Suratમાં SMCના કર્મીઓએ કોઈ પણ બિક વિના સ્વિમિંગ પૂલમાં કરી દારૂની પાર્ટી

કેમેરા જોઈને ભાગ્યા SMCના કર્મચારીઓ તંત્ર સંચાલિત સ્વિમિંગ પૂલમાં દારૂની મહેફિલ કતારગામ સિંગણપોરના તરણકુંડમાં દારૂની મહેફિલ ઝડપાઈ સુરતના કતારગામ સિંહણપોરના તરણકુંડમાં ચારથી પાંચ અધિકારીઓન દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગયા હતા,એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે,જેની સંદેશ ન્યૂઝ પુષ્ટી કરતું નથી પરંતુ વિડીયોના આધારે કહી શકાય કે આ કર્મચારીઓ સુરત કોર્પોરેશનના છે અને કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પુલમાં આ કર્મચારીઓએ દારૂની મહેફિલ માણી હતી. જાગૃત નાગરિકે દારૂ પાર્ટીનો કર્યો પર્દાફાશ સુરતમાં કોર્પોરેશનના અધિકારીઓ દારૂની મિજબાની માણતા હોય તેવો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે,હાલ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી,એક જાગૃત નાગરિક દ્રારા આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે.વિડીયોમાં પાંચથી છ કર્મચારીઓ દેખાય છે.સાથે સાથે દારૂની બોટલ અને નોનવેજ પણ દેખાયા છે. સુરતની સ્મીમેર હોસ્પિટલનો વિડીયો પણ વાયરલ થયો હતો ગુજરાતમાં દારૂબંધી વચ્ચે શહેરમાં પાલિકાની સ્મીમેર હોસ્પિટલ અને સરકારી નવી સિવિલ હોસ્પિટલ ખાતે દારૂની છૂટ હોય તેવું લાગી રહ્યું છે. સ્મીમેર હોસ્પિટલમાં થાઇ યુવતીના મામલે ખળભળાટ મચ્યો ત્યારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પણ અમુક રેસિડેન્ટ ડોક્ટરો દારૂ પાર્ટી કરતા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. આ મામલે ઇન્ચાર્જ ડીને કહ્યું હતું કે, આ વીડિયો 6 મહિના જૂનો છે અને જે તે સમયે કાર્યવાહી પણ થઈ ગઈ હતી. 14 જાન્યુઆરી 2024ના રોજ વડોદરામાં એક પોલીસકર્મી સરકારી ગાડીમાં પીતો હતો દારૂ ઉત્તરાયણના દિવસે લોકો અગાશી પર મજાના મૂડમાં હતા. ત્યારે જેપી રોડ પોલીસ સ્ટેશનની શી-ટીમને ફાળવેલી સત્તાવાર વાહન કારમાં દારૂ પીવાતો હતો. હેડ કોન્સ્ટેબલ તેના મિત્રો સાથે દારૂ ઢીંચી રહેલી હાલતમાં ઝડપાઇ ગયા હતા. હેડ કોન્સ્ટેબલ ઉત્તરાયણની બપોરે મુજમહુડા હનુમાનજી મંદિર પાસે દારૂ પીતા ઝડપાયા હતા. હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ સરવૈયા મુંજમહુડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. પીસીઆર ગાડીમાં હેડ કોન્સ્ટેબલ અને તેના મિત્રો માલ કહાર અને સાકીર મણિયાર પણ દારૂની મહેફિલમાં જોડાયા હતા.જાહેરમાં PCR વાનમાં દારૂની મહેફીલ માણતા હતા, જેથી એક જાગૃત નાગરિકની નજર તેમના પર પડી હતી. તેમણે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને આ અંગે જાણ કરી હતી. 24 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડામાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો હતો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોમાં ખેડા જિલ્લા પોલીસના ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર સહિત કુલ 6 જણા દેખાય છે. જ્યારે એક વ્યક્તિ અન્ય ઘટના સ્થળે હાજર છે. ડાઈનીંગ ટેબલ પર ચાલી રહેલી કથિત દારૂની મહેફિલ દરમિયાન બે જણા કોઈ વાતને લઈને ઝગડી પડે છે અને ગાળો સાથે મારામારી પર ઉતરી આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઝગડો કરનારા બંને શખ્સો આણંદ ખાતે રહે છે અને એન્જિનીયર છે. વિડીયોમાં ટેબલ પર દારૂની બોટલ અને ગ્લાસ પડેલા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. ખેડા પોલીસમાં ફરજ બજાવતા PI ની હાજરીમાં થયેલી મારામારી-ગાળાગાળીનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ હતી. 20 એપ્રિલ 2024ના રોજ ગાંધીનગરમાં એલસીબીનો કોન્સ્ટેબલ દારૂ પીતો હતો ગુજરાતમાં દારૂબંધી છે,તેમ છત્તા દારૂ ગુજરાતમાં આવે છે અને વેચાય છે,ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ લોકો માણતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો,આ વિડીયોમાં 15 જેટલા લોકો દેખાઈ રહ્યાં હતો અને તેમાંથી એક વ્યકિત ગાંધીનગર LCBના હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ રાણા હતો અને તેઓ પણ દારૂની મજા લઈ રહ્યાં હતા. 

