રોંગ સાઇડમાં વાહન ચલાવવાની ટેવ હોય તો સુધારી દેજો, હવે દંડ નહી પણ સીધી જેલ થશે

Wrong Side Driving Fine in Ahmedabad: અમદાવાદ શહેરમાં રોંગસાઇડ વાહન ચલાવવાના કારણે વાહન અકસ્માતના ગંભીર બનાવો અવાર નવાર સર્જાય છે. આ અકસ્માતોમાં મૃત્યુંદર અને ગંભીર ઇજાઓના બનાવો પણ બને છે. જેથી અમદાવાદ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો ઘટે અને તેમજ ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીત પાલન થાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી (22 જૂન થી 30 જૂન) સુધી સમગ્ર શહેરમાં ખાસ ડ્રાઇવનું આયોજન રાખવામાં આવ્યું છે. 10 દિવસ માટે ખાસ ડ્રાઇવનું આયોજનઅમદાવાદ ટ્રાફિક પોલીસ આવતીકાલથી 10 દિવસ માટે એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રોંગ સાઇડમાં વાહન ચલાવનાર વાહનચાલકો મોટી મુશ્કેલી મુકાશે. આ ખાસ ડ્રાઇવમાં ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહનચાલકોને દંડ ફટકારવામાં નહી આવે પરંતુ સીધી જ એફઆઇઆર નોંધી પોલીસ કેસ દાખલ કરવામાં આવશે.. શહેરમાં રોંગ સાઇડમાં વાહન ચલાવવાના કારણે સતત ટ્રાફિક તેમજ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી (22 જૂન થી 30 જૂન) સુધી એક સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવશે. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની મદદ આ ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે. આ ડ્રાઇવ દરમિયાન રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરનાર વિરૂદ્ધ IPC-279 તથા MV Act-184 મુજબ FIR પોલીસ વિભાગ દ્વારા દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જેથી રોંગ સાઇડમાં ડ્રાઇવ કરનારા માટે ખાસ ચેતાવણી છે કે જો રોંગ સાઇડમાં વાહન ચલાવવાની ટેવ હોય તો આવતીકાલથી સુધારી દેજો અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરજો. નહીંતર જેલ ભેગા થવાનો વારો આવશે. 

રોંગ સાઇડમાં વાહન ચલાવવાની ટેવ હોય તો સુધારી દેજો, હવે દંડ નહી પણ સીધી જેલ થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Iscon-Bridge


Wrong Side Driving Fine in Ahmedabad
: અમદાવાદ શહેરમાં રોંગસાઇડ વાહન ચલાવવાના કારણે વાહન અકસ્માતના ગંભીર બનાવો અવાર નવાર સર્જાય છે. આ અકસ્માતોમાં મૃત્યુંદર અને ગંભીર ઇજાઓના બનાવો પણ બને છે. જેથી અમદાવાદ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો ઘટે અને તેમજ ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીત પાલન થાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી (22 જૂન થી 30 જૂન) સુધી સમગ્ર શહેરમાં ખાસ ડ્રાઇવનું આયોજન રાખવામાં આવ્યું છે. 

10 દિવસ માટે ખાસ ડ્રાઇવનું આયોજન

અમદાવાદ ટ્રાફિક પોલીસ આવતીકાલથી 10 દિવસ માટે એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રોંગ સાઇડમાં વાહન ચલાવનાર વાહનચાલકો મોટી મુશ્કેલી મુકાશે. આ ખાસ ડ્રાઇવમાં ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહનચાલકોને દંડ ફટકારવામાં નહી આવે પરંતુ સીધી જ એફઆઇઆર નોંધી પોલીસ કેસ દાખલ કરવામાં આવશે.. 

શહેરમાં રોંગ સાઇડમાં વાહન ચલાવવાના કારણે સતત ટ્રાફિક તેમજ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આવતીકાલથી (22 જૂન થી 30 જૂન) સુધી એક સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવશે. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની મદદ આ ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે. 

આ ડ્રાઇવ દરમિયાન રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરનાર વિરૂદ્ધ IPC-279 તથા MV Act-184 મુજબ FIR પોલીસ વિભાગ દ્વારા દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જેથી રોંગ સાઇડમાં ડ્રાઇવ કરનારા માટે ખાસ ચેતાવણી છે કે જો રોંગ સાઇડમાં વાહન ચલાવવાની ટેવ હોય તો આવતીકાલથી સુધારી દેજો અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરજો. નહીંતર જેલ ભેગા થવાનો વારો આવશે.