એપ્લીકેશનથી સેલ્ફ ડ્રાઇવ કાર બુક કરાવીને છેતરપિંડી કરતા ગઠિયા ઝડપાયા

અમદાવાદ, શનિવારઝુમકાર નામની કાર એપ્લીકેશનથી કાર બુક કરાવીને વેજલપુરમાંથી કાર લઇ ગયા બાદ પરત નહી આપીને છેતરપિંડી કરવાના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. તેણે આ મોડ્સ ઓપરેન્ડીથી  સરદારનગરમાંથી પણ કારની ઉઠાંતરી હતી. પોલીસે બંને કાર જપ્ત કરીને આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે. શહેરના વેજલપુર અક્ષયકુંજ મીરાનગર સોસાયટીમાં રહેતા જસ્મીન અદાણીએ તેમની કાર સેલ્ફ ડ્રાઇવ કાર એપ્લીકેશનમાં  રજીસ્ટર્ડ કરાવી હતી. જેમાં ગ્રાહક કાર બુક કરાવીને તેમના ઘરેથી લઇ જતો હતો.  ગત ૨૨મી મેના રોજ કાર એપ્લીકેશન પરથી હાર્દિક સુથાર નામના વ્યક્તિએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ હિતેષ પંચાલ નામનો યુવક  કાર લેવા આવ્યો હતો અને પોતાની ઓળખ હાર્દિક પિતરાઇ ભાઇ તરીકે આપી હતી. જેથી વિશ્વાસ કરીને જાસ્મીને કાર આપી હતી. જો કે  ચાર દિવસ બાદ કાર પરત ન આવતા કોલ કર્યો હતો. પરંતુ, મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. જેથી આ અંગે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. બીજી તરફ ક્રાઇમબ્રાંચના પીઆઇ પી બી ખાંભલા અને તેમના સ્ટાફને ે ઝુમ કાર એપ્લીકેશન પરથી કાર બુક કરાવીને છેતરપિંડી કરતા વ્યક્તિઓની માહિતી મળી હતી. જેના આધારે હિતેષ પંચાલ (રહે.ગીરીરાજ સોસાયટી, કે કે નગર, ઘાટલોડીયા) અને વિકાસ શર્મા  (રહે. મેલડીનગર, ચાંદલોડીયા)ને ઝડપીને તેમની પાસેથી બે કાર જપ્ત કરી હતી. જે પૈકી એક કાર જાસ્મીન અદાણીની હતી અને અન્ય એક કાર સરદારનગરમાંથી ઉઠાવી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

એપ્લીકેશનથી સેલ્ફ ડ્રાઇવ કાર બુક કરાવીને છેતરપિંડી કરતા ગઠિયા ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, શનિવાર

ઝુમકાર નામની કાર એપ્લીકેશનથી કાર બુક કરાવીને વેજલપુરમાંથી કાર લઇ ગયા બાદ પરત નહી આપીને છેતરપિંડી કરવાના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. તેણે આ મોડ્સ ઓપરેન્ડીથી  સરદારનગરમાંથી પણ કારની ઉઠાંતરી હતી. પોલીસે બંને કાર જપ્ત કરીને આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે. શહેરના વેજલપુર અક્ષયકુંજ મીરાનગર સોસાયટીમાં રહેતા જસ્મીન અદાણીએ તેમની કાર સેલ્ફ ડ્રાઇવ કાર એપ્લીકેશનમાં  રજીસ્ટર્ડ કરાવી હતી. જેમાં ગ્રાહક કાર બુક કરાવીને તેમના ઘરેથી લઇ જતો હતો.  ગત ૨૨મી મેના રોજ કાર એપ્લીકેશન પરથી હાર્દિક સુથાર નામના વ્યક્તિએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ હિતેષ પંચાલ નામનો યુવક  કાર લેવા આવ્યો હતો અને પોતાની ઓળખ હાર્દિક પિતરાઇ ભાઇ તરીકે આપી હતી. જેથી વિશ્વાસ કરીને જાસ્મીને કાર આપી હતી. જો કે  ચાર દિવસ બાદ કાર પરત ન આવતા કોલ કર્યો હતો. પરંતુ, મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. જેથી આ અંગે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. બીજી તરફ ક્રાઇમબ્રાંચના પીઆઇ પી બી ખાંભલા અને તેમના સ્ટાફને ે ઝુમ કાર એપ્લીકેશન પરથી કાર બુક કરાવીને છેતરપિંડી કરતા વ્યક્તિઓની માહિતી મળી હતી. જેના આધારે હિતેષ પંચાલ (રહે.ગીરીરાજ સોસાયટી, કે કે નગર, ઘાટલોડીયા) અને વિકાસ શર્મા  (રહે. મેલડીનગર, ચાંદલોડીયા)ને ઝડપીને તેમની પાસેથી બે કાર જપ્ત કરી હતી. જે પૈકી એક કાર જાસ્મીન અદાણીની હતી અને અન્ય એક કાર સરદારનગરમાંથી ઉઠાવી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.