ફ્લાઈંગ સ્ક્વોડે રોકડ,સોનુ ચાંદી અને પ્રતિબંધીત રૂ. 66 કરોડની વસ્તુઓ જપ્ત કરી

ફ્લાઈંગ સ્કવોર્ડસ દ્વારા રોકડ,સોનું-ચાંદી જપ્ત કરવામાં આવ્યું કુલ રુ. 66.09 કરોડની ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી તેમજ રાજ્યભરમાંથી 6900 થી વધુ ફરિયાદો મળી રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ફ્લાઈંગ સ્કવોર્ડસ દ્વારા રોકડ,સોનું-ચાંદી અને પ્રતિબંધિત વસ્તુઓ મળી કુલ રુ. 66.09 કરોડની ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. તેમજ રાજ્યભરમાંથી 6900 થી વધુ ફરિયાદો મળી છે. મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા-2024 તેમજ ત્યાર બાદ આવેલી અરજીઓ પૈકી 14 લાખથી વધુ ફોટો ઓળખકાર્ડ (EPIC) નું વિતરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, મહિલાઓની મતદાનની સહભાગિતા વધારવા રાજ્યભરમાં બુથ લેવલે બેઠકો યોજી તેમને મતદાન માટેની આમંત્રણ પત્રિકા આપવામાં આવશે. યુવા મતદારોને પ્રોત્સાહિત કરવા કેમ્પસ એમ્બેસેડર્સ સાથે ઑનલાઈન મીટ યોજવામાં આવી હતી. સાથે જ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ આયોજિત થનાર IPL Match દરમિયાન વિવિધ માધ્યમોથી મતદાન જાગૃતિની બહુવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે. ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્કવોર્ડ્સ દ્વારા અત્યાર સુધીમાં રૂ.5.72 કરોડ રોકડ, રૂ. 9.26 કરોડની કિંમતનો 2.97 લાખ લીટર કરતાં વધુ દારૂ, રૂ. 20.13 કરોડની કિંમતનું 34.59 કિલો સોનું અને ચાંદી, રૂ.50 લાખની કિંમતના 436.98 કિલો પ્રતિબંધિત નશાકારક પદાર્થો તથા મોટરકાર, મોટર સાઈકલ, સીગારેટ, લાઈટર, અખાદ્ય ગોળ અને અરિકા નટ્સ સહિતની રૂ.30.47 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂ.66.09 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. EVM નું રેન્ડમાઈઝેશન તા.04/04/2024 થી તા.08/04/2024 દરમિયાન રાજ્યના તમામ જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં EVM નું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવશે. ફર્સ્ટ રેન્ડમાઇઝેશન બાદ રેન્ડમાઇઝ્ડ EVM ની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવશે. સાથે જ રેન્ડમાઇઝ્ડ EVM જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા તેઓના જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવશે. જ્યાં સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા EVM નો વિધાનસભા મતવિભાગ કક્ષાના સ્ટ્રોંગરૂમમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં નિયત પ્રોટોકૉલ મુજબ સંગ્રહ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ની જાહેરાતથી આજદિન સુધીમાં રાજ્યભરમાંથી લાયસન્સ વાળા કુલ 47,900 થી વધુ હથિયારો જમા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 27,300 થી વધુ બિન જામીનપાત્ર વોરંટની બજવણી કરવામાં આવી છે.

ફ્લાઈંગ સ્ક્વોડે રોકડ,સોનુ ચાંદી અને પ્રતિબંધીત રૂ. 66 કરોડની વસ્તુઓ જપ્ત કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ફ્લાઈંગ સ્કવોર્ડસ દ્વારા રોકડ,સોનું-ચાંદી જપ્ત કરવામાં આવ્યું
  • કુલ રુ. 66.09 કરોડની ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી
  • તેમજ રાજ્યભરમાંથી 6900 થી વધુ ફરિયાદો મળી

રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ફ્લાઈંગ સ્કવોર્ડસ દ્વારા રોકડ,સોનું-ચાંદી અને પ્રતિબંધિત વસ્તુઓ મળી કુલ રુ. 66.09 કરોડની ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. તેમજ રાજ્યભરમાંથી 6900 થી વધુ ફરિયાદો મળી છે. મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા-2024 તેમજ ત્યાર બાદ આવેલી અરજીઓ પૈકી 14 લાખથી વધુ ફોટો ઓળખકાર્ડ (EPIC) નું વિતરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, મહિલાઓની મતદાનની સહભાગિતા વધારવા રાજ્યભરમાં બુથ લેવલે બેઠકો યોજી તેમને મતદાન માટેની આમંત્રણ પત્રિકા આપવામાં આવશે. યુવા મતદારોને પ્રોત્સાહિત કરવા કેમ્પસ એમ્બેસેડર્સ સાથે ઑનલાઈન મીટ યોજવામાં આવી હતી. સાથે જ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ આયોજિત થનાર IPL Match દરમિયાન વિવિધ માધ્યમોથી મતદાન જાગૃતિની બહુવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે.

ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ

ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્કવોર્ડ્સ દ્વારા અત્યાર સુધીમાં રૂ.5.72 કરોડ રોકડ, રૂ. 9.26 કરોડની કિંમતનો 2.97 લાખ લીટર કરતાં વધુ દારૂ, રૂ. 20.13 કરોડની કિંમતનું 34.59 કિલો સોનું અને ચાંદી, રૂ.50 લાખની કિંમતના 436.98 કિલો પ્રતિબંધિત નશાકારક પદાર્થો તથા મોટરકાર, મોટર સાઈકલ, સીગારેટ, લાઈટર, અખાદ્ય ગોળ અને અરિકા નટ્સ સહિતની રૂ.30.47 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂ.66.09 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

EVM નું રેન્ડમાઈઝેશન

તા.04/04/2024 થી તા.08/04/2024 દરમિયાન રાજ્યના તમામ જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં EVM નું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવશે. ફર્સ્ટ રેન્ડમાઇઝેશન બાદ રેન્ડમાઇઝ્ડ EVM ની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવશે. સાથે જ રેન્ડમાઇઝ્ડ EVM જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા તેઓના જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવશે. જ્યાં સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા EVM નો વિધાનસભા મતવિભાગ કક્ષાના સ્ટ્રોંગરૂમમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં નિયત પ્રોટોકૉલ મુજબ સંગ્રહ કરવામાં આવશે.

કાયદો અને વ્યવસ્થા

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ની જાહેરાતથી આજદિન સુધીમાં રાજ્યભરમાંથી લાયસન્સ વાળા કુલ 47,900 થી વધુ હથિયારો જમા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 27,300 થી વધુ બિન જામીનપાત્ર વોરંટની બજવણી કરવામાં આવી છે.