Surendranagar:ચાલુ વાહને ચોરી કરવાના કેસમાં ત્રણ વર્ષથી ફરાર ગેડિયા ગેંગનો શખ્સ પકડાયો

તા. 28-4-21ના રોજ અમદાવાદથી ગાંધીધામ જતી ટોરસમાંથી ચોરી કરી હતીઝડપાયેલ આરોપી સામે ગુજસીટોક ઉપરાંત 15 ગુના વિવિધ પોલીસ મથકે નોંધાયેલા છે ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર રાતના સમયે ચાલુ વાહને ચોરીની વારદાતો     અમદાવાદના સનાથલ સર્કલથી સામાન ભરીને ટોરસ વાહન તા. 28-4-21ના રોજ કચ્છના ગાંધીધામ જતુ હતુ. ત્યારે ધ્રાંગધ્રાના ધ્રુમઠથી મેવાડા હોટલ વચ્ચે ચાલુ વાહને રૂપીયા 4,87,209નો સામાન ચોરાયો હતો. આ કેસમાં ફરાર આરોપીને ધ્રાંગધ્રા તાલુકા પોલીસે કલ્પના ચોકડી પાસેથી ઝડપી લીધો છે.     ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર રાતના સમયે પસાર થતા માલવાહક વાહનોમાંથી ચાલુ વાહને ચોરીની વારદાતો પહેલા વધુ સામે આવતી હતી. ત્યારે પોલીસે આ ચોરીમાં સંડોવાયેલા ગેડીયા ગેંગના સભ્યો સામે ગુજસીટોક દાખલ કરી હતી. આ દરમીયાન તા. 28-4-21ના રોજ અંજારના હરીશ પોપટભાઈ ગુંસાઈ અમદાવાદના સનાથલ સર્કલથી ટોરસમાં માલ ભરીને કચ્છના ગાંધીધામ જતા હતા. ત્યારે ધ્રાંગધ્રા હાઈવે પર આર.કે.મેવાડા હોટલ પાસે પહોંચતા પાછળથી આવતા વાહને ટોરસનો દરવાજો ખુલ્લો હોવાનું કહ્યુ હતુ. આથી તપાસ કરતા ચાલુ વાહને કોઈ દરવાજાના તાળા તોડી ફીનોલેકસ કંપનીના કેબલના 9 બોકસ, બજાજ કંપનીના પંખા, લોરીયલ કંપનીની કોસ્મેટીક આઈટમ, તીલોલી તેલ સહિત રૂપીયા 4,87,209ની મત્તા ચોરી કરી ગયાની જાણ થઈ હતી. આથી આ અંગે તા. 7-5-2021ના રોજ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસની તપાસમાં આ ચોરીમાં ગેડીયાના રોમીઝ મહમદખાન ઉર્ફે રાજભા જત મલેકનું નામ ખુલ્યુ હતુ. ત્યારે આ શખ્સ કલ્પના ચોકડી પાસે હોવાની બાતમી ધ્રાંગધ્રા તાલુકા પીએસઆઈ એન.એચ.ચુડાસમા, વી.જી.પરમાર, વિક્રમભાઈ રબારી સહિતનાઓએ વોચ રાખી રોમીઝ જતમલેકને ઝડપી લીધો હતો. આ શખ્સ સામે ગુજસીટોક, ચોરીના 15 ગુના ચાંગોદર, બજાણા, ધ્રાંગધ્રા તાલુકા, લખતર, વિરમગામ, હળવદ, સાણંદ પોલીસ મથકે નોંધાયા હોવાનું પણ સામે આવ્યુ છે.

Surendranagar:ચાલુ વાહને ચોરી કરવાના કેસમાં ત્રણ વર્ષથી ફરાર ગેડિયા ગેંગનો શખ્સ પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તા. 28-4-21ના રોજ અમદાવાદથી ગાંધીધામ જતી ટોરસમાંથી ચોરી કરી હતી
  • ઝડપાયેલ આરોપી સામે ગુજસીટોક ઉપરાંત 15 ગુના વિવિધ પોલીસ મથકે નોંધાયેલા છે
  • ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર રાતના સમયે ચાલુ વાહને ચોરીની વારદાતો

    અમદાવાદના સનાથલ સર્કલથી સામાન ભરીને ટોરસ વાહન તા. 28-4-21ના રોજ કચ્છના ગાંધીધામ જતુ હતુ. ત્યારે ધ્રાંગધ્રાના ધ્રુમઠથી મેવાડા હોટલ વચ્ચે ચાલુ વાહને રૂપીયા 4,87,209નો સામાન ચોરાયો હતો. આ કેસમાં ફરાર આરોપીને ધ્રાંગધ્રા તાલુકા પોલીસે કલ્પના ચોકડી પાસેથી ઝડપી લીધો છે.

    ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર રાતના સમયે પસાર થતા માલવાહક વાહનોમાંથી ચાલુ વાહને ચોરીની વારદાતો પહેલા વધુ સામે આવતી હતી. ત્યારે પોલીસે આ ચોરીમાં સંડોવાયેલા ગેડીયા ગેંગના સભ્યો સામે ગુજસીટોક દાખલ કરી હતી. આ દરમીયાન તા. 28-4-21ના રોજ અંજારના હરીશ પોપટભાઈ ગુંસાઈ અમદાવાદના સનાથલ સર્કલથી ટોરસમાં માલ ભરીને કચ્છના ગાંધીધામ જતા હતા. ત્યારે ધ્રાંગધ્રા હાઈવે પર આર.કે.મેવાડા હોટલ પાસે પહોંચતા પાછળથી આવતા વાહને ટોરસનો દરવાજો ખુલ્લો હોવાનું કહ્યુ હતુ. આથી તપાસ કરતા ચાલુ વાહને કોઈ દરવાજાના તાળા તોડી ફીનોલેકસ કંપનીના કેબલના 9 બોકસ, બજાજ કંપનીના પંખા, લોરીયલ કંપનીની કોસ્મેટીક આઈટમ, તીલોલી તેલ સહિત રૂપીયા 4,87,209ની મત્તા ચોરી કરી ગયાની જાણ થઈ હતી. આથી આ અંગે તા. 7-5-2021ના રોજ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસની તપાસમાં આ ચોરીમાં ગેડીયાના રોમીઝ મહમદખાન ઉર્ફે રાજભા જત મલેકનું નામ ખુલ્યુ હતુ. ત્યારે આ શખ્સ કલ્પના ચોકડી પાસે હોવાની બાતમી ધ્રાંગધ્રા તાલુકા પીએસઆઈ એન.એચ.ચુડાસમા, વી.જી.પરમાર, વિક્રમભાઈ રબારી સહિતનાઓએ વોચ રાખી રોમીઝ જતમલેકને ઝડપી લીધો હતો. આ શખ્સ સામે ગુજસીટોક, ચોરીના 15 ગુના ચાંગોદર, બજાણા, ધ્રાંગધ્રા તાલુકા, લખતર, વિરમગામ, હળવદ, સાણંદ પોલીસ મથકે નોંધાયા હોવાનું પણ સામે આવ્યુ છે.