મળ્યું, મીરાખેડી ખાતે બરફના કરા પડ્યા હતા. છાપરી કતવારા, રામપુરા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. 

અમરેલી પંથકમાં વાતાવરણમાં અચાનક પલ્ટો

અમરેલી પંથકમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. અમરેલી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અમરેલી શહેરમા ભારે પવન ફૂકાતા ધુળની ડમરીઓ ઉડી હતી. અમરેલી નજીક આવેલા વરસડા ગામમાં મીની વાવાઝોડુ ફુંકાયુ હતું. વરસડા ગામમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. લાઠી તાલુકાના મતિરાલા ગામમાં પણ ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન અને કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદના કારણે ખેડૂતો પણ ચિંતામાં મૂકાઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ હતી.  

બોટાદમાં કરા સાથે વરસાદ

બોટાદ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. બરવાળા તેમજ બોટાદ તાલુકામાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ બોટાદ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભારે પવન અને ધૂળની ડમરી વચ્ચે બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર વરસાદ પડ્યો છે. બોટાદ શહેરના પાળીયાદ રોડ, સ્ટેશન રોડ, ગઢડા રોડ, ભાવનગર રોડ તમામ વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે.

આગામી 3 કલાક વરસાદની આગાહી

આગામી 3 કલાક ગાજવીજ અને ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી , પાટણ અને મહેસાણામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.