DABHOI: ડભોઇમાં આકરી ગરમીની માનવ સહિત પશુપક્ષી પર વિપરિત અસર

પાણીના ખાબોચિયા કે ઝાડની ઓથનો સહારો લેતા પ્રાણીઓબપોરે કાળઝાળ ગરમી સહ્યાં બાદ મોડી સાંજે ઘરબહાર ટહેલતા લોકો એપ્રિલ બાદ હવે મેં માસમાં સૂર્યનારાયણે કાળઝાળ ગરમી વરસાવવાનું શરૂ કર્યું છેડભોઇ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક મોટા વૃક્ષ પાસે મુંગા જાનવરો એકસંપ કરી ગરમી સામે રક્ષણ મેળવવા આરામ ફરમાવતા હોય છે. ગ્રીષ્મ ઋતુનો આરંભ થઈ ચૂક્યો છે. માર્ચ માસથી ઉનાળાની શરૂઆત થાય છે. એપ્રિલ માસમાં અસહ્ય ગરમી પડી હતી. આકરા તાપથી બચવા લોકો અનેક ઉપાયો હાથ ધરે છે. એપ્રિલ બાદ હવે મેં માસમાં સૂર્યનારાયણે કાળઝાળ ગરમી વરસાવવાનું શરૂ કર્યું છે. માનવી તો ગરમીથી બચવા માર્ગ શોધી લે છે. પરંતુ બિચારા પશુ-પંખીઓની શી દશા થતી હશે તે તો વિચારવું જ રહ્યું.ડભોઇ નગર તેમજ તાલુકામાં ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. આ અસહ્ય ગરમીને લઇ માનવી ગરમીથી બચવા માટે ઘરમાં પંખા નીચે બેસી જાય છે. માલેતુજારો તો એસી ચાલુ કરી ઠંડક મેળવી લે છે. દિવસ દરમિયાન ઘરમાં તો વળી ઓફ્સિોમાં પંખાઓની નીચે બેસી રહે છે. જ્યારે માલેતુજારો એસીમાં બેસી રહેલા જોવા મળે છે. સાંજ પડે ગરમીનું પ્રમાણ ઘટે પછી બહાર તેઓ નીકળતા હોય છે. પરંતુ બિચારા પશુપંખી જાય તો ક્યાં જાય માનવી ગરમી સામે રક્ષણ મેળવવા ઠંડા પીણાનો, તરબૂચનો કે શેરડીના રસનો સહેલાઇથી ઉપયોગ કરે છે. ફ્રિઝના ઠંડા પાણીનો ઉપયોગ મધ્યમ વર્ગ કરે છે. દેશી ફ્રિજ ગણાતા માટલાનો ઉપયોગ ગરીબ વર્ગ કરે છે. જેમાં ખાસ કરીને કાળા માટલામાં પાણી વધુ ઠંડુ રહેતું હોવાથી તેનો ઉપાડ વધુ પડતો હોય છે.

DABHOI: ડભોઇમાં આકરી ગરમીની માનવ સહિત પશુપક્ષી પર વિપરિત અસર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાણીના ખાબોચિયા કે ઝાડની ઓથનો સહારો લેતા પ્રાણીઓ
  • બપોરે કાળઝાળ ગરમી સહ્યાં બાદ મોડી સાંજે ઘરબહાર ટહેલતા લોકો
  • એપ્રિલ બાદ હવે મેં માસમાં સૂર્યનારાયણે કાળઝાળ ગરમી વરસાવવાનું શરૂ કર્યું છે


ડભોઇ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક મોટા વૃક્ષ પાસે મુંગા જાનવરો એકસંપ કરી ગરમી સામે રક્ષણ મેળવવા આરામ ફરમાવતા હોય છે. ગ્રીષ્મ ઋતુનો આરંભ થઈ ચૂક્યો છે. માર્ચ માસથી ઉનાળાની શરૂઆત થાય છે. એપ્રિલ માસમાં અસહ્ય ગરમી પડી હતી. આકરા તાપથી બચવા લોકો અનેક ઉપાયો હાથ ધરે છે. એપ્રિલ બાદ હવે મેં માસમાં સૂર્યનારાયણે કાળઝાળ ગરમી વરસાવવાનું શરૂ કર્યું છે. માનવી તો ગરમીથી બચવા માર્ગ શોધી લે છે. પરંતુ બિચારા પશુ-પંખીઓની શી દશા થતી હશે તે તો વિચારવું જ રહ્યું.

ડભોઇ નગર તેમજ તાલુકામાં ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. આ અસહ્ય ગરમીને લઇ માનવી ગરમીથી બચવા માટે ઘરમાં પંખા નીચે બેસી જાય છે. માલેતુજારો તો એસી ચાલુ કરી ઠંડક મેળવી લે છે. દિવસ દરમિયાન ઘરમાં તો વળી ઓફ્સિોમાં પંખાઓની નીચે બેસી રહે છે. જ્યારે માલેતુજારો એસીમાં બેસી રહેલા જોવા મળે છે. સાંજ પડે ગરમીનું પ્રમાણ ઘટે પછી બહાર તેઓ નીકળતા હોય છે. પરંતુ બિચારા પશુપંખી જાય તો ક્યાં જાય માનવી ગરમી સામે રક્ષણ મેળવવા ઠંડા પીણાનો, તરબૂચનો કે શેરડીના રસનો સહેલાઇથી ઉપયોગ કરે છે. ફ્રિઝના ઠંડા પાણીનો ઉપયોગ મધ્યમ વર્ગ કરે છે. દેશી ફ્રિજ ગણાતા માટલાનો ઉપયોગ ગરીબ વર્ગ કરે છે. જેમાં ખાસ કરીને કાળા માટલામાં પાણી વધુ ઠંડુ રહેતું હોવાથી તેનો ઉપાડ વધુ પડતો હોય છે.