Vadodaraમાં ચોમાસા પહેલા જ મગરો રહેણાંક વિસ્તારમાં પહોંચ્યા,જુઓ Video

ભાયલીના રાયપુરા ગામના તળાવમાં મગર દેખાતા ભયનો માહોલ ફેલાયો મગર ગામમાં આવતા વન વિભાગને જાણ કરાઈ 6 ફૂટ લાંબા મગરનું વન વિભાગે રેસ્ક્યુ કર્યુ વડોદરાએ વિશ્વામિત્રી નદીના કાંઠે વસેલુ શહેર છે,વિશ્વામિત્રી નદીમાં મગરોનો વસવાટ છે,ખાસ કરીને ચોમાસાના સમયમાં મગરો ઘરમાં અને ગામમાં ઘુસી આવતા હોય છે.આજે ભાયલીના રાયપુરા ગામમાં મગર આવી જતા ગ્રામજનોમાં ફફળાટ ફેલાયો હતો,તો ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગ ઘટના સ્થળે આવી ગયુ હતુ અને મગરનું રેસ્કયું કર્યુ હતુ. મહીસાગરમાં અઠવાડીયા પહેલા મગર રહેણાંક વિસ્તારમાં આવ્યો મહીસાગર જિલ્લામાં ફરી એકવાર રહેણાક વિસ્તારમાં મગર જોવા મળ્યો છે. આજે ખાનપુર તાલુકાના મૈયાપુર ગામે ઘાંટી ફળિયામાં રહેતા ખાટ માનાભાઈ લક્ષ્મણભાઈના ઘરઆંગણે અચાનક મગર આવી ચડયો હતો. ત્યારે વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવતા વન વિભાગના કર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી મગરનું રેસ્ક્યૂ કરી સલામત સ્થળે તેને છોડી મૂકવામાં આવ્યો હતો. મગર એક શકિતશાળી પ્રાણી જંગલમાં વસતા સિંહની જેમ પોતાના વિસ્તારમાં અન્ય સિંહને ઘુસવા દેતા નથી તેમ શક્તિશાળી મગર પણ પોતાનો એરિયા નક્કી કરે છે અને અન્ય વિસ્તારના મગર તથા અન્ય નાના મગરોને પોતાના વિસ્તારમાં ફરકવા દેતા નથી. મગરો વચ્ચે આ સ્પર્ધાના કારણે તેઓ સતત પોતાને અનુકુળ વિસ્તારો શોધતા રહે છે. મગર રેપ્ટાઇલ છે એટલે કે માદા મગર પોતાના ઇંડા નદીના પાણીમાં મૂકતી નથી, પરંતુ નદી કાંઠે ખાડો ખોદીને તેમાં ઇંડા મૂકે છે. આ ઇંડાને તે ઢાંકી દે છે અને સૂર્ય પ્રકાશથી સેવાય છે. ઇંડા જ્યાં સુધી સેવાય નહીં અને બચ્ચા તેમાંથી બહાર ન આવે ત્યાં સુધી મગરી ઇંડાનું સતત જતન કરે છે અને રક્ષણ કરવા માટે ખૂબ આક્રમક બની જાય છે. એપ્રિલથી જુલાઇ મહિના દરમિયાન મગરોનો નેસ્ટિંગનો સમયગાળો હોય છે. ગુજરાતમાં મગર વધારે એક અભ્યાસ મુજબ વિશ્વામિત્રી નદીના વડોદરા શહેરના 22 કિલોમીટરના વિસ્તારમાં 250 જેટલા મગર વસવાટ કરે છે. જેમાં 10થી 12 ફૂટથી લાંબા મગરો પણ વિશ્વામિત્રી નદીમાં જોવા મળે છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં કુલ પાંચ હજાર જેટલા મગરો છે. જેમાંથી 1400 જેટલા મગરો ગુજરાતમાં છે.

Vadodaraમાં ચોમાસા પહેલા જ મગરો રહેણાંક વિસ્તારમાં પહોંચ્યા,જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાયલીના રાયપુરા ગામના તળાવમાં મગર દેખાતા ભયનો માહોલ ફેલાયો
  • મગર ગામમાં આવતા વન વિભાગને જાણ કરાઈ
  • 6 ફૂટ લાંબા મગરનું વન વિભાગે રેસ્ક્યુ કર્યુ

વડોદરાએ વિશ્વામિત્રી નદીના કાંઠે વસેલુ શહેર છે,વિશ્વામિત્રી નદીમાં મગરોનો વસવાટ છે,ખાસ કરીને ચોમાસાના સમયમાં મગરો ઘરમાં અને ગામમાં ઘુસી આવતા હોય છે.આજે ભાયલીના રાયપુરા ગામમાં મગર આવી જતા ગ્રામજનોમાં ફફળાટ ફેલાયો હતો,તો ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગ ઘટના સ્થળે આવી ગયુ હતુ અને મગરનું રેસ્કયું કર્યુ હતુ.

મહીસાગરમાં અઠવાડીયા પહેલા મગર રહેણાંક વિસ્તારમાં આવ્યો

મહીસાગર જિલ્લામાં ફરી એકવાર રહેણાક વિસ્તારમાં મગર જોવા મળ્યો છે. આજે ખાનપુર તાલુકાના મૈયાપુર ગામે ઘાંટી ફળિયામાં રહેતા ખાટ માનાભાઈ લક્ષ્મણભાઈના ઘરઆંગણે અચાનક મગર આવી ચડયો હતો. ત્યારે વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવતા વન વિભાગના કર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી મગરનું રેસ્ક્યૂ કરી સલામત સ્થળે તેને છોડી મૂકવામાં આવ્યો હતો.

મગર એક શકિતશાળી પ્રાણી

જંગલમાં વસતા સિંહની જેમ પોતાના વિસ્તારમાં અન્ય સિંહને ઘુસવા દેતા નથી તેમ શક્તિશાળી મગર પણ પોતાનો એરિયા નક્કી કરે છે અને અન્ય વિસ્તારના મગર તથા અન્ય નાના મગરોને પોતાના વિસ્તારમાં ફરકવા દેતા નથી. મગરો વચ્ચે આ સ્પર્ધાના કારણે તેઓ સતત પોતાને અનુકુળ વિસ્તારો શોધતા રહે છે. મગર રેપ્ટાઇલ છે એટલે કે માદા મગર પોતાના ઇંડા નદીના પાણીમાં મૂકતી નથી, પરંતુ નદી કાંઠે ખાડો ખોદીને તેમાં ઇંડા મૂકે છે. આ ઇંડાને તે ઢાંકી દે છે અને સૂર્ય પ્રકાશથી સેવાય છે. ઇંડા જ્યાં સુધી સેવાય નહીં અને બચ્ચા તેમાંથી બહાર ન આવે ત્યાં સુધી મગરી ઇંડાનું સતત જતન કરે છે અને રક્ષણ કરવા માટે ખૂબ આક્રમક બની જાય છે. એપ્રિલથી જુલાઇ મહિના દરમિયાન મગરોનો નેસ્ટિંગનો સમયગાળો હોય છે.


ગુજરાતમાં મગર વધારે

એક અભ્યાસ મુજબ વિશ્વામિત્રી નદીના વડોદરા શહેરના 22 કિલોમીટરના વિસ્તારમાં 250 જેટલા મગર વસવાટ કરે છે. જેમાં 10થી 12 ફૂટથી લાંબા મગરો પણ વિશ્વામિત્રી નદીમાં જોવા મળે છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં કુલ પાંચ હજાર જેટલા મગરો છે. જેમાંથી 1400 જેટલા મગરો ગુજરાતમાં છે.