Ahmedabad News : સરખેજ પોલીસે ધાડ પાટુ ગેંગના 3 લોકોની કરી ધરપકડ

સાયકલિંગ કરી રહેલા યુવક સાથે મોબાઈલ લઈ ભાગ્યા હતા આરોપીઓ તિક્ષ્ણ હથિયાર બતાવીને કરતા હતા લૂંટ પોલીસે મુદ્દામાલ ઝડપ્યો ગેંગ પાસેથી સરખેજ પોલીસે ધાડપાટુ ગેંગના 3 આરોપીની વિસ્તારમાંથી ધરપકડ કરી છે,આરોપીઓ કોઈ પણ વ્યકિતને તિક્ષ્ણ હથિયાર બતાવીને લૂંટ કરતા હોવાનું સામે આવ્યું છે,એક યુવક સાયકલિંગ કરી રહ્યો હતો તે વખતે વાહન પર આવી તિક્ષ્ણ હથિયાર બતાવી યુવક પાસેથી મોબાઈલ લૂંટ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.આરોપીઓએ આનંદનગર વિસ્તારમાં પણ મોબાઈલની લૂંટ કરી હોવાની કબૂલાત કરી છે.પકડાયેલ ત્રણ આરોપીઓમાંથી બે આરોપીઓ સગીરવયના હોવાનું સામે આવ્યું છે.આરોપીઓ અમદાવાદના જમાલપુર,દાણીલીમડા અને બહેરામપુરા વિસ્તારમાં રહે છે. મોબાઈલ સ્નેચર ઝડપાયા થોડાક દિવસ અગાઉ સરખેજ વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના બની હતી,જેમાં એક યુવક તેના ફલેટ પાસે સાયકલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન આ લૂંટારૂઓએ તિક્ષ્ણ હથિયાર બતાવીને લૂંટને અંજામ આપ્યો હતો,સરખેજ પોલીસે ફકત સરખેજનો નહી પરંતુ સાથે સાથે આનંદનગરમાં પણ આ આરોપીઓએ મોબાઈલ ફોનની લૂંટ કરી હતી તે ગુનો પણ ઉકલ્યો છે,પોલીસની તપાસમાં હજી પણ વધારે ગુના ઉકેલાય તેવી સંભાવના લાગી રહી છે. 15 મે 2024ના રોજ અમદાવાદના નરોડામાં મોબાઈલની થઈ લૂંટ અમદાવાદમાં મોબાઇલ ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. શહેરના નરોડા વિસ્તારમાં સરનામું પૂછવાના બહારને સિક્યોરિટી ગાર્ડના મોબાઈલની ચોરી કરી ત્રણ શખ્સ બાઇક પર ફરાર થયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ મામલે નરોડા પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધીને CCTV ફૂટેજના આધારે તપાસ હાથધરી છે. ભરૂચ પોલીસે પણ મોબાઈલ ચોર ઝડપ્યા ભરૂચના વિસ્તારમાં રેલ્વે ટ્રેન તેમજ પ્લેટફોર્મ પર મોબાઈલ ચોરીના વધતા બનાવોને ધ્યાનમાં રાખી રેલ્વે પોલીસ અને આરપીએફ પોલીસ સાથે વડોદરા પોલીસની ટીમ ટેક્નિકલ સર્વેલન્સ સાથે હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી હતી.જેમાં રેલ્વે ભરૂચ પોલીસ મથકના પીએસઆઈ જે.બી.મીઠાપરા અને આર.પી.એફ ભરૂચના સ્ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવી નબીપુર-પાલેજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે સમય દરમિયાન માહિતીના આધારે મૃત્યુંજય સુનીલ રામ નગીના ચૌધરી,રોહિત પ્રદિપભાઈ પાસવાન અને જગદીશ ભુરાભાઈ સોની નબીપુર નહેર પાસેથી ઝડપી પાડયા હતા.

