Rajkot અગ્નિકાંડનો રિપોર્ટ સોંપાયો, જાણો કોની બેદરકારી સામે આવી

ટાઉન પ્લાનિંગ વિભાગ, ફાયર વિભાગની બેદરકારી FSLના આધારે પુરાવા તૈયાર કર્યા છે: સુભાષ ત્રિવેદી અલગ અલગ વિભાગની નિષ્કાળજી સામે આવી રાજકોટ અગ્નિકાંડનો રિપોર્ટ સોંપાયો છે. જેમાં SITના વડા સુભાષ ત્રિવેદીએ રિપોર્ટ સોંપ્યો છે. તેમાં ટાઉન પ્લાનિંગ વિભાગ, ફાયર વિભાગની બેદરકારી તેમજ લાયસન્સ બ્રાન્ચ, આર એન્ડ બી વિભાગની બેદરકારી સામે આવી છે. જેમાં અલગ અલગ વિભાગની નિષ્કાળજી સામે આવી છે. તેમાં સુભાષ ત્રિવેદીએ જણાવ્યું છે કે FSLના આધારે પુરાવા તૈયાર કર્યા છે. 2022માં જન્મદિવસની પાર્ટીમાં અધિકારીઓ ગયા હતા ગુનાહિત લોકોની અટકાયત કરવા ગૃહ રાજ્યમંત્રીની સૂચના છે. જેમાં પોલીસ એક્ટ મુજબ લાયસન્સમાં સુધારાની જરૂર છે તે કહ્યું છે. તેમજ ટિકિટ લાયસન્સ માટે સુધારાની શું જરુર છે તે કહ્યુ છે. સુભાષ ત્રિવેદીએ વધુમાં જણાવતા કહ્યું છે કે સીટની તપાસ હજુ ચાલુ છે. ઉચ્ચ અધિકારીઓનો રોલ અને તેનો અભ્યાસ ચાલુ છે. 4 IAS અને IPS અધિકારીની પૂછપરછ કરાઈ છે. તેમજ 2022માં જન્મદિવસની પાર્ટીમાં અધિકારીઓ ગયા હતા. અગ્નિકાંડમાં તપાસ દૌર ચાલી રહ્યો છે રાજકોટ ખાતે સર્જાયેલા ચકચારી અગ્નિકાંડમાં તપાસ દૌર ચાલી રહ્યો છે. એક પછી એક જવાબદારો વિરૂદ્ધ કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે તપાસ રેલો રાજકોટના સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) મનસુખ સાગઠિયા સુધી પહોંચ્યો હતો. એન્ટી કરપ્શન બ્યુરોએ મનસુખ સાગઠિયા વિરૂદ્ધ વધુ એક ફરિયાદ દાખલ કરી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી તેમની સાથે સંકળાયેલા ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આવક કરતાં 410% વધુ સંપત્તિ મળી તેમની પાસે ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદ ખાતે આવેલી શાંતિગ્રામ ટાઉનશિપમાં બંગલો મળી આવ્યો છે. કરોડપતિ સસ્પેન્ડેડ TPO પાસેથી 10 કરોડ 55 લાખની અપ્રમાણસરની મિલકત મળી આવી છે. તેમની આવક કરતાં 410% વધુ સંપત્તિ મળી આવતાં એસીબી ગાળિયો કસ્યો છે.

Rajkot અગ્નિકાંડનો રિપોર્ટ સોંપાયો, જાણો કોની બેદરકારી સામે આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ટાઉન પ્લાનિંગ વિભાગ, ફાયર વિભાગની બેદરકારી
  • FSLના આધારે પુરાવા તૈયાર કર્યા છે: સુભાષ ત્રિવેદી
  • અલગ અલગ વિભાગની નિષ્કાળજી સામે આવી

રાજકોટ અગ્નિકાંડનો રિપોર્ટ સોંપાયો છે. જેમાં SITના વડા સુભાષ ત્રિવેદીએ રિપોર્ટ સોંપ્યો છે. તેમાં ટાઉન પ્લાનિંગ વિભાગ, ફાયર વિભાગની બેદરકારી તેમજ લાયસન્સ બ્રાન્ચ, આર એન્ડ બી વિભાગની બેદરકારી સામે આવી છે. જેમાં અલગ અલગ વિભાગની નિષ્કાળજી સામે આવી છે. તેમાં સુભાષ ત્રિવેદીએ જણાવ્યું છે કે FSLના આધારે પુરાવા તૈયાર કર્યા છે.

2022માં જન્મદિવસની પાર્ટીમાં અધિકારીઓ ગયા હતા

ગુનાહિત લોકોની અટકાયત કરવા ગૃહ રાજ્યમંત્રીની સૂચના છે. જેમાં પોલીસ એક્ટ મુજબ લાયસન્સમાં સુધારાની જરૂર છે તે કહ્યું છે. તેમજ ટિકિટ લાયસન્સ માટે સુધારાની શું જરુર છે તે કહ્યુ છે. સુભાષ ત્રિવેદીએ વધુમાં જણાવતા કહ્યું છે કે સીટની તપાસ હજુ ચાલુ છે. ઉચ્ચ અધિકારીઓનો રોલ અને તેનો અભ્યાસ ચાલુ છે. 4 IAS અને IPS અધિકારીની પૂછપરછ કરાઈ છે. તેમજ 2022માં જન્મદિવસની પાર્ટીમાં અધિકારીઓ ગયા હતા.

અગ્નિકાંડમાં તપાસ દૌર ચાલી રહ્યો છે

રાજકોટ ખાતે સર્જાયેલા ચકચારી અગ્નિકાંડમાં તપાસ દૌર ચાલી રહ્યો છે. એક પછી એક જવાબદારો વિરૂદ્ધ કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે તપાસ રેલો રાજકોટના સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) મનસુખ સાગઠિયા સુધી પહોંચ્યો હતો. એન્ટી કરપ્શન બ્યુરોએ મનસુખ સાગઠિયા વિરૂદ્ધ વધુ એક ફરિયાદ દાખલ કરી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી તેમની સાથે સંકળાયેલા ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા.

આવક કરતાં 410% વધુ સંપત્તિ મળી

તેમની પાસે ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદ ખાતે આવેલી શાંતિગ્રામ ટાઉનશિપમાં બંગલો મળી આવ્યો છે. કરોડપતિ સસ્પેન્ડેડ TPO પાસેથી 10 કરોડ 55 લાખની અપ્રમાણસરની મિલકત મળી આવી છે. તેમની આવક કરતાં 410% વધુ સંપત્તિ મળી આવતાં એસીબી ગાળિયો કસ્યો છે.