કારચાલક મહિલાએ મોપેડ સવાર દંપતિ ને અડફેટે લેતા પતિનું મોત

Image Source: Freepikસમા સંજયનગર નજીક પૂર ઝડપે કાર લઈને આવતી મહિલાએ મોપેડ સવાર દંપતિને ટક્કર મારતા દંપતીને ગંભીર ઈજા થઈ હતી જે પૈકી પતિનો ટૂંકી સારવાર દરમિયાન મોત થયું છે.છાણી કેનાલ રોડ રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ ની બાજુમાં શ્યામ હાઈટ્સમાં રહેતા દીવાકરણ નારાયણભાઈ મેનન (ઉંમર વર્ષ 73 ) અને તેમના પત્ની ભારતીબેન ગઈ કાલે બેંકમાં લોનનું કામ હોવાથી મોપેડ લઈને સંગમ ચાર રસ્તા કારેલીબાગ બેંકમાં જવા માટે નીકળ્યા હતા બેંકમાં લોનનું કામ પૂરું કરીને તેઓ પરત ઘરે જતા હતા. સમા સંજયનગર જવાના કટ પાસે હનુમાન મંદિર નજીક થી તેઓ પસાર થતા હતા તે દરમિયાન સમા જલારામ મંદિર તરફના રોડ પરથી એક મહિલા કાર ચાલક પૂર ઝડપે આવી હતી અને દંપતીના મોપેડ ને ટક્કર મારતા દંપતિ રોડ પર ફંગોળાયા હતા. પત્નીને માથામાં જમણી બાજુ ડાબા પગે ઘુંટણ પર ઇજાઓ થઈ હતી જ્યારે પતિને માથામાં તેમજ ડાબા પગના થાપામાં ગંભીર ઇજાઓ થઈ હતી અકસ્માત કરીને કાર ચાલક મહિલા સ્થળ પરથી ભાગી ગઈ હતી. અકસ્માતના પગલે આજુબાજુમાં કામ કરતા લોકો આવી ગયા હતા અને દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સારવાર દરમિયાન પતિનો મોત થયું હતું પત્નીએ નોંધાવેલી ફરિયાદના આધારે સમા પોલીસે અકસ્માત કરીને ભાગી જનાર મહિલા કાર ચાલકને શોધખોળ હાથ ધરી છે. 

કારચાલક મહિલાએ મોપેડ સવાર દંપતિ ને અડફેટે લેતા પતિનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Image Source: Freepik

સમા સંજયનગર નજીક પૂર ઝડપે કાર લઈને આવતી મહિલાએ મોપેડ સવાર દંપતિને ટક્કર મારતા દંપતીને ગંભીર ઈજા થઈ હતી જે પૈકી પતિનો ટૂંકી સારવાર દરમિયાન મોત થયું છે.

છાણી કેનાલ રોડ રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ ની બાજુમાં શ્યામ હાઈટ્સમાં રહેતા દીવાકરણ નારાયણભાઈ મેનન (ઉંમર વર્ષ 73 ) અને તેમના પત્ની ભારતીબેન ગઈ કાલે બેંકમાં લોનનું કામ હોવાથી મોપેડ લઈને સંગમ ચાર રસ્તા કારેલીબાગ બેંકમાં જવા માટે નીકળ્યા હતા બેંકમાં લોનનું કામ પૂરું કરીને તેઓ પરત ઘરે જતા હતા. સમા સંજયનગર જવાના કટ પાસે હનુમાન મંદિર નજીક થી તેઓ પસાર થતા હતા તે દરમિયાન સમા જલારામ મંદિર તરફના રોડ પરથી એક મહિલા કાર ચાલક પૂર ઝડપે આવી હતી અને દંપતીના મોપેડ ને ટક્કર મારતા દંપતિ રોડ પર ફંગોળાયા હતા. પત્નીને માથામાં જમણી બાજુ ડાબા પગે ઘુંટણ પર ઇજાઓ થઈ હતી જ્યારે પતિને માથામાં તેમજ ડાબા પગના થાપામાં ગંભીર ઇજાઓ થઈ હતી અકસ્માત કરીને કાર ચાલક મહિલા સ્થળ પરથી ભાગી ગઈ હતી. અકસ્માતના પગલે આજુબાજુમાં કામ કરતા લોકો આવી ગયા હતા અને દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સારવાર દરમિયાન પતિનો મોત થયું હતું પત્નીએ નોંધાવેલી ફરિયાદના આધારે સમા પોલીસે અકસ્માત કરીને ભાગી જનાર મહિલા કાર ચાલકને શોધખોળ હાથ ધરી છે.