વિવાદથી દૂર રહેવા માટે ભાજપ હાઇકમાન્ડે 26 ઉમેદવારોને આપી કડક સૂચના

કોઈએ પણ કોઈ નિવેદન આપવાથી બચવું જોઇએલોકસભા ઉમેદવારોને વિવાદાસ્પદ ટીપ્પણી ન કરવા આદેશરૂપાલાના નિવેદન બાદ ભાજપ હાઇકમાન્ડ એક્શનમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જે સાથે જ ભાજપે તમામ વિવાદોને શાંત કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આ માટે એક તરફ નેતાઓ સામે વિરોધ ઊભો થઈ રહ્યો છે ત્યાં બીજી તરફ રાજકોટમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનના કારણે શરૂ થયેલા વિવાદથી પાર્ટી બેકફૂટ પર આવી છે. આ જોતાં ભાજપના સંગઠન મંત્રી રત્નકારે તમામ 26 બેઠકના ઉમેદવારો અને જિલ્લા પ્રમુખને સૂચના આપી છે અને કહ્યું છેકે, કોઈ પણ નેતા કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાથી દૂર રહેવું જોઇએ. તેમજ કોઈ પણ ઉમેદવારોએ મીડિયા સમક્ષ નિવેદન આપવા ન જોઇએ. આ ભાજપના સંગઠન મંત્રી રત્નાકર દ્વારા તમામ 26 લોકસભા બેઠકના ઉમેદવારો અને જિલ્લા પ્રમુખ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજી હતી. જેમાં તેમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે, રાજ્યમાં હાલની પરિસ્થિતિમાં તમામ ઉમેદવારો અને જિલ્લા પ્રમુખો કોઈ પણ પ્રકારની વિવાદિત અને પક્ષને નુકશાન પહોંચાડે એવી ટિપ્પણીથી દૂર રહે અને મીડિયાથી અંતર જાળવે, કોઈ પણ ઉમેદવારોએ મીડિયામાં કંઈ જ બોલવું નહિ જ્યાં એક તરફ ભાજપ દ્વારા રાજકોટમાં ક્ષત્રિય સમાજના રોષને શાંત કરવા માટે ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યું છે. ત્યારે સાબરકાંઠા હોય કે વડોદરા અને આણંદ જેના માટે પણ પક્ષ દ્વારા તાત્કાલિક નેતાઓને મોકલીને પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે. જેને જોતાં ભાજપ હાલમાં કોઈ પણ નવું ડેમેજ કરવા માંગતુ નથી. જેથી આગામી સમય માટે નેતાઓને સૂચના આપવામાં આવી છે.

વિવાદથી દૂર રહેવા માટે ભાજપ હાઇકમાન્ડે 26 ઉમેદવારોને આપી કડક સૂચના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોઈએ પણ કોઈ નિવેદન આપવાથી બચવું જોઇએ
  • લોકસભા ઉમેદવારોને વિવાદાસ્પદ ટીપ્પણી ન કરવા આદેશ
  • રૂપાલાના નિવેદન બાદ ભાજપ હાઇકમાન્ડ એક્શનમાં
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જે સાથે જ ભાજપે તમામ વિવાદોને શાંત કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આ માટે એક તરફ નેતાઓ સામે વિરોધ ઊભો થઈ રહ્યો છે ત્યાં બીજી તરફ રાજકોટમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનના કારણે શરૂ થયેલા વિવાદથી પાર્ટી બેકફૂટ પર આવી છે.

આ જોતાં ભાજપના સંગઠન મંત્રી રત્નકારે તમામ 26 બેઠકના ઉમેદવારો અને જિલ્લા પ્રમુખને સૂચના આપી છે અને કહ્યું છેકે, કોઈ પણ નેતા કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાથી દૂર રહેવું જોઇએ. તેમજ કોઈ પણ ઉમેદવારોએ મીડિયા સમક્ષ નિવેદન આપવા ન જોઇએ.

આ ભાજપના સંગઠન મંત્રી રત્નાકર દ્વારા તમામ 26 લોકસભા બેઠકના ઉમેદવારો અને જિલ્લા પ્રમુખ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજી હતી. જેમાં તેમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે, રાજ્યમાં હાલની પરિસ્થિતિમાં તમામ ઉમેદવારો અને જિલ્લા પ્રમુખો કોઈ પણ પ્રકારની વિવાદિત અને પક્ષને નુકશાન પહોંચાડે એવી ટિપ્પણીથી દૂર રહે અને મીડિયાથી અંતર જાળવે, કોઈ પણ ઉમેદવારોએ મીડિયામાં કંઈ જ બોલવું નહિ

જ્યાં એક તરફ ભાજપ દ્વારા રાજકોટમાં ક્ષત્રિય સમાજના રોષને શાંત કરવા માટે ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યું છે. ત્યારે સાબરકાંઠા હોય કે વડોદરા અને આણંદ જેના માટે પણ પક્ષ દ્વારા તાત્કાલિક નેતાઓને મોકલીને પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે. જેને જોતાં ભાજપ હાલમાં કોઈ પણ નવું ડેમેજ કરવા માંગતુ નથી. જેથી આગામી સમય માટે નેતાઓને સૂચના આપવામાં આવી છે.