Rajkotના મવડી ગામ તળ વિસ્તારમાં 70 ગેરકાયદેસણ દબાણો દૂર કરાયા

70 જેટલા ઝૂપડા તોડી પાડવામાં આવ્યા જયારે રેતી કપચીનો 75 ટન જથ્થો જપ્ત કરવામાં આવ્યો મવડી પોલીસ હેડ કવાર્ટર વિસ્તારની આસપાસ દબાણ ઉભુ થવા લાગ્યું હતું સરકારી જગ્યા ઉપર દબાણને લઈને કાર્યવાહી હાથધરી રાજકોટ શહેર દક્ષિણ મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર અને તેમની ટીમ દ્રારા મવડી પોલીસ હેડ ક્વાર્ટર પાસેના વોકળા નજીક 70 જેટલાં ગેરકાયદેસર ઝૂપડા આવેલા હતા તે ઝૂંપડાને દૂર કરવામાં આવ્યા હતા. સરકારી જગ્યા પર ગેરકાયદેસર દબાણ સ્વરૂપ આ ઝૂપડા હટાવવા માટે તંત્ર દ્રારા અગાઉથી જે ઝૂંપડામાં રહેતા હતા તે લોકોને જાણ કરવામાં આવી હતી,તો આજે ઝૂંપડાઓને તોડી સરકારી જગ્યાને ખુલ્લી કરી હતી.સરકારી જમીનને ખુલ્લી કરાઈ70 જેટલાં ઝૂપડા 3000 વારમાં બનાવવામાં આવેલા હતા. જેની અંદાજિત કિંમત રૂ. 15 કરોડ જેટલી થાય છે. રાજકોટ દક્ષિણ મામલતદાર કચેરી દ્વારા કોઈપણ જગ્યાએ ગેરકાયદેસર ઝૂપડા કે બાંધકામો ખડકી દેવાયા હોવાનું ધ્યાને આવે છે, ત્યારે સરકારી જગ્યાઓ ઉપર દબાણરૂપ બાંધકામો હટાવવા માટેની કામગીરી કરવામાં આવે છે. અન્ય જમીન પરના દબાણો દૂર કરાશે સરવે નંબર 1940માં પોલીસ હેડ ક્વાર્ટર પાસે આવેલ સરકારી ખરાબની જગ્યામાં મજૂર પરિવારો દ્વારા અંદાજિત 60થી 70 ઝૂંપડાઓ બનાવી દબાણ કરવામાં આવ્યું હતું. જેથી તેઓને દબાણવાળી જગ્યા ખુલી કરવા સમજૂતી કરતા તેઓ સમજૂતી થઈ સ્વેચ્છાએ જમીન ખુલ્લી કરવા જણાવ્યું હતું. જેમાં અંદાજિત 30થી 32 ઝૂંપડાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા અને 1000 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. જ્યારે બાકીના દબાણદારોએ પોતાના દબાણવાળી જગ્યા ખુલ્લી કરવાની બાંહેધરી આપેલી છે. રેતી પણ જપ્ત કરાઈ દબાણ દૂર કરવા જતા ત્યાં બિનવારસી રેતી કપચીના ઢગલાઓ ધ્યાને આવ્યા છે. જે અંગે ખાણ ખનીજ વિભાગને જાણ કરતા તેમની ટીમ સ્થળે ઉપસ્થિત રહી હતી. ત્યારબાદ પંચોને પૂછપરછ કરતા રેતી-કપચીનો જથ્થો કોની માલિકીનો છે એ બાબતે અજાણ હતા. જેથી સાદી રેતીના 15 મેટ્રિક ટનના ત્રણ ઢગલા મળી કુલ 45 મેટ્રિક ટન તથા બ્લેક ટ્રેપ (કપચી)ના 15 ટનના 2 ઢગલા મળી કુલ 30 મેટ્રિક ટનનો અંદાજે 50,000ની કિંમતનો જથ્થો ખાણ-ખનીજની ટીમ દ્વારા સિઝ કરવામાં આવ્યો છે.

