Kodinarમાં સિંહ પરિવારે રોડ પર મારી લટાર અને શહેરીજનોમાં ભય ફેલાયો

જામવાળા રોડ પર સિંહણ, બાળસિંહોની લટાર સિંહ પરિવારનો રસ્તો ઓળંગતો વીડિયો વાયરલ સિંહ પરિવાર દેખાતા શહેરીજનોમાં ભય કોડીનારમાં સિંહ પરિવારે રોડ પર લટાર મારી છે. જેમાં સિંહ પરિવારની લટારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. તેમાં જામવાળા રોડ પર સિંહણ, બાળસિંહોની લટાર જોવા મળી છે. જેમાં સિંહ પરિવારનો રસ્તો ઓળંગતો વીડિયો વાયરલ થયો છે. સિંહ પરિવાર દેખાતા શહેરીજનોમાં ભયનો માહોલ છવાયો છે. શહેરની એકદમ નજીક સિંહ પરિવાર દેખા દેતા શહેરીજનોમાં ભય કોડીનાર જામવાળા રોડ પર રોણાજ ગામ પહેલા સિંહણ તેમજ સિંહબાળ રસ્તો ઓળંગતા હોય તેવો વીડિયો હાલમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વધતી જતી ગરમીને કારણે વન્ય પ્રાણીઓ છાશવારે શહેર વિસ્તારની નજીક પાણી અને ખોરાકની શોધમાં આવી ચડે છે. જેમાં કોડીનાર શહેરની એકદમ નજીક સિંહ પરિવાર દેખા દેતા શેરીજનોમાં ભય ફેલાયો છે. 6 કલાકની સખત જહેમત બાદ 2 સિંહ બાળને પાંજરે પૂર્યા હતા અગાઉ ગીર સોમનાથના કોડીનારમાં આવેલી ખાનગી સિમેન્ટ કંપનીની રેસીડેન્સીયલ કોલોનીમાં વહેલી સવારે સિંહ અને સિંહણે પોતાના ૩ બચ્ચા સાથે ચડી આવ્યા હતા.કોલોનીના સિક્યુરિટી ગાર્ડને આ ઘટના ધ્યાને આવતા તંત્રને જાણ કરતા વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી. 6 કલાકની સખત જહેમત બાદ 2 સિંહ બાળને પાંજરે પૂર્યા હતા. વર્તમાન સમયમાં ઉનાળો તેનું અસલી સ્વરૂપ દર્શાવી રહ્યો છે.ભારે ગરમી અને ઉકળાટથી વન્ય પ્રાણીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા હોય તેવું લાગી રહ્યું છે. કોલોનીમાં રહેતા તમામ પરિવારોમાં ભયનો માહોલ જોવા મળ્યો ગીર જંગલ વિસ્તારમાંથી પાણી અને ખોરાકની શોધમાં સિંહો ગીર જંગલ છોડી ગીર બોર્ડર વિસ્તારના ગામોમાં આવી ચડતા હોય છે.પરંતુ હવે સિંહો શહેરી વિસ્તારમાં પણ આવવા લાગ્યા છે. કોડીનારની ખાનગી સિમેન્ટ કંપનીમાં આવી ચડેલા સિંહ પરિવારને કારણે અહીંની કોલોનીમાં ભયનો માહોલ છવાયો છે.તો સવારના સમયે અફડા તફડી પણ મચી હતી.સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ત્રણેય સિંહ બાળ મળી ગયા બાદ તેઓનું મિલન સિંહ પરિવાર સાથે કરાવવામાં આવશે.જોકે એક સિંહ બાળને ગોતવાના સર્ચ ઓપરેશન દરમિયાન કોલોનીમાં રહેતા તમામ પરિવારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જો કે કોઈ અનિષ્ટ ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા સલામતી રાખી અને સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતુ.

Kodinarમાં સિંહ પરિવારે રોડ પર મારી લટાર અને શહેરીજનોમાં ભય ફેલાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જામવાળા રોડ પર સિંહણ, બાળસિંહોની લટાર
  • સિંહ પરિવારનો રસ્તો ઓળંગતો વીડિયો વાયરલ
  • સિંહ પરિવાર દેખાતા શહેરીજનોમાં ભય

કોડીનારમાં સિંહ પરિવારે રોડ પર લટાર મારી છે. જેમાં સિંહ પરિવારની લટારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. તેમાં જામવાળા રોડ પર સિંહણ, બાળસિંહોની લટાર જોવા મળી છે. જેમાં સિંહ પરિવારનો રસ્તો ઓળંગતો વીડિયો વાયરલ થયો છે. સિંહ પરિવાર દેખાતા શહેરીજનોમાં ભયનો માહોલ છવાયો છે.

શહેરની એકદમ નજીક સિંહ પરિવાર દેખા દેતા શહેરીજનોમાં ભય

કોડીનાર જામવાળા રોડ પર રોણાજ ગામ પહેલા સિંહણ તેમજ સિંહબાળ રસ્તો ઓળંગતા હોય તેવો વીડિયો હાલમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વધતી જતી ગરમીને કારણે વન્ય પ્રાણીઓ છાશવારે શહેર વિસ્તારની નજીક પાણી અને ખોરાકની શોધમાં આવી ચડે છે. જેમાં કોડીનાર શહેરની એકદમ નજીક સિંહ પરિવાર દેખા દેતા શેરીજનોમાં ભય ફેલાયો છે.

6 કલાકની સખત જહેમત બાદ 2 સિંહ બાળને પાંજરે પૂર્યા હતા

અગાઉ ગીર સોમનાથના કોડીનારમાં આવેલી ખાનગી સિમેન્ટ કંપનીની રેસીડેન્સીયલ કોલોનીમાં વહેલી સવારે સિંહ અને સિંહણે પોતાના ૩ બચ્ચા સાથે ચડી આવ્યા હતા.કોલોનીના સિક્યુરિટી ગાર્ડને આ ઘટના ધ્યાને આવતા તંત્રને જાણ કરતા વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી. 6 કલાકની સખત જહેમત બાદ 2 સિંહ બાળને પાંજરે પૂર્યા હતા. વર્તમાન સમયમાં ઉનાળો તેનું અસલી સ્વરૂપ દર્શાવી રહ્યો છે.ભારે ગરમી અને ઉકળાટથી વન્ય પ્રાણીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

કોલોનીમાં રહેતા તમામ પરિવારોમાં ભયનો માહોલ જોવા મળ્યો

ગીર જંગલ વિસ્તારમાંથી પાણી અને ખોરાકની શોધમાં સિંહો ગીર જંગલ છોડી ગીર બોર્ડર વિસ્તારના ગામોમાં આવી ચડતા હોય છે.પરંતુ હવે સિંહો શહેરી વિસ્તારમાં પણ આવવા લાગ્યા છે. કોડીનારની ખાનગી સિમેન્ટ કંપનીમાં આવી ચડેલા સિંહ પરિવારને કારણે અહીંની કોલોનીમાં ભયનો માહોલ છવાયો છે.તો સવારના સમયે અફડા તફડી પણ મચી હતી.સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ત્રણેય સિંહ બાળ મળી ગયા બાદ તેઓનું મિલન સિંહ પરિવાર સાથે કરાવવામાં આવશે.જોકે એક સિંહ બાળને ગોતવાના સર્ચ ઓપરેશન દરમિયાન કોલોનીમાં રહેતા તમામ પરિવારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જો કે કોઈ અનિષ્ટ ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા સલામતી રાખી અને સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતુ.