મકરબા સ્થિત અસ્માકમ-૨ના ચેરમેને રૂ. ૫૨ લાખની ઉચાપત કર્યાની ફરિયાદ

અમદાવાદ,શનિવારશહેરના મકરબા વિસ્તારમાં આવેલા અસ્માકમ-૨ એપાર્ટમેન્ટના ચેરમેન સંદીપ રંગાડિયા દ્વારા ખોટી એન્ટ્રી કરીને સોસાયટીની વિવિધ બેંકની ફિક્સ ડીપોઝીટ તેમજ અન્ય હિસાબોમાં ગોટાળા કરીને રૂપિયા ૫૨ લાખ જેટલી રકમની ઉચાપત કરી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે વેજલપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. શહેરના મકરબામાં આવેલા અસ્માકમ -૨ એપાર્ટમેન્ટમાં રહેતા જયનાથ સિસોદીયાએ વેજલપુર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે  તેમના એપાર્ટમેન્ટમાં રહેતા સંદીપ રંગોડિયા વર્ષ ૨૦૧૭થી  સોસાયટીના ઇન્ચાર્જ ચેરમેન અને સેક્રેટરી તરીકે  કામગીરી કરતા હતા. ગત ઓક્ટોબર ૨૦૨૩ના રોજ  વાર્ષિક વહીવટી અહેવાલમાં ગરબડ જણાઇ હતી. જેથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે  નવેમ્બર ૨૦૧૮ના રોજ ૨.૨૮ લાખની  ફીક્સ ડીપોઝીટ, ઓગસ્ટ -૨૦૨૨માં ૨.૯૮ લાખ અને ૨.૭૯ લાખ, ઓક્ટોબર-૨૦૨૩માં ૨.૮૧ લાખ અને રૂપિયા એક લાખ, તેમજ જાન્યુઆરી-૨૦૨૩માં ૧૪.૩૯ લાખની  ફીક્સ ડીપોઝીટ મળીને કુલ રૂપિયા ૨૬.૨૪ લાખની  ફીક્સ ડીપોઝીટનો ઉપયોગ અંગત ઉપયોગમાં લીધો હતો. આ ઉપરાંત, ખોટા ઠરાવ પસાર કરીને રૂપિયા ૧૫.૫૯ લાખની ફીક્સ ડીપોઝીટને અન્ય બેંકમા ંટ્રાન્સફર કરવાનું કહીને ઉપાડી લેવામાં આવી હતી. તેમજ સાડા સાત લાખની રકમની અલગ અલગ એજન્સીને ચુકવવાના ખોટા હિસાબ આપ્યા હતા. આમ ૮૪ લાખ જેટલી રકમની ઉચાપત કરવામાં આવી હોવાનું ઓડિટમાં સામે આવ્યું હતું. જે બાબતે છેતરપિંડી કર્યાનો સ્વીકાર  સંદીપભાઇએ કર્યો હતો. જેમાંથી નાણાં પરત આપવાની ખાતરી આપીને રૂપિયા ૩૨ લાખ સોસાયટીમાં જમા કરાવ્યા હતા. પરંતુ, બાકીને ૫૨ લાખ હજુ સુધી પરત આપ્યા નહોતા. જે અંગે  વેજલપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

મકરબા સ્થિત અસ્માકમ-૨ના ચેરમેને રૂ. ૫૨ લાખની ઉચાપત કર્યાની ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શનિવાર

શહેરના મકરબા વિસ્તારમાં આવેલા અસ્માકમ-૨ એપાર્ટમેન્ટના ચેરમેન સંદીપ રંગાડિયા દ્વારા ખોટી એન્ટ્રી કરીને સોસાયટીની વિવિધ બેંકની ફિક્સ ડીપોઝીટ તેમજ અન્ય હિસાબોમાં ગોટાળા કરીને રૂપિયા ૫૨ લાખ જેટલી રકમની ઉચાપત કરી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે વેજલપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. શહેરના મકરબામાં આવેલા અસ્માકમ -૨ એપાર્ટમેન્ટમાં રહેતા જયનાથ સિસોદીયાએ વેજલપુર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે  તેમના એપાર્ટમેન્ટમાં રહેતા સંદીપ રંગોડિયા વર્ષ ૨૦૧૭થી  સોસાયટીના ઇન્ચાર્જ ચેરમેન અને સેક્રેટરી તરીકે  કામગીરી કરતા હતા. ગત ઓક્ટોબર ૨૦૨૩ના રોજ  વાર્ષિક વહીવટી અહેવાલમાં ગરબડ જણાઇ હતી. જેથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે  નવેમ્બર ૨૦૧૮ના રોજ ૨.૨૮ લાખની  ફીક્સ ડીપોઝીટ, ઓગસ્ટ -૨૦૨૨માં ૨.૯૮ લાખ અને ૨.૭૯ લાખ, ઓક્ટોબર-૨૦૨૩માં ૨.૮૧ લાખ અને રૂપિયા એક લાખ, તેમજ જાન્યુઆરી-૨૦૨૩માં ૧૪.૩૯ લાખની  ફીક્સ ડીપોઝીટ મળીને કુલ રૂપિયા ૨૬.૨૪ લાખની  ફીક્સ ડીપોઝીટનો ઉપયોગ અંગત ઉપયોગમાં લીધો હતો. આ ઉપરાંત, ખોટા ઠરાવ પસાર કરીને રૂપિયા ૧૫.૫૯ લાખની ફીક્સ ડીપોઝીટને અન્ય બેંકમા ંટ્રાન્સફર કરવાનું કહીને ઉપાડી લેવામાં આવી હતી. તેમજ સાડા સાત લાખની રકમની અલગ અલગ એજન્સીને ચુકવવાના ખોટા હિસાબ આપ્યા હતા. આમ ૮૪ લાખ જેટલી રકમની ઉચાપત કરવામાં આવી હોવાનું ઓડિટમાં સામે આવ્યું હતું. જે બાબતે છેતરપિંડી કર્યાનો સ્વીકાર  સંદીપભાઇએ કર્યો હતો. જેમાંથી નાણાં પરત આપવાની ખાતરી આપીને રૂપિયા ૩૨ લાખ સોસાયટીમાં જમા કરાવ્યા હતા. પરંતુ, બાકીને ૫૨ લાખ હજુ સુધી પરત આપ્યા નહોતા. જે અંગે  વેજલપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.