Surendranahar: અંગ્રેજો દંડને મહત્ત્વ આપતા હતા, નવા કાયદામાં ન્યાયને મહત્ત્વ અપાયુ

પોકસોના કેસમાં મૃત્યુદંડ સુધીની જોગવાઈ કરવામાં આવીબાળકો, સ્ત્રીઓ અને વરિષ્ઠ નાગરિકોને નવા કાયદાની સમજણ આપતો સેમિનાર યોજાયો  આ ઉપરાંત ગુનો કરવામાં બાળકોનો થતો ઉપયોગ રોકવા કાયદા વધુ કડક બનાવાયા છે આઝાદ ભારતમાં હજુ પણ અંગ્રેજો સમયના કાયદા ઈન્ડિયન પીનલ કોડ ચાલ્યા આવતા હતા. ત્યારે વર્ષ 2023માં આ કાયદાઓમાં સુધારો કરીને તેને ભારતીય ન્યાય સહિતા નામ અપાયુ છે. આ ઉપરાંત સીઆરપીસીને નાગરીક સૂક્ષ્મ સહિતા અને ઈન્ડિયાન એવીડન્સ એક્ટને સાક્ષી-પુરાવા અધિનીયમ નામ અપાયુ છે. આ કાયદાઓ તા. 1 જુલાઈથી અમલમાં આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા સોમવારે ડિસ્ટ્રીકટ ટ્રેનીંગ સેન્ટર ખાતે નવા કાયદાની માહિતી આપવા માટે સેમીનારનું આયોજન કરાયુ હતુ. જેમાં જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયા, કલેકટર કે.સી.સંપત, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડી.ડી.શાહ, પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડયા, ડો.રૂદ્રસીંહ ઝાલા, ડો. આર.જી.થાનકી સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. આ સેમીનારમાં ઉપસ્સ્થિત મહિલાઓને નવા કાયદા વિશે સમજણ અપાઈ હતી. જેમાં અગાઉના કાયદામાં બાળકની ઉંમર કોઈ કલમમાં 15, 16, 18 ગણવામાં આવતી હતી. ત્યારે નવા કાયદા મુજબ 18 વર્ષથી નીચેના વયના દરેક બાળક ગણાશે. આ ઉપરાંત પોકસોની કલમમાં મૃત્યુદંડ સુધીની જોગવાઈ કરવામાં આવી છે. અમુક વાર પોકસોના કેસમાં કોઈ ડોકટર પોલીસ ઝંઝટથી બચવા સારવારની ના પાડતા હતા ત્યારે હવે નવા કાયદા મુજબ કોઈ ડોકટર ના નહી પાડી શકે. બીજી તરફ સાક્ષીઓને ધમકાવવાના કેસમાં કોર્ટમાં અરજી કરવી પડતી હતી જયારે હવે પોલીસ જ સાક્ષીઓને આવા કેસમાં રક્ષણ આપશે. આ ઉપરાંત ગુનો કરવામાં બાળકોનો થતો ઉપયોગ રોકવા કાયદા વધુ કડક બનાવાયા છે. સમગ્ર સેમીનારને સફળ બનાવવા એલસીબી પીઆઈ જે.જે.જાડેજા, મહિલા યુનીટના પીઆઈ ટી.બી.હીરાણી સહિતનાઓએ તૈયારીઓ કરી હતી.

Surendranahar: અંગ્રેજો દંડને મહત્ત્વ આપતા હતા, નવા કાયદામાં ન્યાયને મહત્ત્વ અપાયુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોકસોના કેસમાં મૃત્યુદંડ સુધીની જોગવાઈ કરવામાં આવી
  • બાળકો, સ્ત્રીઓ અને વરિષ્ઠ નાગરિકોને નવા કાયદાની સમજણ આપતો સેમિનાર યોજાયો
  •  આ ઉપરાંત ગુનો કરવામાં બાળકોનો થતો ઉપયોગ રોકવા કાયદા વધુ કડક બનાવાયા છે

આઝાદ ભારતમાં હજુ પણ અંગ્રેજો સમયના કાયદા ઈન્ડિયન પીનલ કોડ ચાલ્યા આવતા હતા. ત્યારે વર્ષ 2023માં આ કાયદાઓમાં સુધારો કરીને તેને ભારતીય ન્યાય સહિતા નામ અપાયુ છે.

આ ઉપરાંત સીઆરપીસીને નાગરીક સૂક્ષ્મ સહિતા અને ઈન્ડિયાન એવીડન્સ એક્ટને સાક્ષી-પુરાવા અધિનીયમ નામ અપાયુ છે. આ કાયદાઓ તા. 1 જુલાઈથી અમલમાં આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા સોમવારે ડિસ્ટ્રીકટ ટ્રેનીંગ સેન્ટર ખાતે નવા કાયદાની માહિતી આપવા માટે સેમીનારનું આયોજન કરાયુ હતુ. જેમાં જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયા, કલેકટર કે.સી.સંપત, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડી.ડી.શાહ, પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડયા, ડો.રૂદ્રસીંહ ઝાલા, ડો. આર.જી.થાનકી સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. આ સેમીનારમાં ઉપસ્સ્થિત મહિલાઓને નવા કાયદા વિશે સમજણ અપાઈ હતી. જેમાં અગાઉના કાયદામાં બાળકની ઉંમર કોઈ કલમમાં 15, 16, 18 ગણવામાં આવતી હતી. ત્યારે નવા કાયદા મુજબ 18 વર્ષથી નીચેના વયના દરેક બાળક ગણાશે. આ ઉપરાંત પોકસોની કલમમાં મૃત્યુદંડ સુધીની જોગવાઈ કરવામાં આવી છે. અમુક વાર પોકસોના કેસમાં કોઈ ડોકટર પોલીસ ઝંઝટથી બચવા સારવારની ના પાડતા હતા ત્યારે હવે નવા કાયદા મુજબ કોઈ ડોકટર ના નહી પાડી શકે. બીજી તરફ સાક્ષીઓને ધમકાવવાના કેસમાં કોર્ટમાં અરજી કરવી પડતી હતી જયારે હવે પોલીસ જ સાક્ષીઓને આવા કેસમાં રક્ષણ આપશે. આ ઉપરાંત ગુનો કરવામાં બાળકોનો થતો ઉપયોગ રોકવા કાયદા વધુ કડક બનાવાયા છે. સમગ્ર સેમીનારને સફળ બનાવવા એલસીબી પીઆઈ જે.જે.જાડેજા, મહિલા યુનીટના પીઆઈ ટી.બી.હીરાણી સહિતનાઓએ તૈયારીઓ કરી હતી.