ક્ષત્રિયોને આહ્વાન: કરણીસેના દ્વારા હવે કમલમનો ઘેરાવો કરવામાં આવશે

કમલમનો ઘેરાવો કરવાનું ક્ષત્રિયોનું આયોજન કરણીસેનાના રાજ શેખાવતનો વીડિયો આવ્યો સામે ક્ષત્રિયોને 9 તારીખે બપોરે કમલમ પહોંચવા આહ્વાન પરશોત્તમ રૂપાલા સામે શનિવારે ક્ષત્રિય સમાજે અમદાવાદ અને રાજકોટમાં મહારેલી યોજી પોતાનો દમ દેખાડ્યો છે. રૂપાલાની ટિકિટ રદ કરવા મામલે હવે ક્ષત્રિય સમાજની કરણ સેના દ્વારા હવે ગાંધીનગરમાં કમલમ ખાતે ઘેરાવો કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના માટે કરણીસેનાના રાજ શેખાવતનો વીડિયો સામે આવ્યો છે.મંગળવારે ક્ષત્રિયોની મહારેલી રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી મુદ્દો હવે ગાંધીનગર કમલમ સુધી પહોંચી રહ્યો છે. જેમાં કરણીસેનાના રાજ શેખાવતે ક્ષત્રિયોને 9 એપ્રિલના બપોરે 2 વાગ્યા સુધીમાં કમલમ પહોંચવા આહ્વાન કર્યું છે. આ અગાઉ કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું હતું કે, હવે નિર્ણાયક લડાઈનો સમય આવી ગયો છે, તમામ ક્ષત્રિયો અને આપણા સમર્થકો તૈયાર થઈ જાઓ, આપણે કમલમ ગાંધીનગર ટૂંક સમયમાં ભેગા થઈશું, જેટલા પણ ક્ષત્રિયો અને સમર્થકો છે એ તમામને મારી વિનંતી કે આપણે કેસરીયા ઝંડા અને મજબૂત દંડાની સાથે કમલમ પહોંચવાનું છે. જેને જે સમજવુ હોય એ સમજે, 'રજૂઆત તો રજૂઆત', 'ઘેરાવ તો ઘેરાવ', 'ધરણા પ્રદર્શન તો ધરણા પ્રદર્શન'. જે ભાષામાં જવાબ જોઈએ એ ભાષામાં જવાબ આપવા આપણે સૌએ ગાંધીનગર કમલમ ખાતે ભેગા થવાનું છે અને ત્યાંજ સંમેલન કરીશું. ગુજરાતના તમામ ક્ષત્રિયો ભેગા થાઓ, કારણ કે આ સમાજના સ્વાભિમાનનું સવાલ છે.કરણીસેનાએ રાષ્ટ્રીય મોરચે પણ તૈયારી કરી જ્યાં બીજી તરફ રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ જણાવ્યું હતું કે, સ્વાભિમાન, ઈજ્જત તમામ લોકોની સરખી છે. રાજપૂત, દલિત તમામ મહિલાઓની ઈજ્જત સરખી છે. આજે એવો દિવસ આવ્યો કે ક્ષત્રિયાણીઓને જૌહર કરવું પડી રહ્યું છે. જો અમારી બહેન જૌહર કરવાનું કહેશે તો અમે આગળ આવીશું. અમે જઈશું અને તમામ મહિલાઓને મનાવીશું.

ક્ષત્રિયોને આહ્વાન: કરણીસેના દ્વારા હવે કમલમનો ઘેરાવો કરવામાં આવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કમલમનો ઘેરાવો કરવાનું ક્ષત્રિયોનું આયોજન
  • કરણીસેનાના રાજ શેખાવતનો વીડિયો આવ્યો સામે
  • ક્ષત્રિયોને 9 તારીખે બપોરે કમલમ પહોંચવા આહ્વાન

પરશોત્તમ રૂપાલા સામે શનિવારે ક્ષત્રિય સમાજે અમદાવાદ અને રાજકોટમાં મહારેલી યોજી પોતાનો દમ દેખાડ્યો છે. રૂપાલાની ટિકિટ રદ કરવા મામલે હવે ક્ષત્રિય સમાજની કરણ સેના દ્વારા હવે ગાંધીનગરમાં કમલમ ખાતે ઘેરાવો કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના માટે કરણીસેનાના રાજ શેખાવતનો વીડિયો સામે આવ્યો છે.

મંગળવારે ક્ષત્રિયોની મહારેલી

રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી મુદ્દો હવે ગાંધીનગર કમલમ સુધી પહોંચી રહ્યો છે. જેમાં કરણીસેનાના રાજ શેખાવતે ક્ષત્રિયોને 9 એપ્રિલના બપોરે 2 વાગ્યા સુધીમાં કમલમ પહોંચવા આહ્વાન કર્યું છે.

આ અગાઉ કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું હતું કે, હવે નિર્ણાયક લડાઈનો સમય આવી ગયો છે, તમામ ક્ષત્રિયો અને આપણા સમર્થકો તૈયાર થઈ જાઓ, આપણે કમલમ ગાંધીનગર ટૂંક સમયમાં ભેગા થઈશું, જેટલા પણ ક્ષત્રિયો અને સમર્થકો છે એ તમામને મારી વિનંતી કે આપણે કેસરીયા ઝંડા અને મજબૂત દંડાની સાથે કમલમ પહોંચવાનું છે. જેને જે સમજવુ હોય એ સમજે, 'રજૂઆત તો રજૂઆત', 'ઘેરાવ તો ઘેરાવ', 'ધરણા પ્રદર્શન તો ધરણા પ્રદર્શન'. જે ભાષામાં જવાબ જોઈએ એ ભાષામાં જવાબ આપવા આપણે સૌએ ગાંધીનગર કમલમ ખાતે ભેગા થવાનું છે અને ત્યાંજ સંમેલન કરીશું. ગુજરાતના તમામ ક્ષત્રિયો ભેગા થાઓ, કારણ કે આ સમાજના સ્વાભિમાનનું સવાલ છે.

કરણીસેનાએ રાષ્ટ્રીય મોરચે પણ તૈયારી કરી

જ્યાં બીજી તરફ રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ જણાવ્યું હતું કે, સ્વાભિમાન, ઈજ્જત તમામ લોકોની સરખી છે. રાજપૂત, દલિત તમામ મહિલાઓની ઈજ્જત સરખી છે. આજે એવો દિવસ આવ્યો કે ક્ષત્રિયાણીઓને જૌહર કરવું પડી રહ્યું છે. જો અમારી બહેન જૌહર કરવાનું કહેશે તો અમે આગળ આવીશું. અમે જઈશું અને તમામ મહિલાઓને મનાવીશું.