Amreliમાં બોરમાં પડેલી દીકરી જીવન હારી,17 કલાક સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યુ

સુરગપરા ગામે બોરમાં પડેલી દીકરીનું મોત આરોહીના મૃતદેહને બોરમાંથી બહાર કાઢયો હેલ્થ વિભાગના અધિકારીએ બાળકીને મૃત જાહેર કરી અમરેલીના સુરગપરા ગામે બોરમાં પડેલી દીકરીનું મોત થયું છે.આરોહીના મૃતદેહને ફાયર વિભાગે બહાર કાઢયો છે,17 કલાક ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમે રેસકયૂ ઓપરેશ હાથધર્યુ હતુ.હેલ્થ વિભાગના અધિકારીએ બાળકીને મૃત જાહેર કરી છે.બીજી તરફ પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડયો છે. અમરેલીના સુરગપરા ગામે બની હતી ઘટના અમરેલીના સુરગપરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી જવાની ઘટના સામે આવી છે. ગઈકાલે બપોરના સમયે દોઢ વર્ષની બાળકી રમતાં રમતાં બોરમાં પડી જતાં અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. બોરમાં ઉતારેલા કેમરામાં બાળકીના માથા પર માટી પડી હોવાનું દેખાઇ રહ્યું હતું. ડોકટરે બાળકીને મૃત જાહેર કરી અમરેલીના સુરાગપરા ગામે બોરમાં પડેલી આરોહી નામની બાળકી આખરે જીવન સાથેની લડાઈ હારી ગઈ છે. એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોરમાંથી બહાર કાઢવા માટે 17 કલાક સુધી ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ત્યારે આરોહીને બોરમાંથી બહાર તો કાઢવામાં આવી છે પણ માત્ર આરોહીના મૃતદેહને જ બોરમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહિની તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. બાળકીને બચાવવા રોબટની મદદ લેવાઈ હતી દોઢ વર્ષની આરોહી નામની બાળકી ગઈકાલે બપોરે 12 વાગ્યાના અરસામાં રમતાં રમતાં ખુલ્લા બોરમાં પડી ગઇ હતી. જેની જાણ થતાં અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. અંદાજિત 500 ફૂંટ ઊંડા બોરમાં બાળકી 45થી 50 ફુટ ઊંડે ફસાઇ હોવાનું અનુમાન લગાવાયુ હતું. તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારીને બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી હતી. આ ઉપરાંત રાજુલાથી રોબોટની ટીમ પણ બોલાવવામાં આવી હતી. રોબોટ દ્વારા પણ બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવ્યાં હતા.  

Amreliમાં બોરમાં પડેલી દીકરી જીવન હારી,17 કલાક સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરગપરા ગામે બોરમાં પડેલી દીકરીનું મોત
  • આરોહીના મૃતદેહને બોરમાંથી બહાર કાઢયો
  • હેલ્થ વિભાગના અધિકારીએ બાળકીને મૃત જાહેર કરી

અમરેલીના સુરગપરા ગામે બોરમાં પડેલી દીકરીનું મોત થયું છે.આરોહીના મૃતદેહને ફાયર વિભાગે બહાર કાઢયો છે,17 કલાક ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમે રેસકયૂ ઓપરેશ હાથધર્યુ હતુ.હેલ્થ વિભાગના અધિકારીએ બાળકીને મૃત જાહેર કરી છે.બીજી તરફ પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડયો છે.

અમરેલીના સુરગપરા ગામે બની હતી ઘટના

અમરેલીના સુરગપરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી જવાની ઘટના સામે આવી છે. ગઈકાલે બપોરના સમયે દોઢ વર્ષની બાળકી રમતાં રમતાં બોરમાં પડી જતાં અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. બોરમાં ઉતારેલા કેમરામાં બાળકીના માથા પર માટી પડી હોવાનું દેખાઇ રહ્યું હતું.


ડોકટરે બાળકીને મૃત જાહેર કરી

અમરેલીના સુરાગપરા ગામે બોરમાં પડેલી આરોહી નામની બાળકી આખરે જીવન સાથેની લડાઈ હારી ગઈ છે. એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોરમાંથી બહાર કાઢવા માટે 17 કલાક સુધી ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ત્યારે આરોહીને બોરમાંથી બહાર તો કાઢવામાં આવી છે પણ માત્ર આરોહીના મૃતદેહને જ બોરમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહિની તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી.

બાળકીને બચાવવા રોબટની મદદ લેવાઈ હતી

દોઢ વર્ષની આરોહી નામની બાળકી ગઈકાલે બપોરે 12 વાગ્યાના અરસામાં રમતાં રમતાં ખુલ્લા બોરમાં પડી ગઇ હતી. જેની જાણ થતાં અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. અંદાજિત 500 ફૂંટ ઊંડા બોરમાં બાળકી 45થી 50 ફુટ ઊંડે ફસાઇ હોવાનું અનુમાન લગાવાયુ હતું. તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારીને બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી હતી. આ ઉપરાંત રાજુલાથી રોબોટની ટીમ પણ બોલાવવામાં આવી હતી. રોબોટ દ્વારા પણ બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવ્યાં હતા.