મુળીના ધર્મેન્દ્રગઢમાં પરિવાર પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો

- ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત- વાડો ખાલી કરાવવા બાબતે ચાર શખ્સોએ હુમલો કર્યો હોવાની ફરિયાદસુરેન્દ્રનગર : મુળી તાલુકાના ધર્મેન્દ્રગઢ ગામે વાડો ખાલી કરાવવા બાબતે મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મુળી પોલીસ મથકે એક મહિલા સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.  ધર્મેન્દ્રગઢ ગામે રહેતા ફરિયાદી સવિતાબેન ગંગારામભાઈ જરવરીયાના દિયર રમેશભાઈ લક્ષ્મણભાઈ જરવરીયાના ઘર પાછળ આવેલા વાડામાં ફરિયાદીના નણંદોઈ તખાભાઈ જેસીંગભાઈ ડાંગરોચા અને નણંદ લલીતાબેન ડાંગરોચા વાડો વાપરતા હતા. જે વાડો ખાલી કરાવવા બાબતે ગામના રમેશભાઈ લખમણભાઈ જરવરીયા, અજીતભાઈ રમેશભાઈ જરવરીયા, વિપુલભાઈ રમેશભાઈ જરવરીયા અને ગુલાબબેન રમેશભાઈ જરવરીયાએ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ સોરીયા, લાકડાનો ધોકો, પાવડા વડે માર મારી તખાભાઈ, સચીનભાઈ, લલીતાબેનને ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે મુળી પોલીસે હુમલો કરનાર ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મુળીના ધર્મેન્દ્રગઢમાં પરિવાર પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત

- વાડો ખાલી કરાવવા બાબતે ચાર શખ્સોએ હુમલો કર્યો હોવાની ફરિયાદ

સુરેન્દ્રનગર : મુળી તાલુકાના ધર્મેન્દ્રગઢ ગામે વાડો ખાલી કરાવવા બાબતે મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મુળી પોલીસ મથકે એક મહિલા સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

 ધર્મેન્દ્રગઢ ગામે રહેતા ફરિયાદી સવિતાબેન ગંગારામભાઈ જરવરીયાના દિયર રમેશભાઈ લક્ષ્મણભાઈ જરવરીયાના ઘર પાછળ આવેલા વાડામાં ફરિયાદીના નણંદોઈ તખાભાઈ જેસીંગભાઈ ડાંગરોચા અને નણંદ લલીતાબેન ડાંગરોચા વાડો વાપરતા હતા. 

જે વાડો ખાલી કરાવવા બાબતે ગામના રમેશભાઈ લખમણભાઈ જરવરીયા, અજીતભાઈ રમેશભાઈ જરવરીયા, વિપુલભાઈ રમેશભાઈ જરવરીયા અને ગુલાબબેન રમેશભાઈ જરવરીયાએ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

તેમજ સોરીયા, લાકડાનો ધોકો, પાવડા વડે માર મારી તખાભાઈ, સચીનભાઈ, લલીતાબેનને ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે મુળી પોલીસે હુમલો કરનાર ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.