શતાયુ મતદાર શાંતાબેન મતદાન કરી અન્ય મતદારો માટે બન્યાં પ્રેરણાસ્ત્રોત

પ્રાંત અધિકારી અને મામલતદારની હાજરીમાં મતદાનભારત ચૂંટણી પંચનો આભાર માનતા ગડખોલના મહીપાલસિંઘ ભરૂચ જિલ્લામાં વયસ્ક મતદારોએ ઘરબેઠાં મતદાન કરી અન્યોને મતદાન માટે પ્રેરિત કર્યા હતા. અંકલેશ્વરના ભાગ નં.96 (ગડખોલ-3) વોટીંગમાં નોંધાયેલા ઘેરબેઠા વોટીંગની સુવિધા માટે ભારતના ચુંટણી પંચનો આભાર માનતા મહિપાલસિંઘે ગૌરવભેર મતદાન કરી ભરૂચ જિલ્લાવાસીઓને મતદાન કરવા પ્રેરિત કર્યા છે. તેમણે જણાવ્યુ હતુ કે, વૃદ્ધાવસ્થાને કારણે ઉઠવા બેસવામાં તકલીફ છે પરંતુ વયને કારણે થતી આ તકલીફથી મારો આત્મવિશ્વાસ જરા પણ ડગ્યો નથી. તમામ ચુંટણીઓમાં મતદાન કર્યુ છે ત્યારે તમામ નાગરીકોએ મતદાન ચોક્કસ કરવુ જોઈએ. અંકલેશ્વર પ્રાત અધિકારી અને મામલતદારની હાજરીમાં હોમ વોટીંગની પ્રક્રિયા પુર્ણ કરવામાં આવી હતી. તે જ પ્રમાણે અંકલેશ્વર વિધાનસભામાં સમાવિષ્ટ હાંસોટ તાલુકાના બુથ નં-26 મતદાન મથક રોહિદ ગામે પોસ્ટલ બેલેટની ટીમ દ્વારા મામલતદાર હાંસોટની હાજરીમાં શતાયુ મતદાર શાંતાબેન ઝીણાભાઈ વસાવાને પુષ્પગુચ્છ દ્વારા સન્માનિત કરી હોમ વોટિંગ કરાવવમાં આવ્યુ હતુ. સતાયુ મતદાર શાંતાબેન વસાવાએ મતદાન કરી અન્ય મતદારો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા. ઈલેકશન કમિશન ઓફ ઈન્ડિયા એકપણ મતદાતા મતાધિકારના ઉપયોગથી વંચિત ન રહે તે માટે પ્રતિબદ્ધ છે ત્યારે 85 થી વધુ ઉંમરના અને દિવ્યાંગ મતદારોને ખાસ હોમ વોટીંગની સુવિધા આપવામાં આવે છે. ચુંટણી પંચની આ સુવિધા થકી અંકલેશ્વર વિધાનસભામાં અંકલેશ્વર અને હાંસોટના વયોવૃદ્ધ અને દિવ્યાંગ નાગરિકોએ તેમના ઘર આંગણે જ ગૌરવભેર હોમ વોટીંગ કર્યુ છે. ભરૂચ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શનમાં જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા ચુંટણીલક્ષી કામગીરીની સાથે હોમ વોટીંગ સવલત અંતર્ગત વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોના મત લેવામાં આવ્યા હતા.

શતાયુ મતદાર શાંતાબેન મતદાન કરી અન્ય મતદારો માટે બન્યાં પ્રેરણાસ્ત્રોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પ્રાંત અધિકારી અને મામલતદારની હાજરીમાં મતદાન
  • ભારત ચૂંટણી પંચનો આભાર માનતા ગડખોલના મહીપાલસિંઘ
  • ભરૂચ જિલ્લામાં વયસ્ક મતદારોએ ઘરબેઠાં મતદાન કરી અન્યોને મતદાન માટે પ્રેરિત કર્યા હતા.

અંકલેશ્વરના ભાગ નં.96 (ગડખોલ-3) વોટીંગમાં નોંધાયેલા ઘેરબેઠા વોટીંગની સુવિધા માટે ભારતના ચુંટણી પંચનો આભાર માનતા મહિપાલસિંઘે ગૌરવભેર મતદાન કરી ભરૂચ જિલ્લાવાસીઓને મતદાન કરવા પ્રેરિત કર્યા છે. તેમણે જણાવ્યુ હતુ કે, વૃદ્ધાવસ્થાને કારણે ઉઠવા બેસવામાં તકલીફ છે પરંતુ વયને કારણે થતી આ તકલીફથી મારો આત્મવિશ્વાસ જરા પણ ડગ્યો નથી. તમામ ચુંટણીઓમાં મતદાન કર્યુ છે ત્યારે તમામ નાગરીકોએ મતદાન ચોક્કસ કરવુ જોઈએ. અંકલેશ્વર પ્રાત અધિકારી અને મામલતદારની હાજરીમાં હોમ વોટીંગની પ્રક્રિયા પુર્ણ કરવામાં આવી હતી.

તે જ પ્રમાણે અંકલેશ્વર વિધાનસભામાં સમાવિષ્ટ હાંસોટ તાલુકાના બુથ નં-26 મતદાન મથક રોહિદ ગામે પોસ્ટલ બેલેટની ટીમ દ્વારા મામલતદાર હાંસોટની હાજરીમાં શતાયુ મતદાર શાંતાબેન ઝીણાભાઈ વસાવાને પુષ્પગુચ્છ દ્વારા સન્માનિત કરી હોમ વોટિંગ કરાવવમાં આવ્યુ હતુ. સતાયુ મતદાર શાંતાબેન વસાવાએ મતદાન કરી અન્ય મતદારો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા. ઈલેકશન કમિશન ઓફ ઈન્ડિયા એકપણ મતદાતા મતાધિકારના ઉપયોગથી વંચિત ન રહે તે માટે પ્રતિબદ્ધ છે ત્યારે 85 થી વધુ ઉંમરના અને દિવ્યાંગ મતદારોને ખાસ હોમ વોટીંગની સુવિધા આપવામાં આવે છે. ચુંટણી પંચની આ સુવિધા થકી અંકલેશ્વર વિધાનસભામાં અંકલેશ્વર અને હાંસોટના વયોવૃદ્ધ અને દિવ્યાંગ નાગરિકોએ તેમના ઘર આંગણે જ ગૌરવભેર હોમ વોટીંગ કર્યુ છે. ભરૂચ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શનમાં જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા ચુંટણીલક્ષી કામગીરીની સાથે હોમ વોટીંગ સવલત અંતર્ગત વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોના મત લેવામાં આવ્યા હતા.