Lok Sabha Election: રેલી-શક્તિ પ્રદર્શન સાથે BJPના 15, કોંગ્રેસના નવ ઉમેદવારોની દાવેદારી

લોકસભા ચૂંટણી : અપક્ષો-નાના પક્ષો-ડમી સહિત 97 ફોર્મ ભરાયા19મી એપ્રિલના બપોરે ત્રણ વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે ગુલાલની છોળો અને ફૂલ વર્ષા વચ્ચે કેટલાકે વાજતે ગાજતે શુભ મુહૂર્તમાં ફોર્મ ભર્યા ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે 7મી મેના રોજ ચૂંટણી જંગ ખેલાવાનો છે ત્યારે મંગળવારે ભાજપના 15 અને કોંગ્રેસના 9 ઉમેદવાર જ્યારે આપના એક સહિત કુલ 97 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, આમાં નાના અમથાં પક્ષો, અપક્ષ તેમજ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોના ડમી પણ સામેલ છે. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ જીતના વિશ્વાસ સાથે રેલીઓ યોજીને, શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી નોંધાવી હતી. ગુલાલની છોળો અને ફૂલ વર્ષા વચ્ચે કેટલાકે વાજતે ગાજતે શુભ મુહૂર્તમાં ફોર્મ ભર્યા હતા. રાજકોટ બેઠક પર જ્યાં વિવાદ ચાલી રહ્યો છે ત્યાં ભાજપના ઉમેદવારે દાવેદારી નોંધાવી હતી. ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેવી બેઠકોમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, આણંદ, ખેડા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, બારડોલી અને સુરત બેઠકનો સમાવેશ થાય છે. સાબરકાંઠામાં ભાજપમાં આયાતી ઉમેદવાર સામે રોષ છે, તેમણે પણ આજે ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. બીજી તરફ કોંગ્રેસના 9 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, આ બેઠકોમાં કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, પોરબંદર, અમરેલી, પંચમહાલ, છોટાઉદેપુર, બારડોલી અને વલસાડ બેઠકનો સમાવેશ થાય છે, વલસાડ ખાતે ફોર્મ ભરતી વખતે રેલી કાઢી શક્તિપ્રદર્શન કરાયું હતું. આમ આદમી પાર્ટી એટલે કે આપના એક ઉમેદવારે ફોર્મ ભર્યું છે, જેમાં ભાવનગર બેઠક સામેલ છે. વિધાનસભા પેટા ચૂંટણી : આઠ ઉમેદવારોએ ફોર્મ ભર્યા ગુજરાતમાં વિધાનસભાની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે, આ બેઠકો પર મંગળવારે કુલ આઠ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. આ બેઠકો પર ભાજપમાંથી વિજાપુર બેઠક જ્યારે કોંગ્રેસમાંથી પોરબંદર અને વાઘોડિયા બેઠક ઉપર ફોર્મ ભરાયું હતું. પોરબંદર અને માણાવદર વિધાનસભા બેઠક ઉપર એક એક અપક્ષે દાવેદારી નોંધાવી હતી. ઉમેદવારી પત્રો 19મી એપ્રિલના બપોરે ત્રણ કલાક સુધી રજૂ કરી શકાશે.

Lok Sabha Election: રેલી-શક્તિ પ્રદર્શન સાથે BJPના 15, કોંગ્રેસના નવ ઉમેદવારોની દાવેદારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકસભા ચૂંટણી : અપક્ષો-નાના પક્ષો-ડમી સહિત 97 ફોર્મ ભરાયા
  • 19મી એપ્રિલના બપોરે ત્રણ વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે
  • ગુલાલની છોળો અને ફૂલ વર્ષા વચ્ચે કેટલાકે વાજતે ગાજતે શુભ મુહૂર્તમાં ફોર્મ ભર્યા

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે 7મી મેના રોજ ચૂંટણી જંગ ખેલાવાનો છે ત્યારે મંગળવારે ભાજપના 15 અને કોંગ્રેસના 9 ઉમેદવાર જ્યારે આપના એક સહિત કુલ 97 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, આમાં નાના અમથાં પક્ષો, અપક્ષ તેમજ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોના ડમી પણ સામેલ છે. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ જીતના વિશ્વાસ સાથે રેલીઓ યોજીને, શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી નોંધાવી હતી. ગુલાલની છોળો અને ફૂલ વર્ષા વચ્ચે કેટલાકે વાજતે ગાજતે શુભ મુહૂર્તમાં ફોર્મ ભર્યા હતા. રાજકોટ બેઠક પર જ્યાં વિવાદ ચાલી રહ્યો છે ત્યાં ભાજપના ઉમેદવારે દાવેદારી નોંધાવી હતી.

ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેવી બેઠકોમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, આણંદ, ખેડા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, બારડોલી અને સુરત બેઠકનો સમાવેશ થાય છે. સાબરકાંઠામાં ભાજપમાં આયાતી ઉમેદવાર સામે રોષ છે, તેમણે પણ આજે ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. બીજી તરફ કોંગ્રેસના 9 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, આ બેઠકોમાં કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, પોરબંદર, અમરેલી, પંચમહાલ, છોટાઉદેપુર, બારડોલી અને વલસાડ બેઠકનો સમાવેશ થાય છે, વલસાડ ખાતે ફોર્મ ભરતી વખતે રેલી કાઢી શક્તિપ્રદર્શન કરાયું હતું. આમ આદમી પાર્ટી એટલે કે આપના એક ઉમેદવારે ફોર્મ ભર્યું છે, જેમાં ભાવનગર બેઠક સામેલ છે.

વિધાનસભા પેટા ચૂંટણી : આઠ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

ગુજરાતમાં વિધાનસભાની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે, આ બેઠકો પર મંગળવારે કુલ આઠ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. આ બેઠકો પર ભાજપમાંથી વિજાપુર બેઠક જ્યારે કોંગ્રેસમાંથી પોરબંદર અને વાઘોડિયા બેઠક ઉપર ફોર્મ ભરાયું હતું. પોરબંદર અને માણાવદર વિધાનસભા બેઠક ઉપર એક એક અપક્ષે દાવેદારી નોંધાવી હતી. ઉમેદવારી પત્રો 19મી એપ્રિલના બપોરે ત્રણ કલાક સુધી રજૂ કરી શકાશે.