Loksabha Election:ચાલુ ભાષણે ગેનીબેન ઠાકોર થયા ભાવુક, કહ્યું દગો નહીં કરું

ચાલુ સંબોધન દરમિયાન ધ્રુસકે ધ્રુસકે ગેનીબેન રડ્યા મતદારોને અપીલ કરતા કહ્યું વચન આપું છું, દગો નહીં કરું: ગેનીબેન ધરણીધર અને મા અંબા મારો વિશ્વાસ ન ડગવા દે તેવી પ્રાર્થના બનાસકાંઠા લોકસભામાં ચૂંટણીનો જંગ જામ્યો છે. જેમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઉમેદવારી ફોર્મ ભરશે. તેમાં ભાભરમાં નિવાસસ્થાને કુળદેવી અને મહાદેવના દર્શન કર્યા છે. તેમજ પાલનપુરના ચડોતર નજીક જંગી સભાને સંબોધન કર્યું છે. તથા પાલનપુર કલેક્ટર કચેરી સુધી ગેનીબેન ઠાકોરે રોડ શો યોજ્યો હતો. ગેનીબેન ઠાકોર સભા સંબોધન કરતા સ્ટેજ પર રડી પડ્યા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સભા સંબોધન કરતા સ્ટેજ પર રડી પડ્યા હતા. જેમાં ચાલુ સંબોધન દરમિયાન ધ્રુસકે ધ્રુસકે ગેનીબેન રડ્યા છે. મતદારોને અપીલ કરતા કહ્યું વચન આપું છું, દગો નહીં કરું. ધરણીધર અને મા અંબા મારો વિશ્વાસ ન ડગવા દે તેવી પ્રાર્થના છે. મારો એક દીકરો છે, પરણાવી દીધો, હવે કોઇ જવાબદારી નહી. હવે સેવા માટે જીવન સમર્પિત કરવાનું છે. લોકોએ ફંડ પેટે આપેલા રૂપિયા હું છાતી પર રાખુ છુ. ભગવાનને પ્રાર્થના કરું છું કે મારો વિશ્વાસ ન ડગે.જાહેરસભા સંબોધન કરી તે બાદ ઉમેદવારી ફોર્મ ભરશે લોકોએ લોકસભાની ચૂંટણી લડવા મારી પર ભરોસો કર્યો છે. આટલા મોટા જિલ્લાની ચૂંટણી લડવી નાની વાત નથી. સવારે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર કુળદેવીના આશીર્વાદ મેળવી ફોર્મ ભરવા રવાના થયા હતા. જેમાં ભાભર ખાતે નિવાસસ્થાને કુળદેવી તેમજ આંનદ ધામ ગૌશાળા ખાતે મહાદેવના દર્શન કર્યા હતા. ઘરેથી બહાર નીકળતા ગૌમાતાના દર્શન કરી ગેનીબેન પાલનપુર નીકળ્યા હતા. જેમાં પાલનપુરના ચડોતર ખાતે જાહેરસભા સંબોધન કરી તે બાદ ઉમેદવારી ફોર્મ ભરશે. 

Loksabha Election:ચાલુ ભાષણે ગેનીબેન ઠાકોર થયા ભાવુક, કહ્યું દગો નહીં કરું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચાલુ સંબોધન દરમિયાન ધ્રુસકે ધ્રુસકે ગેનીબેન રડ્યા
  • મતદારોને અપીલ કરતા કહ્યું વચન આપું છું, દગો નહીં કરું: ગેનીબેન
  • ધરણીધર અને મા અંબા મારો વિશ્વાસ ન ડગવા દે તેવી પ્રાર્થના

બનાસકાંઠા લોકસભામાં ચૂંટણીનો જંગ જામ્યો છે. જેમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઉમેદવારી ફોર્મ ભરશે. તેમાં ભાભરમાં નિવાસસ્થાને કુળદેવી અને મહાદેવના દર્શન કર્યા છે. તેમજ પાલનપુરના ચડોતર નજીક જંગી સભાને સંબોધન કર્યું છે. તથા પાલનપુર કલેક્ટર કચેરી સુધી ગેનીબેન ઠાકોરે રોડ શો યોજ્યો હતો.

ગેનીબેન ઠાકોર સભા સંબોધન કરતા સ્ટેજ પર રડી પડ્યા

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સભા સંબોધન કરતા સ્ટેજ પર રડી પડ્યા હતા. જેમાં ચાલુ સંબોધન દરમિયાન ધ્રુસકે ધ્રુસકે ગેનીબેન રડ્યા છે. મતદારોને અપીલ કરતા કહ્યું વચન આપું છું, દગો નહીં કરું. ધરણીધર અને મા અંબા મારો વિશ્વાસ ન ડગવા દે તેવી પ્રાર્થના છે. મારો એક દીકરો છે, પરણાવી દીધો, હવે કોઇ જવાબદારી નહી. હવે સેવા માટે જીવન સમર્પિત કરવાનું છે. લોકોએ ફંડ પેટે આપેલા રૂપિયા હું છાતી પર રાખુ છુ. ભગવાનને પ્રાર્થના કરું છું કે મારો વિશ્વાસ ન ડગે.

જાહેરસભા સંબોધન કરી તે બાદ ઉમેદવારી ફોર્મ ભરશે

લોકોએ લોકસભાની ચૂંટણી લડવા મારી પર ભરોસો કર્યો છે. આટલા મોટા જિલ્લાની ચૂંટણી લડવી નાની વાત નથી. સવારે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર કુળદેવીના આશીર્વાદ મેળવી ફોર્મ ભરવા રવાના થયા હતા. જેમાં ભાભર ખાતે નિવાસસ્થાને કુળદેવી તેમજ આંનદ ધામ ગૌશાળા ખાતે મહાદેવના દર્શન કર્યા હતા. ઘરેથી બહાર નીકળતા ગૌમાતાના દર્શન કરી ગેનીબેન પાલનપુર નીકળ્યા હતા. જેમાં પાલનપુરના ચડોતર ખાતે જાહેરસભા સંબોધન કરી તે બાદ ઉમેદવારી ફોર્મ ભરશે.