Surendranahar: લેન્ડ ગ્રેબિંગ કેસમાં વગડિયા સરપંચના પતિની જામીન અરજી નામંજૂર કરાઈ

પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવા જતા મહિલાઓએ અડચણ ઊભી કરી હતી જેલવાસ ભોગવતા આરોપીએ રેગ્યુલર જામીન પર મુકત થવા અરજી કરી હતી એડીશનલ સેશન્સ જજ એમ.એ.કડીવાલાએ અરજદાર આરોપી હસુભાઈ પનારાની જામીન અરજી નામંજુર કરી મુળી તાલુકાના વગડીયા ગામે સરકારી જમીન પર એક શખ્સે બેલા દ્વારા બાંધકામ કર્યુ હતુ. આ દબાણ બાબતે મામલતદાર નોટિસ અપાતા ગામના મહિલા સરપંચના પતિએ પંચાયત દ્વારા દબાણ દુર કરવાની ખાત્રી આપી હતી. તેમ છતાં દબાણ દુર ન થતા મામલતદારે દબાણકર્તા અને મહિલા સરપંચના પતિ સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં જેલવાસ ભોગવતા સરપંચ પતિએ જામીન પર મુકત થવા કરેલી અરજી કોર્ટે નામંજુર કરી છે. મુળી તાલુકાના વગડીયા ગામમાં શ્રી સરકાર થયેલી જમીન આવેલી છે. જેમાં 200 ચો.મી. જમીનમાં ગામના હર્ષદ મનસુખભાઈ ગોહીલે બેલા વડે પાકુ બાંધકામ કરી શેડ બનાવ્યો હતો. આ વાત મામલતદાર કચેરીના ધ્યાને આવતા દબાણ દુર કરવા નોટિસ અપાઈ હતી. ત્યારે ગામના મહિલા સરપંચના પતિ હસુભાઈ જાદવભાઈ પનારાએ 5 દિવસનો સમય માંગી પંચાયત જાતે દબાણ દુર કરશે તેવી ખાત્રી આપી હતી. તેમ છતાં દબાણ દુર ન થતા મામલતદારની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દુર કરવા ગઈ હતી. જેમાં દબાણકર્તા અને સરપંચ પતિની હાજરીમાં મહિલાઓએ અડચણ ઉભી કરી દબાણ દુર થવા દીધુ ન હતુ. આથી તા. 12 જુને મુળી મામલતદાર આર.ડી.પટેલે દબાણ કર્તા હર્ષદ મનસુખભાઈ ગોહીલ અને સરપંચ પતિ હસુભાઈ જાદવભાઈ પનારા સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે સરપંચ પતિ હસુ પનારાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. ત્યારે જેલવાસ ભોગવતા આરોપીએ રેગ્યુલર જામીન પર મુકત થવા અરજી કરી હતી. આ અરજીની સુનવણી થતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીએ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. આથી એડીશનલ સેશન્સ જજ એમ.એ.કડીવાલાએ અરજદાર આરોપી હસુભાઈ પનારાની જામીન અરજી નામંજુર કરી છે.

Surendranahar: લેન્ડ ગ્રેબિંગ કેસમાં વગડિયા સરપંચના પતિની જામીન અરજી નામંજૂર કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવા જતા મહિલાઓએ અડચણ ઊભી કરી હતી
  •  જેલવાસ ભોગવતા આરોપીએ રેગ્યુલર જામીન પર મુકત થવા અરજી કરી હતી
  • એડીશનલ સેશન્સ જજ એમ.એ.કડીવાલાએ અરજદાર આરોપી હસુભાઈ પનારાની જામીન અરજી નામંજુર કરી

મુળી તાલુકાના વગડીયા ગામે સરકારી જમીન પર એક શખ્સે બેલા દ્વારા બાંધકામ કર્યુ હતુ. આ દબાણ બાબતે મામલતદાર નોટિસ અપાતા ગામના મહિલા સરપંચના પતિએ પંચાયત દ્વારા દબાણ દુર કરવાની ખાત્રી આપી હતી.

તેમ છતાં દબાણ દુર ન થતા મામલતદારે દબાણકર્તા અને મહિલા સરપંચના પતિ સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં જેલવાસ ભોગવતા સરપંચ પતિએ જામીન પર મુકત થવા કરેલી અરજી કોર્ટે નામંજુર કરી છે.

મુળી તાલુકાના વગડીયા ગામમાં શ્રી સરકાર થયેલી જમીન આવેલી છે. જેમાં 200 ચો.મી. જમીનમાં ગામના હર્ષદ મનસુખભાઈ ગોહીલે બેલા વડે પાકુ બાંધકામ કરી શેડ બનાવ્યો હતો. આ વાત મામલતદાર કચેરીના ધ્યાને આવતા દબાણ દુર કરવા નોટિસ અપાઈ હતી. ત્યારે ગામના મહિલા સરપંચના પતિ હસુભાઈ જાદવભાઈ પનારાએ 5 દિવસનો સમય માંગી પંચાયત જાતે દબાણ દુર કરશે તેવી ખાત્રી આપી હતી. તેમ છતાં દબાણ દુર ન થતા મામલતદારની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દુર કરવા ગઈ હતી. જેમાં દબાણકર્તા અને સરપંચ પતિની હાજરીમાં મહિલાઓએ અડચણ ઉભી કરી દબાણ દુર થવા દીધુ ન હતુ. આથી તા. 12 જુને મુળી મામલતદાર આર.ડી.પટેલે દબાણ કર્તા હર્ષદ મનસુખભાઈ ગોહીલ અને સરપંચ પતિ હસુભાઈ જાદવભાઈ પનારા સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે સરપંચ પતિ હસુ પનારાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. ત્યારે જેલવાસ ભોગવતા આરોપીએ રેગ્યુલર જામીન પર મુકત થવા અરજી કરી હતી. આ અરજીની સુનવણી થતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીએ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. આથી એડીશનલ સેશન્સ જજ એમ.એ.કડીવાલાએ અરજદાર આરોપી હસુભાઈ પનારાની જામીન અરજી નામંજુર કરી છે.