એસ જી હાઇવે પરથી ક્રાઇમબ્રાંચ દ્વારા નવ કિલો ગાંજા સાથે યુવકની ધરપકડ

અમદાવાદ, શનિવારશહેરના એસ જી હાઇવે પરથી  અમદાવાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ એક યુવક પાસેથી નવ કિલો જેટલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો.  ગાંજાનો જથ્થો તેને નેપાળમાં રહેતા એક વ્યક્તિએ મોકલીેને વૈષ્ણોદેવી સર્કલ પાસે એક યુવકને પહોંચતો કરવાની સુચના આપી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓને શુક્રવારે રાતના સમયે ચોક્કસ બાતમી મળી હતી કે ગાંધીનગરના મોટી ભાયણ ગામમાં રહેતો નંદકિશોર યાદવ નામનો વ્યક્તિ ડ્રગ્સનો જથ્થો લઇને એસ જી હાઇવે પરથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જવાનો છે. જે બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જેમાં એક સ્કુટર પર જતા નંદકિશોર યાદવની એસ જી હાઇવે પરના બોક્સ ફ્રીના પાર્કિગ નજીકના સર્વિસ રોડ પર રોકીને તપાસ કરતા તેેની પાસેથી નવ કિલો ગાંજો મળી આવ્યો હતો. પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે એક મહિના પહેલા તેના નેપાળમાં રહેતા  રમેશ શ્રેષ્ઠ નામના મિત્રએ ગાંજો મોકલ્યો હતો. જે વૈષ્ણોદેવી સર્કલ જઇને વોટ્સએપ કોલ કરીને કોઇ વ્યક્તિને સપ્લાય કરવાનો હતો. રમેશ શ્રેષ્ઠ દ્વારા અગાઉ પણ આ રીતે ગાંજાનો જથ્થો મોકલાયો હોવાની વિગતો પોલીસને પ્રાથમિક પુછપરછમાં જાણવા મળી છે. જે અંગે  ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

એસ જી હાઇવે પરથી ક્રાઇમબ્રાંચ દ્વારા નવ કિલો ગાંજા સાથે યુવકની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, શનિવાર

શહેરના એસ જી હાઇવે પરથી  અમદાવાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ એક યુવક પાસેથી નવ કિલો જેટલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો.  ગાંજાનો જથ્થો તેને નેપાળમાં રહેતા એક વ્યક્તિએ મોકલીેને વૈષ્ણોદેવી સર્કલ પાસે એક યુવકને પહોંચતો કરવાની સુચના આપી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓને શુક્રવારે રાતના સમયે ચોક્કસ બાતમી મળી હતી કે ગાંધીનગરના મોટી ભાયણ ગામમાં રહેતો નંદકિશોર યાદવ નામનો વ્યક્તિ ડ્રગ્સનો જથ્થો લઇને એસ જી હાઇવે પરથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જવાનો છે. જે બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જેમાં એક સ્કુટર પર જતા નંદકિશોર યાદવની એસ જી હાઇવે પરના બોક્સ ફ્રીના પાર્કિગ નજીકના સર્વિસ રોડ પર રોકીને તપાસ કરતા તેેની પાસેથી નવ કિલો ગાંજો મળી આવ્યો હતો. પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે એક મહિના પહેલા તેના નેપાળમાં રહેતા  રમેશ શ્રેષ્ઠ નામના મિત્રએ ગાંજો મોકલ્યો હતો. જે વૈષ્ણોદેવી સર્કલ જઇને વોટ્સએપ કોલ કરીને કોઇ વ્યક્તિને સપ્લાય કરવાનો હતો. રમેશ શ્રેષ્ઠ દ્વારા અગાઉ પણ આ રીતે ગાંજાનો જથ્થો મોકલાયો હોવાની વિગતો પોલીસને પ્રાથમિક પુછપરછમાં જાણવા મળી છે. જે અંગે  ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.