રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યનું આરોગ્ય ખાતું જાગ્યું, ફાયર સેફ્ટીની ચકાસણીના આદેશો છૂટયા

Rajkot Game Zone Fire: રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના પછી હવે રાજ્યનું આરોગ્ય ખાતું જાગ્યું છે. રાજ્યમાં આવેલી તમામ હોસ્પિટલો, મેડીકલ કોલેજો અને આરોગ્ય કેન્દ્રોમાં ચાલતી બેદરકારી સામે કડક પગલાં લેવાના તેમજ ફાયર સેફ્ટિની સુવિધા ઉભી કરવાના આદેશ પણ આપ્યા છે.ગાંધીનગરમાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈરાજ્યના આરોગ્ય કમિશનરની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. જેમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત 19 મેડીકલ કોલેજ-હોસ્પિટલ, 18 ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, 57 સબ- ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, 328 સામૂહિક આરોગ્ય કેન્દ્રને મળી કુલ 422 આરોગ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયા હતા. આ બેઠકમાં આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેપ્ટિની વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. પગલાં લેવા સૂચનો કરવામાં આવ્યાઆ સાથે અગમચેતીના ભાગરૂપે જરૂરી પગલાં લેવા સૂચનો કરવામાં આવ્યા હતા. ફાયર સેફ્ટીના સાધનો જેવા કે, સ્પ્રીંકલર, ફાયર એલાર્મ, સેન્સર, ફાયર સેફ્ટી સીસ્ટમ વગેરે માટે પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટ અને સંબંધિત ઝોનના ફાયર વિભાગના સંકલનમાં રહી કામગીરી કરવાની રહેશે.ક્યા ક્યા સાવચેતીના પગલાં સેવા આદેશ કરાયા...• ફાયર સેફ્ટિ કમિટીનું સમયાંતરે ઓડીટ કરવાનું રહેશે.• વાયરીંગની ખાતરી કરી ઈલેક્ટ્રીકલ ઓડીટ કરાવવું ફરજિયાત છે.• ICU અને SNCUમાં વાયરીંગની ખાસ ચકાસણી કરવી.• અશક્ત દર્દીઓ, ICU અને SNCUના દર્દીઓનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે.• ફાયર એક્ઝીટ પોસ્ટર રાત્રીમાં પણ દેખાય તેવા હોવા જોઈએ.• સેફિટના સાધનોની સમયાંતરે ચકાસણી કરવી અને સમયસર રીન્યુ કરાવવા.• તમામ જગ્યાઓ પર જરૂરીયાત મુજબના ફાયર સાધનો ઈન્સ્ટોલ કરવા.• ફાયર NOC છે કે નહી તેની સમક્ષા કરી સમયસર રિન્યૂ કરવી. દર માસની 6 તારીખે આરોગ્ય સંસ્થાઓમાં ફાયર મોકડ્રીલ અચૂક કરવી. સ્ટાફને ફાયર સેફ્ટી, ફાયર ઉપકરણો બાબતે તાલીમબદ્ધ કરવા.• ડીઝાસ્ટર મેનેજમેન્ટની માર્ગદર્શિકા મુજબ ફાયર સેફ્ટી ચેકલીસ્ટના તમામ 36 મુદ્દાની સચાસણી કરવી.• પાણીને સંગ્રહ માટેની ટાંકીની યોગ્ય વ્યવસ્થાની સમયાંતરે ચકાસણી કરવી.• આગના બનાવ વખતે ઈમરજન્સી એક્ઝીટ પ્લાનની અમલવારી કરવી. એક્ઝીટના દરવાજા બહારની તરફ ખુલે તેવા રાખવા.• ઈમરજન્સી એક્ઝીટ અંગે દર્દીઓ અને તેમના સગા-સંબંધિઓને પણ માહિતગાર કરવા.

રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યનું આરોગ્ય ખાતું જાગ્યું, ફાયર સેફ્ટીની ચકાસણીના આદેશો છૂટયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Rajkot Game Zone Fire: રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના પછી હવે રાજ્યનું આરોગ્ય ખાતું જાગ્યું છે. રાજ્યમાં આવેલી તમામ હોસ્પિટલો, મેડીકલ કોલેજો અને આરોગ્ય કેન્દ્રોમાં ચાલતી બેદરકારી સામે કડક પગલાં લેવાના તેમજ ફાયર સેફ્ટિની સુવિધા ઉભી કરવાના આદેશ પણ આપ્યા છે.

ગાંધીનગરમાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ

રાજ્યના આરોગ્ય કમિશનરની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. જેમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત 19 મેડીકલ કોલેજ-હોસ્પિટલ, 18 ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, 57 સબ- ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, 328 સામૂહિક આરોગ્ય કેન્દ્રને મળી કુલ 422 આરોગ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયા હતા. આ બેઠકમાં આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેપ્ટિની વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. 

પગલાં લેવા સૂચનો કરવામાં આવ્યા

આ સાથે અગમચેતીના ભાગરૂપે જરૂરી પગલાં લેવા સૂચનો કરવામાં આવ્યા હતા. ફાયર સેફ્ટીના સાધનો જેવા કે, સ્પ્રીંકલર, ફાયર એલાર્મ, સેન્સર, ફાયર સેફ્ટી સીસ્ટમ વગેરે માટે પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટ અને સંબંધિત ઝોનના ફાયર વિભાગના સંકલનમાં રહી કામગીરી કરવાની રહેશે.

ક્યા ક્યા સાવચેતીના પગલાં સેવા આદેશ કરાયા...

ફાયર સેફ્ટિ કમિટીનું સમયાંતરે ઓડીટ કરવાનું રહેશે.

• વાયરીંગની ખાતરી કરી ઈલેક્ટ્રીકલ ઓડીટ કરાવવું ફરજિયાત છે.

• ICU અને SNCUમાં વાયરીંગની ખાસ ચકાસણી કરવી.

• અશક્ત દર્દીઓ, ICU અને SNCUના દર્દીઓનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે.

• ફાયર એક્ઝીટ પોસ્ટર રાત્રીમાં પણ દેખાય તેવા હોવા જોઈએ.

• સેફિટના સાધનોની સમયાંતરે ચકાસણી કરવી અને સમયસર રીન્યુ કરાવવા.

• તમામ જગ્યાઓ પર જરૂરીયાત મુજબના ફાયર સાધનો ઈન્સ્ટોલ કરવા.

• ફાયર NOC છે કે નહી તેની સમક્ષા કરી સમયસર રિન્યૂ કરવી. દર માસની 6 તારીખે આરોગ્ય સંસ્થાઓમાં ફાયર મોકડ્રીલ અચૂક કરવી. સ્ટાફને ફાયર સેફ્ટી, ફાયર ઉપકરણો બાબતે

તાલીમબદ્ધ કરવા.

• ડીઝાસ્ટર મેનેજમેન્ટની માર્ગદર્શિકા મુજબ ફાયર સેફ્ટી ચેકલીસ્ટના તમામ 36 મુદ્દાની સચાસણી કરવી.

• પાણીને સંગ્રહ માટેની ટાંકીની યોગ્ય વ્યવસ્થાની સમયાંતરે ચકાસણી કરવી.

• આગના બનાવ વખતે ઈમરજન્સી એક્ઝીટ પ્લાનની અમલવારી કરવી. એક્ઝીટના દરવાજા બહારની તરફ ખુલે તેવા રાખવા.

• ઈમરજન્સી એક્ઝીટ અંગે દર્દીઓ અને તેમના સગા-સંબંધિઓને પણ માહિતગાર કરવા.