Rajkotના મવડી ગામ તળ વિસ્તારમાં 70 ગેરકાયદેસણ દબાણો દૂર કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 70 જેટલા ઝૂપડા તોડી પાડવામાં આવ્યા જયારે રેતી કપચીનો 75 ટન જથ્થો જપ્ત કરવામાં આવ્યો
  • મવડી પોલીસ હેડ કવાર્ટર વિસ્તારની આસપાસ દબાણ ઉભુ થવા લાગ્યું હતું
  • સરકારી જગ્યા ઉપર દબાણને લઈને કાર્યવાહી હાથધરી

રાજકોટ શહેર દક્ષિણ મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર અને તેમની ટીમ દ્રારા મવડી પોલીસ હેડ ક્વાર્ટર પાસેના વોકળા નજીક 70 જેટલાં ગેરકાયદેસર ઝૂપડા આવેલા હતા તે ઝૂંપડાને દૂર કરવામાં આવ્યા હતા. સરકારી જગ્યા પર ગેરકાયદેસર દબાણ સ્વરૂપ આ ઝૂપડા હટાવવા માટે તંત્ર દ્રારા અગાઉથી જે ઝૂંપડામાં રહેતા હતા તે લોકોને જાણ કરવામાં આવી હતી,તો આજે ઝૂંપડાઓને તોડી સરકારી જગ્યાને ખુલ્લી કરી હતી.

સરકારી જમીનને ખુલ્લી કરાઈ

70 જેટલાં ઝૂપડા 3000 વારમાં બનાવવામાં આવેલા હતા. જેની અંદાજિત કિંમત રૂ. 15 કરોડ જેટલી થાય છે. રાજકોટ દક્ષિણ મામલતદાર કચેરી દ્વારા કોઈપણ જગ્યાએ ગેરકાયદેસર ઝૂપડા કે બાંધકામો ખડકી દેવાયા હોવાનું ધ્યાને આવે છે, ત્યારે સરકારી જગ્યાઓ ઉપર દબાણરૂપ બાંધકામો હટાવવા માટેની કામગીરી કરવામાં આવે છે.


અન્ય જમીન પરના દબાણો દૂર કરાશે

સરવે નંબર 1940માં પોલીસ હેડ ક્વાર્ટર પાસે આવેલ સરકારી ખરાબની જગ્યામાં મજૂર પરિવારો દ્વારા અંદાજિત 60થી 70 ઝૂંપડાઓ બનાવી દબાણ કરવામાં આવ્યું હતું. જેથી તેઓને દબાણવાળી જગ્યા ખુલી કરવા સમજૂતી કરતા તેઓ સમજૂતી થઈ સ્વેચ્છાએ જમીન ખુલ્લી કરવા જણાવ્યું હતું. જેમાં અંદાજિત 30થી 32 ઝૂંપડાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા અને 1000 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. જ્યારે બાકીના દબાણદારોએ પોતાના દબાણવાળી જગ્યા ખુલ્લી કરવાની બાંહેધરી આપેલી છે.


રેતી પણ જપ્ત કરાઈ

દબાણ દૂર કરવા જતા ત્યાં બિનવારસી રેતી કપચીના ઢગલાઓ ધ્યાને આવ્યા છે. જે અંગે ખાણ ખનીજ વિભાગને જાણ કરતા તેમની ટીમ સ્થળે ઉપસ્થિત રહી હતી. ત્યારબાદ પંચોને પૂછપરછ કરતા રેતી-કપચીનો જથ્થો કોની માલિકીનો છે એ બાબતે અજાણ હતા. જેથી સાદી રેતીના 15 મેટ્રિક ટનના ત્રણ ઢગલા મળી કુલ 45 મેટ્રિક ટન તથા બ્લેક ટ્રેપ (કપચી)ના 15 ટનના 2 ઢગલા મળી કુલ 30 મેટ્રિક ટનનો અંદાજે 50,000ની કિંમતનો જથ્થો ખાણ-ખનીજની ટીમ દ્વારા સિઝ કરવામાં આવ્યો છે.