Suratમાં SMCના કર્મીઓએ કોઈ પણ બિક વિના સ્વિમિંગ પૂલમાં કરી દારૂની પાર્ટી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કેમેરા જોઈને ભાગ્યા SMCના કર્મચારીઓ
  • તંત્ર સંચાલિત સ્વિમિંગ પૂલમાં દારૂની મહેફિલ
  • કતારગામ સિંગણપોરના તરણકુંડમાં દારૂની મહેફિલ ઝડપાઈ

સુરતના કતારગામ સિંહણપોરના તરણકુંડમાં ચારથી પાંચ અધિકારીઓન દારૂની મહેફિલ માણતા ઝડપાઈ ગયા હતા,એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે,જેની સંદેશ ન્યૂઝ પુષ્ટી કરતું નથી પરંતુ વિડીયોના આધારે કહી શકાય કે આ કર્મચારીઓ સુરત કોર્પોરેશનના છે અને કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પુલમાં આ કર્મચારીઓએ દારૂની મહેફિલ માણી હતી.

જાગૃત નાગરિકે દારૂ પાર્ટીનો કર્યો પર્દાફાશ

સુરતમાં કોર્પોરેશનના અધિકારીઓ દારૂની મિજબાની માણતા હોય તેવો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે,હાલ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી,એક જાગૃત નાગરિક દ્રારા આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે.વિડીયોમાં પાંચથી છ કર્મચારીઓ દેખાય છે.સાથે સાથે દારૂની બોટલ અને નોનવેજ પણ દેખાયા છે.


સુરતની સ્મીમેર હોસ્પિટલનો વિડીયો પણ વાયરલ થયો હતો

ગુજરાતમાં દારૂબંધી વચ્ચે શહેરમાં પાલિકાની સ્મીમેર હોસ્પિટલ અને સરકારી નવી સિવિલ હોસ્પિટલ ખાતે દારૂની છૂટ હોય તેવું લાગી રહ્યું છે. સ્મીમેર હોસ્પિટલમાં થાઇ યુવતીના મામલે ખળભળાટ મચ્યો ત્યારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પણ અમુક રેસિડેન્ટ ડોક્ટરો દારૂ પાર્ટી કરતા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. આ મામલે ઇન્ચાર્જ ડીને કહ્યું હતું કે, આ વીડિયો 6 મહિના જૂનો છે અને જે તે સમયે કાર્યવાહી પણ થઈ ગઈ હતી.

14 જાન્યુઆરી 2024ના રોજ વડોદરામાં એક પોલીસકર્મી સરકારી ગાડીમાં પીતો હતો દારૂ

ઉત્તરાયણના દિવસે લોકો અગાશી પર મજાના મૂડમાં હતા. ત્યારે જેપી રોડ પોલીસ સ્ટેશનની શી-ટીમને ફાળવેલી સત્તાવાર વાહન કારમાં દારૂ પીવાતો હતો. હેડ કોન્સ્ટેબલ તેના મિત્રો સાથે દારૂ ઢીંચી રહેલી હાલતમાં ઝડપાઇ ગયા હતા. હેડ કોન્સ્ટેબલ ઉત્તરાયણની બપોરે મુજમહુડા હનુમાનજી મંદિર પાસે દારૂ પીતા ઝડપાયા હતા. હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ સરવૈયા મુંજમહુડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. પીસીઆર ગાડીમાં હેડ કોન્સ્ટેબલ અને તેના મિત્રો માલ કહાર અને સાકીર મણિયાર પણ દારૂની મહેફિલમાં જોડાયા હતા.જાહેરમાં PCR વાનમાં દારૂની મહેફીલ માણતા હતા, જેથી એક જાગૃત નાગરિકની નજર તેમના પર પડી હતી. તેમણે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને આ અંગે જાણ કરી હતી.

24 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડામાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો હતો

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોમાં ખેડા જિલ્લા પોલીસના ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર સહિત કુલ 6 જણા દેખાય છે. જ્યારે એક વ્યક્તિ અન્ય ઘટના સ્થળે હાજર છે. ડાઈનીંગ ટેબલ પર ચાલી રહેલી કથિત દારૂની મહેફિલ દરમિયાન બે જણા કોઈ વાતને લઈને ઝગડી પડે છે અને ગાળો સાથે મારામારી પર ઉતરી આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઝગડો કરનારા બંને શખ્સો આણંદ ખાતે રહે છે અને એન્જિનીયર છે. વિડીયોમાં ટેબલ પર દારૂની બોટલ અને ગ્લાસ પડેલા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. ખેડા પોલીસમાં ફરજ બજાવતા PI ની હાજરીમાં થયેલી મારામારી-ગાળાગાળીનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ હતી.

20 એપ્રિલ 2024ના રોજ ગાંધીનગરમાં એલસીબીનો કોન્સ્ટેબલ દારૂ પીતો હતો

ગુજરાતમાં દારૂબંધી છે,તેમ છત્તા દારૂ ગુજરાતમાં આવે છે અને વેચાય છે,ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ લોકો માણતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો,આ વિડીયોમાં 15 જેટલા લોકો દેખાઈ રહ્યાં હતો અને તેમાંથી એક વ્યકિત ગાંધીનગર LCBના હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ રાણા હતો અને તેઓ પણ દારૂની મજા લઈ રહ્યાં હતા.