Patan :SP સામે અમદાવાદમાં કેટલી ફરિયાદો, તેનો રિપોર્ટ આપો : HC

અમદાવાદ પોલીસ કમિશનરને આજે જ સોગંદનામુ કરવા હુકમIPS રવીન્દ્ર પટેલને છાવરવા બદલ રાજ્ય સરકારનો ઉધડો લીધો હાઇકોર્ટે રવિન્દ્ર પટેલ વિરુધ્ધ કેસની સુનાવણી તા.4થી જૂલાઇએ રાખી હતી શહેરના પાલડી વિસ્તારમાંથી ફ્રુટના એક વેપારીનું અપહરણ કરવાના કેસમાં પાટણના એસપી રવીન્દ્ર પટેલ વિરુધ્ધ દાખલ થયેલી રિટ અરજીના કેસમાં રાજય સરકાર તરફ્થી વચગાળાનો તપાસ અહેવાલ અંગે ગુજરાત હાઇકોર્ટે ભારોભાર નારાજગી વ્યકત કરી હતી. અને તપાસનીશ અધિકારી સહિત સરકારપક્ષના આઇપીએસ રવિન્દ્ર પટેલને છાવરવાના વલણને લઇ ઉધડો લીધો હતો. હાઈકોર્ટે સરકારના વચગાળાના રિપોર્ટને ફ્ગાવીને આ કેસમાં ખુદ અમદાવાદ શહેર પોલીસ કમિશનર આવતીકાલે સાંજ સુધીમાં તપાસ અહેવાલ અને વિગતવાર ખુલાસા સાથેનું સોગંદનામું રજૂ કરે. પોલીસ કમિશનર તેમના સોગંદનામામાં એ પણ સ્પષ્ટ કરે કે, આઇપીએસ રવિન્દ્ર પટેલ વિરુધ્ધ અત્યારસુધીમાં આવી કેટલી ફરિયાદો કે કેસો પેન્ડીંગ છે. હાઇકોર્ટે કેસની સુનાવણી તા.4થી જૂલાઇએ રાખી હતી. પાલડી વિસ્તારમાં ફ્રુટનો વેપાર કરતાં અતુલ પ્રજાપતિના અપહરણ અને પછી નાટકીય ઢબે મુકિતના કેસમાં પાટણના એસપી રવીન્દ્ર પટેલ વિરુધ્ધ દાખલ થયેલી રિટ અરજીમાં સરકારપક્ષ તરફ્થી વચગાળાનો તપાસ અહેવાલ રજૂ થયો હતો. કોર્ટમાં તપાસનીશ અધિકારી પણ જાતે હાજર રહ્યા હતા. હાઇકોર્ટે સરકારપક્ષને સીધો જ સવાલ કર્યો હતો કે, રવિન્દ્ર પટેલ વિરૂધ્ધ આ કેસમાં પ્રથમદર્શનીય ગુનો બને છે કે નહી તે સ્પષ્ટ કરો. બીજી વાત નહી.જસ્ટીસ નિર્ઝર દેસાઈએ એવી પણ માર્મિક ટકોર કરી કે, બીજા કેસોમાં તો તમે ઝડપ બતાવો છો તો આ કેસમાં કેમ નહી..? રવિન્દ્ર પટેલ વિરુધ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણ સહિતની કેટલીક અન્ય ફરિયાદો પણ કોર્ટના ધ્યાન પર આવી છે તો તે અંગે શું હકીકત છે..?તે અદાલતના રેકર્ડ પર મૂકો.

Patan :SP સામે અમદાવાદમાં કેટલી ફરિયાદો, તેનો રિપોર્ટ આપો : HC

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ પોલીસ કમિશનરને આજે જ સોગંદનામુ કરવા હુકમ
  • IPS રવીન્દ્ર પટેલને છાવરવા બદલ રાજ્ય સરકારનો ઉધડો લીધો
  • હાઇકોર્ટે રવિન્દ્ર પટેલ વિરુધ્ધ કેસની સુનાવણી તા.4થી જૂલાઇએ રાખી હતી

શહેરના પાલડી વિસ્તારમાંથી ફ્રુટના એક વેપારીનું અપહરણ કરવાના કેસમાં પાટણના એસપી રવીન્દ્ર પટેલ વિરુધ્ધ દાખલ થયેલી રિટ અરજીના કેસમાં રાજય સરકાર તરફ્થી વચગાળાનો તપાસ અહેવાલ અંગે ગુજરાત હાઇકોર્ટે ભારોભાર નારાજગી વ્યકત કરી હતી.

અને તપાસનીશ અધિકારી સહિત સરકારપક્ષના આઇપીએસ રવિન્દ્ર પટેલને છાવરવાના વલણને લઇ ઉધડો લીધો હતો. હાઈકોર્ટે સરકારના વચગાળાના રિપોર્ટને ફ્ગાવીને આ કેસમાં ખુદ અમદાવાદ શહેર પોલીસ કમિશનર આવતીકાલે સાંજ સુધીમાં તપાસ અહેવાલ અને વિગતવાર ખુલાસા સાથેનું સોગંદનામું રજૂ કરે. પોલીસ કમિશનર તેમના સોગંદનામામાં એ પણ સ્પષ્ટ કરે કે, આઇપીએસ રવિન્દ્ર પટેલ વિરુધ્ધ અત્યારસુધીમાં આવી કેટલી ફરિયાદો કે કેસો પેન્ડીંગ છે. હાઇકોર્ટે કેસની સુનાવણી તા.4થી જૂલાઇએ રાખી હતી.

પાલડી વિસ્તારમાં ફ્રુટનો વેપાર કરતાં અતુલ પ્રજાપતિના અપહરણ અને પછી નાટકીય ઢબે મુકિતના કેસમાં પાટણના એસપી રવીન્દ્ર પટેલ વિરુધ્ધ દાખલ થયેલી રિટ અરજીમાં સરકારપક્ષ તરફ્થી વચગાળાનો તપાસ અહેવાલ રજૂ થયો હતો. કોર્ટમાં તપાસનીશ અધિકારી પણ જાતે હાજર રહ્યા હતા. હાઇકોર્ટે સરકારપક્ષને સીધો જ સવાલ કર્યો હતો કે, રવિન્દ્ર પટેલ વિરૂધ્ધ આ કેસમાં પ્રથમદર્શનીય ગુનો બને છે કે નહી તે સ્પષ્ટ કરો. બીજી વાત નહી.જસ્ટીસ નિર્ઝર દેસાઈએ એવી પણ માર્મિક ટકોર કરી કે, બીજા કેસોમાં તો તમે ઝડપ બતાવો છો તો આ કેસમાં કેમ નહી..? રવિન્દ્ર પટેલ વિરુધ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણ સહિતની કેટલીક અન્ય ફરિયાદો પણ કોર્ટના ધ્યાન પર આવી છે તો તે અંગે શું હકીકત છે..?તે અદાલતના રેકર્ડ પર મૂકો.