MSU News: કોમર્સમાં 90% સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે AGSUની આંદોલનની ચીમકી

સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે વિદ્યાર્થીઓનો વિરોધ યથાવતAGSU સંગઠન દ્વારા યુનિવર્સિટીના PROને આવેદનપત્ર અપાયું “MSUમાં અભ્યાસ કરવાનો વડોદરાના વિદ્યાર્થીઓનો પ્રથમ હક” વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે આજે ફરી વિદ્યાર્થીઓનો મોરચો હેડ ઓફિસ ખાતે પહોંચ્યો હતો. વિદ્યાર્થીઓ રજૂઆત કરવા આવે તે પહેલા જ સત્તાધીશો દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ હેડ ઓફિસમાં પ્રવેશે નહીં તે માટે સિક્યુરિટી દ્વારા મેન ગેટ પર તાળા બંધી કરવામાં આવી હતી. AGSU સંગઠન દ્વારા યુનિવર્સિટીના P. R. O. ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ અંગે વિદ્યાર્થી સંગઠનના અગ્રણીએ જણાવ્યું હતું કે, સ્થાનિક હોય તે દરેક વિદ્યાર્થી મિત્રો MSUમાં એડમિશન આપવામાં આવે તેવી માંગણી છે.MSUમાં અભ્યાસ કરવાનો વડોદરાના વિદ્યાર્થીઓનો પ્રથમ હક છે. વડોદરાના વિદ્યાર્થીને અભ્યાસ કરવા બહાર જવું ન પડે તે માટે મહારાજા સર સયાજીરાવ ગાયક્વાડે શહેરમાં યુનિવર્સિટીનો પાયો નાખ્યો હતો. કૉમર્સ ફેકલ્ટીમાં 90 ટકા સ્થાનિક અને 10 ટકા બહારના વિદ્યાર્થીઓના પ્રવેશની પ્રક્રિયા યથાવત રાખવામાં આવે. નવા શૈક્ષણિક વર્ષમાં સ્થાનિક વિદ્યાર્થીઓ સાથે કોઈપણ પ્રકારનો અન્યાય થયો તો વિદ્યાર્થી સંગઠન દ્વારા સત્તાધીશોની વિરુદ્ધમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ચીફ વિજિલન્સ ઓફિસર વિરુદ્ધ NSUIની પોલીસ ફરિયાદ એમ.એસ. યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે બે દિવસ અગાઉ રજૂઆત કરવા ગયેલા એને NUSIના ટેકેદારો વિરુદ્ધ ચીફ વિજિલન્સ ઓફિસરે ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે આજે NSUI દ્વારા યુનિવર્સિટીના ચીફ વિજિલન્સ ઓફિસર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. વિદ્યાર્થી સંગઠનને આક્ષેપ કર્યો હતો કે, આવેદન પત્ર આપવા ગયા ત્યારે વિજિલન્સના હેડે ધક્કા મૂકી કરી હતી. વિદ્યાર્થીઓ તાપમાં બે કલાક સુધી શેકાયા તેમ છતાં આયોજન પત્ર સ્વીકારવા સત્તાધીશો આવ્યા ન હતા.

MSU News: કોમર્સમાં 90% સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે AGSUની આંદોલનની ચીમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે વિદ્યાર્થીઓનો વિરોધ યથાવત
  • AGSU સંગઠન દ્વારા યુનિવર્સિટીના PROને આવેદનપત્ર અપાયું
  • “MSUમાં અભ્યાસ કરવાનો વડોદરાના વિદ્યાર્થીઓનો પ્રથમ હક”

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે આજે ફરી વિદ્યાર્થીઓનો મોરચો હેડ ઓફિસ ખાતે પહોંચ્યો હતો. વિદ્યાર્થીઓ રજૂઆત કરવા આવે તે પહેલા જ સત્તાધીશો દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ હેડ ઓફિસમાં પ્રવેશે નહીં તે માટે સિક્યુરિટી દ્વારા મેન ગેટ પર તાળા બંધી કરવામાં આવી હતી. AGSU સંગઠન દ્વારા યુનિવર્સિટીના P. R. O. ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ અંગે વિદ્યાર્થી સંગઠનના અગ્રણીએ જણાવ્યું હતું કે, સ્થાનિક હોય તે દરેક વિદ્યાર્થી મિત્રો MSUમાં એડમિશન આપવામાં આવે તેવી માંગણી છે.


MSUમાં અભ્યાસ કરવાનો વડોદરાના વિદ્યાર્થીઓનો પ્રથમ હક છે. વડોદરાના વિદ્યાર્થીને અભ્યાસ કરવા બહાર જવું ન પડે તે માટે મહારાજા સર સયાજીરાવ ગાયક્વાડે શહેરમાં યુનિવર્સિટીનો પાયો નાખ્યો હતો. કૉમર્સ ફેકલ્ટીમાં 90 ટકા સ્થાનિક અને 10 ટકા બહારના વિદ્યાર્થીઓના પ્રવેશની પ્રક્રિયા યથાવત રાખવામાં આવે. નવા શૈક્ષણિક વર્ષમાં સ્થાનિક વિદ્યાર્થીઓ સાથે કોઈપણ પ્રકારનો અન્યાય થયો તો વિદ્યાર્થી સંગઠન દ્વારા સત્તાધીશોની વિરુદ્ધમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ચીફ વિજિલન્સ ઓફિસર વિરુદ્ધ NSUIની પોલીસ ફરિયાદ

એમ.એસ. યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે બે દિવસ અગાઉ રજૂઆત કરવા ગયેલા એને NUSIના ટેકેદારો વિરુદ્ધ ચીફ વિજિલન્સ ઓફિસરે ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે આજે NSUI દ્વારા યુનિવર્સિટીના ચીફ વિજિલન્સ ઓફિસર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. વિદ્યાર્થી સંગઠનને આક્ષેપ કર્યો હતો કે, આવેદન પત્ર આપવા ગયા ત્યારે વિજિલન્સના હેડે ધક્કા મૂકી કરી હતી. વિદ્યાર્થીઓ તાપમાં બે કલાક સુધી શેકાયા તેમ છતાં આયોજન પત્ર સ્વીકારવા સત્તાધીશો આવ્યા ન હતા.