અમદાવાદ સાયબર ક્રાઇમની બહાર રૂપાલાના વિરુદ્ધમાં નારેબાજી થઈ

રાજ શેખાવતને મુક્ત ન કરાતા સમર્થકોએ લગાવ્યા નારા, મોટી સંખ્યામાં પોલીસની ટીમ પણ બહાર હાજર ગમે ત્યારે પોલીસ શેખાવતને મુક્ત કરશેપરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલા નિવેદન પર હવે ઉગ્ર વિરોધ સામે આવી રહ્યો છે. જેમાં એક તરફ આજે કમલમનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારનાર રાજ શેખાવતની એરપોર્ટથી જ અટકાયત કરવામાં આવી હતી. જે પછી અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની બહાર રૂપાલા વિરુદ્ધમાં નારેબાજી ચાલી રહી છે. જ્યાં એક તરફ રૂપાલાના વાણી વિલાસ બાદ રાજ શેખવાતે આજે ગાંધીનગરમાં ભાજપના કાર્યલય ઘેરાવ કરવાની ચીમકી આપી હતી. જે પછી પોલીસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી જ રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી છે. જેમને પછી અમદાવાદ સાયબર ક્રાઈમની ઓફિસમાં લઈ જવામાં આવ્યા છે. આ પછી અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની બહાર રાજ શેખાવતના સમર્થકોએ રૂપાલા હાય હાય ના નારા લગાવ્યા છે. જેના સાથે જ રાજ શેખાવતાને મુક્ત કરવાની પણ માગ કરી છે. જેના સાથે જ શેખાવતના સમર્થકો સાયબર ક્રાઇમ ગેટ સામે સૂત્રોચાર કર્યા છે,. આ તરફ મોડી સાંજે કરણીસેનાના અધ્યક્ષને છોડાવવા મોટી સંખ્યામાં કાર્યકરો સાયબર ક્રાઇમની ઓફિસ પહોંચી હનુમાન ચાલીસા અને રામ ધૂન બોલાવી હતી. જો કે, કાર્યકરો ગુસ્સે થતાં મામલો થાળે પાડવા પોલીસ રાજ શેખાવતને લઇને બહાર આવી હતી. રાજ શેખાવતે 10 મિનિટ રાહ જોવાનું કહેતા કાર્યકરો શાંત પડ્યા હતા. ક્ષત્રિય સમાજને એક જ માગજ્યારે ક્ષત્રિય સમાજ ન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આ કૃત્યની હું નિંદા કરું છું અને હું ગુજરાતના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને અપીલ કરૂ છું કે, આ કૃત્યમાં જે પોલીસકર્મી જવાબદાર છે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા આવે. રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી છે તેને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તેવી હું વિનંતી કરૂ છું.

અમદાવાદ સાયબર ક્રાઇમની બહાર રૂપાલાના વિરુદ્ધમાં નારેબાજી થઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ શેખાવતને મુક્ત ન કરાતા સમર્થકોએ લગાવ્યા નારા,
  • મોટી સંખ્યામાં પોલીસની ટીમ પણ બહાર હાજર
  • ગમે ત્યારે પોલીસ શેખાવતને મુક્ત કરશે
પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલા નિવેદન પર હવે ઉગ્ર વિરોધ સામે આવી રહ્યો છે. જેમાં એક તરફ આજે કમલમનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારનાર રાજ શેખાવતની એરપોર્ટથી જ અટકાયત કરવામાં આવી હતી. જે પછી અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની બહાર રૂપાલા વિરુદ્ધમાં નારેબાજી ચાલી રહી છે.

જ્યાં એક તરફ રૂપાલાના વાણી વિલાસ બાદ રાજ શેખવાતે આજે ગાંધીનગરમાં ભાજપના કાર્યલય ઘેરાવ કરવાની ચીમકી આપી હતી. જે પછી પોલીસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી જ રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી છે. જેમને પછી અમદાવાદ સાયબર ક્રાઈમની ઓફિસમાં લઈ જવામાં આવ્યા છે.

આ પછી અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની બહાર રાજ શેખાવતના સમર્થકોએ રૂપાલા હાય હાય ના નારા લગાવ્યા છે. જેના સાથે જ રાજ શેખાવતાને મુક્ત કરવાની પણ માગ કરી છે. જેના સાથે જ શેખાવતના સમર્થકો સાયબર ક્રાઇમ ગેટ સામે સૂત્રોચાર કર્યા છે,.

આ તરફ મોડી સાંજે કરણીસેનાના અધ્યક્ષને છોડાવવા મોટી સંખ્યામાં કાર્યકરો સાયબર ક્રાઇમની ઓફિસ પહોંચી હનુમાન ચાલીસા અને રામ ધૂન બોલાવી હતી. જો કે, કાર્યકરો ગુસ્સે થતાં મામલો થાળે પાડવા પોલીસ રાજ શેખાવતને લઇને બહાર આવી હતી. રાજ શેખાવતે 10 મિનિટ રાહ જોવાનું કહેતા કાર્યકરો શાંત પડ્યા હતા.

ક્ષત્રિય સમાજને એક જ માગ
જ્યારે ક્ષત્રિય સમાજ ન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આ કૃત્યની હું નિંદા કરું છું અને હું ગુજરાતના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને અપીલ કરૂ છું કે, આ કૃત્યમાં જે પોલીસકર્મી જવાબદાર છે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા આવે. રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી છે તેને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તેવી હું વિનંતી કરૂ છું.