Ahmedabad News : ATM ની સ્ક્રીન તોડી ચોરીના પ્રયાસમાં ચોર નિષ્ફળ ગયો

પોલીસે સુલેમાન ઉર્ફે ગાંડા શેખની કરી ધરપકડ CCTV ફૂટેજના આધારે પોલીસે કરી ધરપકડ ચોરીના ઇરાદે યૂકો બેન્કના ATMની LCD તોડી હતી ચોરી માટે લોકો કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તેવી ઘટના સામે આવી છે. અમદાવાદના કારંજ વિસ્તારમાં ATM તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જેમાં પથ્થરના ઘા ઝીંકી ATM તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, તે સફળ થયો નહોતો અને ત્યાંથી ફરાર થયો હતો. જોકે, બેન્ક ATMના CCTVમાં આ આખી ઘટના કેદ થઈ ગઈ હતી. એટલું જ નહીં સમગ્ર ઘટના CCTVની મદદથી શહેરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને આરોપીની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના અમદાવાદના લાલ દરવાજા પાસે આવેલા સદન બિલ્ડિંગની અંદર યુકો બેન્કના ATMમાં ઘટી હતી. મોડી રાતે આ યુવકે ATMમાં ઘૂસીને ચોરીને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, તે નિષ્ફળ રહ્યો. જેમાં પોલીસે એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બેન્કના કર્મચારીઓ સાથે વાત કરીને આ સમગ્ર ઘટના અંગેની તપાસ હાથ ધરી. પોલીસ તપાસમાં આરોપીનું નામ સુલેમાન ઉર્ફે ગાંડા શેખ હોવાની વિગત સામે આવી છે. ફક્ત એટલું જ નહી આ આરોપી અગાઉ પણ ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલો હોવાની માહિતી મળી છે. 

Ahmedabad News : ATM ની સ્ક્રીન તોડી ચોરીના પ્રયાસમાં ચોર નિષ્ફળ ગયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસે સુલેમાન ઉર્ફે ગાંડા શેખની કરી ધરપકડ
  • CCTV ફૂટેજના આધારે પોલીસે કરી ધરપકડ
  • ચોરીના ઇરાદે યૂકો બેન્કના ATMની LCD તોડી હતી

ચોરી માટે લોકો કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તેવી ઘટના સામે આવી છે. અમદાવાદના કારંજ વિસ્તારમાં ATM તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જેમાં પથ્થરના ઘા ઝીંકી ATM તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, તે સફળ થયો નહોતો અને ત્યાંથી ફરાર થયો હતો. જોકે, બેન્ક ATMના CCTVમાં આ આખી ઘટના કેદ થઈ ગઈ હતી.

એટલું જ નહીં સમગ્ર ઘટના CCTVની મદદથી શહેરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને આરોપીની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના અમદાવાદના લાલ દરવાજા પાસે આવેલા સદન બિલ્ડિંગની અંદર યુકો બેન્કના ATMમાં ઘટી હતી. મોડી રાતે આ યુવકે ATMમાં ઘૂસીને ચોરીને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, તે નિષ્ફળ રહ્યો.

જેમાં પોલીસે એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બેન્કના કર્મચારીઓ સાથે વાત કરીને આ સમગ્ર ઘટના અંગેની તપાસ હાથ ધરી. પોલીસ તપાસમાં આરોપીનું નામ સુલેમાન ઉર્ફે ગાંડા શેખ હોવાની વિગત સામે આવી છે. ફક્ત એટલું જ નહી આ આરોપી અગાઉ પણ ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલો હોવાની માહિતી મળી છે.