ગીતાબા અને પ્રજ્ઞાબા જૌહરની જાહેરાત બાદ બીજા દિવસે પણ ઘરમાં નજરકેદ કરાયા

ગીતાબા અને પ્રજ્ઞાબા જૌહરની જાહેરાત બાદ નજરકેદ આગેવાનોએ સમજાવ્યા બાદ પણ જૌહર માટે અડગ ગઈકાલે ગીતાબાએ કર્યો હતો આત્મહત્યાનો પ્રયાસ ક્ષત્રિય સમાજની આગેવાન મહિલા બીજા દિવસે નજરકેદ કરાયા છે. જેમાં ગીતાબા અને પ્રજ્ઞાબા જૌહરની જાહેરાત બાદ નજરકેદ કરાયા હતા. આગેવાનોએ સમજાવ્યા બાદ પણ જૌહર માટે અડગ છે. ગઈકાલે ગીતાબાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બીજા દિવસે પોલીસ બંદોબસ્ત સાથે નજરકેદ કરાયા બીજા દિવસે પોલીસ બંદોબસ્ત સાથે નજરકેદ કરાયા છે. જેમાં પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવાની માંગ સાથે વિરોધ યથાવત છે. રૂપાલા મુદ્દે ગાંધીનગરના દહેગામમાં પણ ક્ષત્રિયોએ રૂપાલા વિરુદ્ધ ભારે સૂત્રોચારો કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો મગોડી રોડ ઉપર પણ ક્ષત્રિયોએ રસ્તા રોકવાની કોશિશ કરતા પોલીસ દોડતી થઇ ગઈ હતી. ત્યારે જૌહર કરવા ગાંધીનગર કમલમ કાર્યાલય પહોંચે એ પહેલાં જ ક્ષત્રિયાણીઓને નજર કેદ કરવામાં આવી હતી. રૂપાલા વિરુદ્ધમાં ભારે સૂત્રોચારો કરી મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું દહેગામ તાલુકા સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા બેનરો સાથે રૂપાલા વિરુદ્ધમાં ભારે સૂત્રોચારો કરી મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં માંગ કરાઈ છે કે, લોકસભા ચૂંટણીના ભાજ૫ના લોકસભા રાજકોટના ઉમેદવાર ૫૨શોત્તમ રૂપાલા દ્વારા કોમી, ધાર્મિક લાગણી દુભાય અને સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારના પ્રવચનનો સોશિયલ મીડિયામાં ઓડિયો અને વીડિયો ફરી રહ્યો છે. આ તરફ મગોડી હાઇવે રોડ ઉપર પણ ક્ષત્રિય યુવાનોએ રૂપાલાની ટિકિટ રદ્ કરવાની માંગ સાથે રસ્તા રોકો આંદોલન શરૂ કરી દીધું હતું. જેનાં કારણે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. જો કે પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને રસ્તો ક્લિયર કરાવી દીધો હતો. ત્યારે ગાંધીનગરમાં બાલવા ગામમાં પણ રૂપાલાની ટિકિટ રદ્ થાય નહીં ત્યાં સુધી ભાજપના એક પણ આગેવાનો કે કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહીં એવા બેનરો પણ ક્ષત્રિય સમાજ દ્વારા લગાવી દેવામાં આવ્યા છે.

ગીતાબા અને પ્રજ્ઞાબા જૌહરની જાહેરાત બાદ બીજા દિવસે પણ ઘરમાં નજરકેદ કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગીતાબા અને પ્રજ્ઞાબા જૌહરની જાહેરાત બાદ નજરકેદ
  • આગેવાનોએ સમજાવ્યા બાદ પણ જૌહર માટે અડગ
  • ગઈકાલે ગીતાબાએ કર્યો હતો આત્મહત્યાનો પ્રયાસ

ક્ષત્રિય સમાજની આગેવાન મહિલા બીજા દિવસે નજરકેદ કરાયા છે. જેમાં ગીતાબા અને પ્રજ્ઞાબા જૌહરની જાહેરાત બાદ નજરકેદ કરાયા હતા. આગેવાનોએ સમજાવ્યા બાદ પણ જૌહર માટે અડગ છે. ગઈકાલે ગીતાબાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

બીજા દિવસે પોલીસ બંદોબસ્ત સાથે નજરકેદ કરાયા

બીજા દિવસે પોલીસ બંદોબસ્ત સાથે નજરકેદ કરાયા છે. જેમાં પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવાની માંગ સાથે વિરોધ યથાવત છે. રૂપાલા મુદ્દે ગાંધીનગરના દહેગામમાં પણ ક્ષત્રિયોએ રૂપાલા વિરુદ્ધ ભારે સૂત્રોચારો કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો મગોડી રોડ ઉપર પણ ક્ષત્રિયોએ રસ્તા રોકવાની કોશિશ કરતા પોલીસ દોડતી થઇ ગઈ હતી. ત્યારે જૌહર કરવા ગાંધીનગર કમલમ કાર્યાલય પહોંચે એ પહેલાં જ ક્ષત્રિયાણીઓને નજર કેદ કરવામાં આવી હતી.

રૂપાલા વિરુદ્ધમાં ભારે સૂત્રોચારો કરી મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું

દહેગામ તાલુકા સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા બેનરો સાથે રૂપાલા વિરુદ્ધમાં ભારે સૂત્રોચારો કરી મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં માંગ કરાઈ છે કે, લોકસભા ચૂંટણીના ભાજ૫ના લોકસભા રાજકોટના ઉમેદવાર ૫૨શોત્તમ રૂપાલા દ્વારા કોમી, ધાર્મિક લાગણી દુભાય અને સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારના પ્રવચનનો સોશિયલ મીડિયામાં ઓડિયો અને વીડિયો ફરી રહ્યો છે. આ તરફ મગોડી હાઇવે રોડ ઉપર પણ ક્ષત્રિય યુવાનોએ રૂપાલાની ટિકિટ રદ્ કરવાની માંગ સાથે રસ્તા રોકો આંદોલન શરૂ કરી દીધું હતું. જેનાં કારણે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. જો કે પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને રસ્તો ક્લિયર કરાવી દીધો હતો. ત્યારે ગાંધીનગરમાં બાલવા ગામમાં પણ રૂપાલાની ટિકિટ રદ્ થાય નહીં ત્યાં સુધી ભાજપના એક પણ આગેવાનો કે કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહીં એવા બેનરો પણ ક્ષત્રિય સમાજ દ્વારા લગાવી દેવામાં આવ્યા છે.