વલસાડમાં વિરોધ યથાવત,ધવલ પટેલ નહીં બદલાય તો EVMમાં જવાબ મળશે

ધરમપુર વિધાનસભા વિસ્તારમાં લાગ્યા બેનર ધવલ પટેલના વિરોધમાં લાગ્યા બેનર વલસાડથી ધવલ પટેલને બદલવાની માગ લોકસભા ચૂંટણી સમયે ગુજરાત ભાજપમાં સતત આંતરિક વિરોધ વધી રહ્યો છે. જ્યાં ઉમેદવારો બદલવાથી લઈ સ્થાનિક ઉમેદવારોને લઈ રોષ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે વલસાડમાં સતત ધવલ પટેલ સામે વિરોધ વધી રહ્યો છે. જેમાં ધરમપુર વિધાનસભા વિસ્તારમાં લાગ્યા બેનર લાગ્યા છે. ધવલ પટેલના નામને લઈ વલસાડ ભાજપમાં અસંતોષની આગ લાગી છે. છેલ્લા 12 દિવસમાં જ ધવલ પટેલને બદલવાની માગ સાથે ચાર લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ અગાઉ ધવલ પટેલ સામે આજે જે ચોથો લેટર વાઈરલ થયો છે તેમાં ધવલ પટેલને બદલવાની માગ સાથે વલસાડ જિલ્લાના સ્થાનિક નેતાઓને પણ આડે હાથ લેવામાં આવ્યા છે. વલસાડ બેઠક પર ઉમેદવાર બદલવાની માગ સાથે એક બાદ એક લેટર વાઈરલ થઈ રહ્યા છે. વલસાડ-ડાંગ લોકસભા બેઠકના કાર્યકર્તા મિત્રો, મતદારો અને પત્રકારોને સંબોધીને લખવામાં આવ્યો છે. જેમાં ધવલ પટેલ આયાતી ઉમેદવારો હોવાનો આક્ષેપ કરાયો છે. ધવલ પટેલને બદલવાની માગ કરવામાં આવી છે. સાથે જ વલસાડના સ્થાનિક નેતાઓને બેઠકની કંઈ પડી ન હોવાનો ઉલ્લેખ કરાયો છે. નોંધનીય છે કે વલસાડ લોકસભા મતવિસ્તારમાં વાયરલ થયેલા દરેક લેટરમાં અલગ અલગ ચર્ચાઓ કરવામાં આવી છે. પ્રથમ લેટરમાં ધવલ પટેલના વિરોધ સાથે ડો. કે.સી.પટેલ અને ડો. ડી.સી પટેલના પરિવાર સિવાય ભાજપનો કોઈપણ સક્ષમ ઉમેદવાર મૂકવાની માંગ BJPના ધવલ પટેલથી નારાજ કાર્યકરોએ કરી હતી.

વલસાડમાં વિરોધ યથાવત,ધવલ પટેલ નહીં બદલાય તો EVMમાં જવાબ મળશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ધરમપુર વિધાનસભા વિસ્તારમાં લાગ્યા બેનર
  • ધવલ પટેલના વિરોધમાં લાગ્યા બેનર
  • વલસાડથી ધવલ પટેલને બદલવાની માગ

લોકસભા ચૂંટણી સમયે ગુજરાત ભાજપમાં સતત આંતરિક વિરોધ વધી રહ્યો છે. જ્યાં ઉમેદવારો બદલવાથી લઈ સ્થાનિક ઉમેદવારોને લઈ રોષ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે વલસાડમાં સતત ધવલ પટેલ સામે વિરોધ વધી રહ્યો છે. જેમાં ધરમપુર વિધાનસભા વિસ્તારમાં લાગ્યા બેનર લાગ્યા છે.

ધવલ પટેલના નામને લઈ વલસાડ ભાજપમાં અસંતોષની આગ લાગી છે. છેલ્લા 12 દિવસમાં જ ધવલ પટેલને બદલવાની માગ સાથે ચાર લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ અગાઉ ધવલ પટેલ સામે આજે જે ચોથો લેટર વાઈરલ થયો છે તેમાં ધવલ પટેલને બદલવાની માગ સાથે વલસાડ જિલ્લાના સ્થાનિક નેતાઓને પણ આડે હાથ લેવામાં આવ્યા છે.


વલસાડ બેઠક પર ઉમેદવાર બદલવાની માગ સાથે એક બાદ એક લેટર વાઈરલ થઈ રહ્યા છે. વલસાડ-ડાંગ લોકસભા બેઠકના કાર્યકર્તા મિત્રો, મતદારો અને પત્રકારોને સંબોધીને લખવામાં આવ્યો છે. જેમાં ધવલ પટેલ આયાતી ઉમેદવારો હોવાનો આક્ષેપ કરાયો છે. ધવલ પટેલને બદલવાની માગ કરવામાં આવી છે. સાથે જ વલસાડના સ્થાનિક નેતાઓને બેઠકની કંઈ પડી ન હોવાનો ઉલ્લેખ કરાયો છે.

નોંધનીય છે કે વલસાડ લોકસભા મતવિસ્તારમાં વાયરલ થયેલા દરેક લેટરમાં અલગ અલગ ચર્ચાઓ કરવામાં આવી છે. પ્રથમ લેટરમાં ધવલ પટેલના વિરોધ સાથે ડો. કે.સી.પટેલ અને ડો. ડી.સી પટેલના પરિવાર સિવાય ભાજપનો કોઈપણ સક્ષમ ઉમેદવાર મૂકવાની માંગ BJPના ધવલ પટેલથી નારાજ કાર્યકરોએ કરી હતી.