વિરપુરમાં રસ્તા પર વહેતા ગટરનાં ગંદા પાણીથી રહીશો હેરાન પરેશાન

ગટર બનાવ્યાને છ માસમાંજ પરિસ્થિતિ જૈસૈ થેઅંતિમયાત્રા લઇ ગટરના પાણીમાંથી પસાર થવાનો વારો વિરપુરમાં ગટરના પાણી રસ્તા પર વહેતા ગંદકીમાંથી પસા થવાનો વારો વિરપુર નગરમા ગંદકીએ સામાન્ય વાત થઈ ગઈ છે એકજ વિસ્તાર માં લાખ્ખો રૂપિયા ના ખર્ચે ગટરોનું કામ થાય છે અને ચાર છ મહિનામાં ચોક અપ થઈ જતાં રસ્તા પર ગટરનું દુષિત પાણી ફરી વડે છે. આ સામાન્ય વાત થઈ ગઈ છે સરકારના ખર્ચેલા રૂપિયા પર પાણી ફરી જાય છે. કોન્ટ્રાક્ટરના ખીસા ભરાય છે અને સામાન્ય માણસો ને એજ ગંદકી અને એજ સમસ્યા મા જીવવા મજબૂર બની જાય છે.  વિરપુરમાં હિન્દુ અને મુસ્લિમ સમાજમાં કોઈ ના મૃત્યુ બાદ તેની અંતિમ યાત્રા ના રસ્તાઓ પણ આ ગંદકી અને ગટર ના દુષિત પાણી થી ખદબદતા જોવા મળે છે ન છૂટકે આવા ગંદકી અને ગટર ના પાણીમાં થઈ મરનારની અંતિમ યાત્રા લઈને પસાર થવા માટે વિરપુરની પ્રજા મજબૂર છે.  આવીજ એક ઘટના વિરપુર પાણી ની ટાંકી વિસ્તાર માં એક મુસ્લિમ સમાજના વ્યક્તિ નું મૃત્યુ થતાં તેની અંતિમ યાત્રા ગટરના દુષિત અને દુર્ગંધ વાળા પાણીમાંથી પસાર થતા સમગ્ર મુસ્લિમ સમાજ ના લોકો ની ભાવનાને ઠેસ પહોંચી છે.  અંતિમ યાત્રામા આવેલ અને ત્યાંના સ્થાનિક લોકોની ફરિયાદ છે કે ગ્રામ પંચાયત નજીક આ ગંદકી થી ખદબદતા રોડ ઉપર અંદાજિત છ માસ અગાઉ દોડ લાખના ખર્ચે ગટર માટે ભુંગરા નાખવામાં આવ્યા હતા અને કોન્ટ્રાકટર દ્વારા બિલ પાસ થઈ જતાં થોડા સમય મા ગટર નું પાણી રોડ પર ફ્રતું થઈ ગયું હતું. જેથી સ્થિતિ ઠેરની ઠેર છે. તંત્ર દ્વારા વહેલી તકે આ વિસ્તારમાંથી કાયમી ધોરણે ગંદકીનુ નિરાકરણ લાવી ગટર ના પાણી નો નિકાલ કરી રસ્તા ચોખ્ખા કરવામાં આવે અને ફરી આવી કોઈ ઘટના ઘટે તો આવી મુશ્કેલી નો સામનો કરવો ન પડે તેવી માંગણી છે

વિરપુરમાં રસ્તા પર વહેતા ગટરનાં ગંદા પાણીથી રહીશો હેરાન પરેશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગટર બનાવ્યાને છ માસમાંજ પરિસ્થિતિ જૈસૈ થે
  • અંતિમયાત્રા લઇ ગટરના પાણીમાંથી પસાર થવાનો વારો
  • વિરપુરમાં ગટરના પાણી રસ્તા પર વહેતા ગંદકીમાંથી પસા થવાનો વારો

વિરપુર નગરમા ગંદકીએ સામાન્ય વાત થઈ ગઈ છે એકજ વિસ્તાર માં લાખ્ખો રૂપિયા ના ખર્ચે ગટરોનું કામ થાય છે અને ચાર છ મહિનામાં ચોક અપ થઈ જતાં રસ્તા પર ગટરનું દુષિત પાણી ફરી વડે છે. આ સામાન્ય વાત થઈ ગઈ છે સરકારના ખર્ચેલા રૂપિયા પર પાણી ફરી જાય છે. કોન્ટ્રાક્ટરના ખીસા ભરાય છે અને સામાન્ય માણસો ને એજ ગંદકી અને એજ સમસ્યા મા જીવવા મજબૂર બની જાય છે.

 વિરપુરમાં હિન્દુ અને મુસ્લિમ સમાજમાં કોઈ ના મૃત્યુ બાદ તેની અંતિમ યાત્રા ના રસ્તાઓ પણ આ ગંદકી અને ગટર ના દુષિત પાણી થી ખદબદતા જોવા મળે છે ન છૂટકે આવા ગંદકી અને ગટર ના પાણીમાં થઈ મરનારની અંતિમ યાત્રા લઈને પસાર થવા માટે વિરપુરની પ્રજા મજબૂર છે.

 આવીજ એક ઘટના વિરપુર પાણી ની ટાંકી વિસ્તાર માં એક મુસ્લિમ સમાજના વ્યક્તિ નું મૃત્યુ થતાં તેની અંતિમ યાત્રા ગટરના દુષિત અને દુર્ગંધ વાળા પાણીમાંથી પસાર થતા સમગ્ર મુસ્લિમ સમાજ ના લોકો ની ભાવનાને ઠેસ પહોંચી છે.

 અંતિમ યાત્રામા આવેલ અને ત્યાંના સ્થાનિક લોકોની ફરિયાદ છે કે ગ્રામ પંચાયત નજીક આ ગંદકી થી ખદબદતા રોડ ઉપર અંદાજિત છ માસ અગાઉ દોડ લાખના ખર્ચે ગટર માટે ભુંગરા નાખવામાં આવ્યા હતા અને કોન્ટ્રાકટર દ્વારા બિલ પાસ થઈ જતાં થોડા સમય મા ગટર નું પાણી રોડ પર ફ્રતું થઈ ગયું હતું. જેથી સ્થિતિ ઠેરની ઠેર છે. તંત્ર દ્વારા વહેલી તકે આ વિસ્તારમાંથી કાયમી ધોરણે ગંદકીનુ નિરાકરણ લાવી ગટર ના પાણી નો નિકાલ કરી રસ્તા ચોખ્ખા કરવામાં આવે અને ફરી આવી કોઈ ઘટના ઘટે તો આવી મુશ્કેલી નો સામનો કરવો ન પડે તેવી માંગણી છે