Ahmedabad News : સરખેજ પોલીસે ધાડ પાટુ ગેંગના 3 લોકોની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાયકલિંગ કરી રહેલા યુવક સાથે મોબાઈલ લઈ ભાગ્યા હતા આરોપીઓ
  • તિક્ષ્ણ હથિયાર બતાવીને કરતા હતા લૂંટ
  • પોલીસે મુદ્દામાલ ઝડપ્યો ગેંગ પાસેથી

સરખેજ પોલીસે ધાડપાટુ ગેંગના 3 આરોપીની વિસ્તારમાંથી ધરપકડ કરી છે,આરોપીઓ કોઈ પણ વ્યકિતને તિક્ષ્ણ હથિયાર બતાવીને લૂંટ કરતા હોવાનું સામે આવ્યું છે,એક યુવક સાયકલિંગ કરી રહ્યો હતો તે વખતે વાહન પર આવી તિક્ષ્ણ હથિયાર બતાવી યુવક પાસેથી મોબાઈલ લૂંટ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.આરોપીઓએ આનંદનગર વિસ્તારમાં પણ મોબાઈલની લૂંટ કરી હોવાની કબૂલાત કરી છે.પકડાયેલ ત્રણ આરોપીઓમાંથી બે આરોપીઓ સગીરવયના હોવાનું સામે આવ્યું છે.આરોપીઓ અમદાવાદના જમાલપુર,દાણીલીમડા અને બહેરામપુરા વિસ્તારમાં રહે છે.

મોબાઈલ સ્નેચર ઝડપાયા

થોડાક દિવસ અગાઉ સરખેજ વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના બની હતી,જેમાં એક યુવક તેના ફલેટ પાસે સાયકલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન આ લૂંટારૂઓએ તિક્ષ્ણ હથિયાર બતાવીને લૂંટને અંજામ આપ્યો હતો,સરખેજ પોલીસે ફકત સરખેજનો નહી પરંતુ સાથે સાથે આનંદનગરમાં પણ આ આરોપીઓએ મોબાઈલ ફોનની લૂંટ કરી હતી તે ગુનો પણ ઉકલ્યો છે,પોલીસની તપાસમાં હજી પણ વધારે ગુના ઉકેલાય તેવી સંભાવના લાગી રહી છે.


15 મે 2024ના રોજ અમદાવાદના નરોડામાં મોબાઈલની થઈ લૂંટ

અમદાવાદમાં મોબાઇલ ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. શહેરના નરોડા વિસ્તારમાં સરનામું પૂછવાના બહારને સિક્યોરિટી ગાર્ડના મોબાઈલની ચોરી કરી ત્રણ શખ્સ બાઇક પર ફરાર થયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ મામલે નરોડા પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધીને CCTV ફૂટેજના આધારે તપાસ હાથધરી છે.

ભરૂચ પોલીસે પણ મોબાઈલ ચોર ઝડપ્યા

ભરૂચના વિસ્તારમાં રેલ્વે ટ્રેન તેમજ પ્લેટફોર્મ પર મોબાઈલ ચોરીના વધતા બનાવોને ધ્યાનમાં રાખી રેલ્વે પોલીસ અને આરપીએફ પોલીસ સાથે વડોદરા પોલીસની ટીમ ટેક્નિકલ સર્વેલન્સ સાથે હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી હતી.જેમાં રેલ્વે ભરૂચ પોલીસ મથકના પીએસઆઈ જે.બી.મીઠાપરા અને આર.પી.એફ ભરૂચના સ્ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવી નબીપુર-પાલેજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે સમય દરમિયાન માહિતીના આધારે મૃત્યુંજય સુનીલ રામ નગીના ચૌધરી,રોહિત પ્રદિપભાઈ પાસવાન અને જગદીશ ભુરાભાઈ સોની નબીપુર નહેર પાસેથી ઝડપી પાડયા હતા.