Bhavnagar મનપાની કામગીરી,NOC અને BU પરમિશન વિના ચાલતા 5 કોમ્પ્લેક્ષસ સિલ કર્યા

ભાવનગર મનપાનું ફાયર વિભાગ ફરી એકવાર જાગ્યું ફાયર NOC અને BU પરમિશન નહીં લેનારા સામે કાર્યવાહી 194 દુકાનો, ઓફિસો અને બેંકો કરી સિલ મનપાનું ફાયર વિભાગ ફરી એક વખત એન.ઓ.સી અને બીયુ પરમિશન નહીં લેનારા બિલ્ડિંગો સામે આક્રમક બન્યું છે,મનપાના ફાયર વિભાગ દ્વારા સિલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.ભાવનગર ફાયર વિભાગે ફાયર એન.ઓ.સી વગર ધમધમતા 5 કોમ્પ્લેક્ષસને સિલ માર્યા છે.ભાવનગર મનપાનું ફાયર વિભાગ આક્રમક બનતાં વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો છે.વેપારીઓએ ફાયર વિભાગની વાત માની ન હતી રાજકોટના અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી સરકારે ભાવનગર સહિત રાજ્યભરમાં ફાયર એનઓસી ન હોય તેવી બિલ્ડિંગોને ધડાધડ સીલ મારવાનું શરૂ કર્યું હતું પરંતુ ફાયર ઇન્સ્ટોલેશન માટે થોડી છૂટછાટ આપવા પંદર દિવસની મુદ્દત આપી હતી તેમ છતાં ફાયર ઇન્સ્ટોલેશન નહીં કરનાર કે એનઓસી નહિ મેળવનાર મિલકતોને સીલ મારવાનું પુનઃ શરૂ કર્યું છે. સિલ કરવાની કામગીરી શરૂ ભાવનગર ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ગત 13મી મેથી 10 મી જૂન સુધીમાં જ 50 જેટલા બિલ્ડીંગને સીલ મારવામાં આવ્યા હતા. ત્યારબાદ ફાયર ઇન્સ્ટોલેશન માટે સીલ ખોલવાની કાર્યવાહી પણ કરી હતી. અને 15 દિવસની મુદ્દત ફાયર ઇન્સ્ટોલેશન કરી એનઓસી લેવા માટેની આપી હતી.200 થી વધુ જુદા જુદા પ્રકારની નોટિસો આપવામાં આવી હતી. તે પૈકી ફાયર ઇન્સ્ટોલેશન ન કર્યું હોય અને એનઓસી ન મેળવી હોય તેવી બિલ્ડીંગોને આજથી સીલ મારવાનું શરૂ કર્યું છે. સિલીંગની કામગીરી યથાવત રહેશે કોર્પોરેશન અને બાડા વિસ્તારના બુધેલ રોડ પર આવેલ ગ્રેવિટી રેસ્ટોરન્ટ અને સની પાજી કા ધાબાને તેમજ જગાભાઈ ગોપનાથ વાળા ગાર્ડન રેસ્ટોરન્ટને સીલ મારવામાં આવ્યું હતું. તેમજ વાઘાવાડી રોડ પર આવેલ ઓનેસ્ટ રેસ્ટોરન્ટ સહિત ટર્નિંગ પોઇન્ટ કોમ્પ્લેક્સના 45 યુનિટને સીલ મારવામાં આવ્યા હતા અને સરદારનગરમાં રવિ ફિટનેસ સેન્ટર તેમજ કુડાસ જીમને પણ સીલ મરાયું હતું. આગામી દિવસોમાં પણ પ્રથમ તબક્કામાં એસેમ્બલી, ગાર્ડન રેસ્ટોરન્ટ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ સામે સિલીંગની કાર્યવાહી યથાવત રહેશે.

Bhavnagar મનપાની કામગીરી,NOC અને BU પરમિશન વિના ચાલતા 5 કોમ્પ્લેક્ષસ સિલ કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાવનગર મનપાનું ફાયર વિભાગ ફરી એકવાર જાગ્યું
  • ફાયર NOC અને BU પરમિશન નહીં લેનારા સામે કાર્યવાહી
  • 194 દુકાનો, ઓફિસો અને બેંકો કરી સિલ

મનપાનું ફાયર વિભાગ ફરી એક વખત એન.ઓ.સી અને બીયુ પરમિશન નહીં લેનારા બિલ્ડિંગો સામે આક્રમક બન્યું છે,મનપાના ફાયર વિભાગ દ્વારા સિલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.ભાવનગર ફાયર વિભાગે ફાયર એન.ઓ.સી વગર ધમધમતા 5 કોમ્પ્લેક્ષસને સિલ માર્યા છે.ભાવનગર મનપાનું ફાયર વિભાગ આક્રમક બનતાં વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો છે.

વેપારીઓએ ફાયર વિભાગની વાત માની ન હતી

રાજકોટના અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી સરકારે ભાવનગર સહિત રાજ્યભરમાં ફાયર એનઓસી ન હોય તેવી બિલ્ડિંગોને ધડાધડ સીલ મારવાનું શરૂ કર્યું હતું પરંતુ ફાયર ઇન્સ્ટોલેશન માટે થોડી છૂટછાટ આપવા પંદર દિવસની મુદ્દત આપી હતી તેમ છતાં ફાયર ઇન્સ્ટોલેશન નહીં કરનાર કે એનઓસી નહિ મેળવનાર મિલકતોને સીલ મારવાનું પુનઃ શરૂ કર્યું છે.


સિલ કરવાની કામગીરી શરૂ

ભાવનગર ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ગત 13મી મેથી 10 મી જૂન સુધીમાં જ 50 જેટલા બિલ્ડીંગને સીલ મારવામાં આવ્યા હતા. ત્યારબાદ ફાયર ઇન્સ્ટોલેશન માટે સીલ ખોલવાની કાર્યવાહી પણ કરી હતી. અને 15 દિવસની મુદ્દત ફાયર ઇન્સ્ટોલેશન કરી એનઓસી લેવા માટેની આપી હતી.200 થી વધુ જુદા જુદા પ્રકારની નોટિસો આપવામાં આવી હતી. તે પૈકી ફાયર ઇન્સ્ટોલેશન ન કર્યું હોય અને એનઓસી ન મેળવી હોય તેવી બિલ્ડીંગોને આજથી સીલ મારવાનું શરૂ કર્યું છે.


સિલીંગની કામગીરી યથાવત રહેશે

કોર્પોરેશન અને બાડા વિસ્તારના બુધેલ રોડ પર આવેલ ગ્રેવિટી રેસ્ટોરન્ટ અને સની પાજી કા ધાબાને તેમજ જગાભાઈ ગોપનાથ વાળા ગાર્ડન રેસ્ટોરન્ટને સીલ મારવામાં આવ્યું હતું. તેમજ વાઘાવાડી રોડ પર આવેલ ઓનેસ્ટ રેસ્ટોરન્ટ સહિત ટર્નિંગ પોઇન્ટ કોમ્પ્લેક્સના 45 યુનિટને સીલ મારવામાં આવ્યા હતા અને સરદારનગરમાં રવિ ફિટનેસ સેન્ટર તેમજ કુડાસ જીમને પણ સીલ મરાયું હતું. આગામી દિવસોમાં પણ પ્રથમ તબક્કામાં એસેમ્બલી, ગાર્ડન રેસ્ટોરન્ટ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ સામે સિલીંગની કાર્યવાહી યથાવત રહેશે.