મતદાનના દિવસે કામદારોને સવેતન રજા આપવા પાલિકાનું જાહેરનામું

Image: Facebookઆગામી લોકસભાની ચૂંટણી માટે 7 મેના રોજ મતદાન થશે તે દિવસે  સુરત પાલિકાએ પાલિકા વિસ્તારના તમામ કામદારો માટે સવેતન રજા ની જાહેરાત કરી છે. આ અંગે  પાલિકાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે તેના આધારે જો કોઈ કામદાર ને આ દિવસે રજા ના પૈસા માલિક કે સંસ્થા દ્વારા કાપવામાં આવશે તો તેમના વિરુદ્ધ ગુજરાત શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ હેઠળ પગલાં ભરવામાં આવશે. લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા જનજાગૃતિ અનેક કાર્યક્રમ જાહેર કરવામા આવ્યા છે. આ ઉપરાંત વધુમાં વધુ મતદાન થાય અને કારીગરો અને કામદાર વર્ગ મતદાન કરી શકે તે માટે સુરત પાલિકાએ એક જાહેરનામા થકી મતદાનના દિવસે એટલે કે 7 મેના રોજ મતદાન માટે રજા જાહેર કરી છે.  આ ઉપરાંત આ રજા કારીગરોને સવેતન સાથે જાહેર કરવામા આવી છે.સુરત પાલિકાએ જાહેર કરેલા જાહેરનામામાં ઉલ્લેખ કરાયો છે કે,  સુરત મહાનગરપાલિકાની હદમાં આવેલ ગુજરાત શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન ઓફ સર્વિસ) એક્ટ-૨૦૧૯ હેઠળ તમામ દુકાનો અને વેપારી સંસ્થાઓને ગુજરાત લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ સંદર્ભે મતવિભાગની ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં 7 મેના રોજ કામદારોને મતદાન કરવા માટે જવા માટે સવેતન રજા જાહેર કરવાનો હુકમ કરવામા આવ્યો છે. આ રજા લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ની કલમ-૧૩૫ (બી) ૧ મુજબ સવેતન રજા જાહેર કરવામાં  આવી છે. આ દિવસે  કર્મચારીના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. જો કોઈ માલિક જોગવાઈ વિરુદ્ધનું વર્તન કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર રહેશે.

મતદાનના દિવસે કામદારોને સવેતન રજા આપવા પાલિકાનું જાહેરનામું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Image: Facebook

આગામી લોકસભાની ચૂંટણી માટે 7 મેના રોજ મતદાન થશે તે દિવસે  સુરત પાલિકાએ પાલિકા વિસ્તારના તમામ કામદારો માટે સવેતન રજા ની જાહેરાત કરી છે. આ અંગે  પાલિકાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે તેના આધારે જો કોઈ કામદાર ને આ દિવસે રજા ના પૈસા માલિક કે સંસ્થા દ્વારા કાપવામાં આવશે તો તેમના વિરુદ્ધ ગુજરાત શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ હેઠળ પગલાં ભરવામાં આવશે. 

લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા જનજાગૃતિ અનેક કાર્યક્રમ જાહેર કરવામા આવ્યા છે. આ ઉપરાંત વધુમાં વધુ મતદાન થાય અને કારીગરો અને કામદાર વર્ગ મતદાન કરી શકે તે માટે સુરત પાલિકાએ એક જાહેરનામા થકી મતદાનના દિવસે એટલે કે 7 મેના રોજ મતદાન માટે રજા જાહેર કરી છે.  આ ઉપરાંત આ રજા કારીગરોને સવેતન સાથે જાહેર કરવામા આવી છે.

સુરત પાલિકાએ જાહેર કરેલા જાહેરનામામાં ઉલ્લેખ કરાયો છે કે,  સુરત મહાનગરપાલિકાની હદમાં આવેલ ગુજરાત શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન ઓફ સર્વિસ) એક્ટ-૨૦૧૯ હેઠળ તમામ દુકાનો અને વેપારી સંસ્થાઓને ગુજરાત લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ સંદર્ભે મતવિભાગની ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં 7 મેના રોજ કામદારોને મતદાન કરવા માટે જવા માટે સવેતન રજા જાહેર કરવાનો હુકમ કરવામા આવ્યો છે. 

આ રજા લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ની કલમ-૧૩૫ (બી) ૧ મુજબ સવેતન રજા જાહેર કરવામાં  આવી છે. આ દિવસે  કર્મચારીના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. જો કોઈ માલિક જોગવાઈ વિરુદ્ધનું વર્તન કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર રહેશે.