Suratમાં લીઝના રૂપિયા ચૂકવવા માટે ટેક્સટાઇલ માર્કેટને પાલિકાની 13મી નોટિસ

2018 માં લીઝ પુરી થઈ 100 વર્ષની રીન્યુ થયેલી લીઝના નાણાં હજી પણ બાકી નક્કર પગલાં લેવાની જગ્યાએ કોર્પોરેશને નોટિસ આપી માર્કેટ દ્વારા રૂપિયા નહિ ચુકવામાં આવે તો લીઝ રદ થઇ શકે તેમ છતાં માત્ર નોટિસ રિંગ રોડની શહેરની પહેલી સુરત ટેક્સટાઈલ માર્કેટને પાલિકાએ લીઝના 81 કરોડ ચૂકવવા નોટિસ આપી છે. ઠોસ પગલાં લેવાની જગ્યાએ અત્યાર સુધીમાં 13 નોટિસ અપાઈ છે.વર્ષ 2018માં માર્કેટની લીઝ પૂરી થઈ ગઈ હતી. ત્યાર બાદ માર્કેટે 127 કરોડ ચૂકવીને 100 વર્ષની લીઝ નક્કી કરી હતી. 81 કરોડ ચૂકવવાના બાકી હાલ લીઝની રકમ અને વ્યાજ થઈને 81 કરોડ બાકી બોલે છે. માર્કેટને 5 જૂનને નોટિસ આપી આદેશ કર્યો છે. જો કે, પાલિકાએ સમયાંતરે માત્ર નોટિસ આપીને રૂપિયા ચૂકવવા આદેશ કરવામાં આવ્યા છે અને તેમ પણ જણાવવામાં આવ્યું છે કે, માર્કેટ દ્વારા જો સમયસર લેણાં રૂપિયાની ચૂકવણી કરવામાં નહીં આવે તો લીઝ રદ થશે. તેમ છતાં માર્કેટ મેનેજમેન્ટ દ્વારા રૂપિયાની ચૂકવણી કરવામાં આવતી નથી. વેપારીઓને લીઝ ભરવામાં આળસ માર્કેટના વેપારીઓને 10 વર્ષમાં કુલ 15 લાખ રૂપિયા ભર્યા બાદ તેમને 100 વર્ષ લીઝ મળી રહી છે. 10 વર્ષ લેખે દુકાનદારે દર વર્ષે 1.50 લાખ અને માસિક 12050 ભરવાના થાય છે. ત્યાર બાદ 100 વર્ષ સુધી દુકાનનો ઉપયોગ કરી શકશે. 15 લાખ રૂપિયા લેખે 100 વર્ષની લીઝ ગણવામાં આવે તો માર્કેટના વેપારીઓને દર મહિને માત્ર 1250 રૂપિયા લિઝની રકમ ભરવી પડે છે. નોટીસ આપી સંતોષ માન્યો છતાં માર્કેટ તંત્ર દ્વારા રૂપિયા ભરવામાં આવતા નથી. બીજી તરફ સુરત મહાનગર પાલિકા માર્કેટ સાથે નોટિસ-નોટિસની રમત રમી રહી છે. રૂપિયા વસૂલાત માટે કોઈ ઠોસ પગલાં ઉઠાવવામાં આવતાં.માર્કેટ દ્વારા જો સમયસર લેણાં રૂપિયાની ચૂકવણી કરવામાં નહીં આવે તો લીઝ રદ થશે. તેમ છતાં માર્કેટ મેનેજમેન્ટ દ્વારા રૂપિયાની ચૂકવણી કરવામાં આવતી નથી.

Suratમાં લીઝના રૂપિયા ચૂકવવા માટે ટેક્સટાઇલ માર્કેટને પાલિકાની 13મી નોટિસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 2018 માં લીઝ પુરી થઈ 100 વર્ષની રીન્યુ થયેલી લીઝના નાણાં હજી પણ બાકી
  • નક્કર પગલાં લેવાની જગ્યાએ કોર્પોરેશને નોટિસ આપી
  • માર્કેટ દ્વારા રૂપિયા નહિ ચુકવામાં આવે તો લીઝ રદ થઇ શકે તેમ છતાં માત્ર નોટિસ

રિંગ રોડની શહેરની પહેલી સુરત ટેક્સટાઈલ માર્કેટને પાલિકાએ લીઝના 81 કરોડ ચૂકવવા નોટિસ આપી છે. ઠોસ પગલાં લેવાની જગ્યાએ અત્યાર સુધીમાં 13 નોટિસ અપાઈ છે.વર્ષ 2018માં માર્કેટની લીઝ પૂરી થઈ ગઈ હતી. ત્યાર બાદ માર્કેટે 127 કરોડ ચૂકવીને 100 વર્ષની લીઝ નક્કી કરી હતી.

81 કરોડ ચૂકવવાના બાકી

હાલ લીઝની રકમ અને વ્યાજ થઈને 81 કરોડ બાકી બોલે છે. માર્કેટને 5 જૂનને નોટિસ આપી આદેશ કર્યો છે. જો કે, પાલિકાએ સમયાંતરે માત્ર નોટિસ આપીને રૂપિયા ચૂકવવા આદેશ કરવામાં આવ્યા છે અને તેમ પણ જણાવવામાં આવ્યું છે કે, માર્કેટ દ્વારા જો સમયસર લેણાં રૂપિયાની ચૂકવણી કરવામાં નહીં આવે તો લીઝ રદ થશે. તેમ છતાં માર્કેટ મેનેજમેન્ટ દ્વારા રૂપિયાની ચૂકવણી કરવામાં આવતી નથી.

વેપારીઓને લીઝ ભરવામાં આળસ

માર્કેટના વેપારીઓને 10 વર્ષમાં કુલ 15 લાખ રૂપિયા ભર્યા બાદ તેમને 100 વર્ષ લીઝ મળી રહી છે. 10 વર્ષ લેખે દુકાનદારે દર વર્ષે 1.50 લાખ અને માસિક 12050 ભરવાના થાય છે. ત્યાર બાદ 100 વર્ષ સુધી દુકાનનો ઉપયોગ કરી શકશે. 15 લાખ રૂપિયા લેખે 100 વર્ષની લીઝ ગણવામાં આવે તો માર્કેટના વેપારીઓને દર મહિને માત્ર 1250 રૂપિયા લિઝની રકમ ભરવી પડે છે.

નોટીસ આપી સંતોષ માન્યો

છતાં માર્કેટ તંત્ર દ્વારા રૂપિયા ભરવામાં આવતા નથી. બીજી તરફ સુરત મહાનગર પાલિકા માર્કેટ સાથે નોટિસ-નોટિસની રમત રમી રહી છે. રૂપિયા વસૂલાત માટે કોઈ ઠોસ પગલાં ઉઠાવવામાં આવતાં.માર્કેટ દ્વારા જો સમયસર લેણાં રૂપિયાની ચૂકવણી કરવામાં નહીં આવે તો લીઝ રદ થશે. તેમ છતાં માર્કેટ મેનેજમેન્ટ દ્વારા રૂપિયાની ચૂકવણી કરવામાં આવતી નથી.