Hit And Run: વિસ્મયશાહને દસ-વર્ષે પાસપોર્ટ પાછો મળ્યો પણ અન્યકેસમાં જમા લેવાશે

અડાલજ પોલીસ મથકમાં વર્ષ 2017માં દારૂની મહેફ્લિ કેસ પડતર છેસજા પુરી કર્યા બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પાસપોર્ટ પરત મેળવવા માટે અરજી કરી હતી વિસ્મય શાહ સામે અડાલજ પોલીસ મથકમાં વર્ષ 2017માં દારૂની મેહફ્લિનો કેસ થયો હતો વસ્ત્રાપુર હિટ એન્ડ રન કેસમાં પાંચ વર્ષની સજા પામેલા વિસ્મય અમીત શાહની સજા પૂરી થતા પાસપોર્ટ પરત મેળવીને દારૂની મહેફિલના કેસમાં જમા કરવાની શરતે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે મુકત કર્યો છે. જો કે, અડાલજ પોલીસ મથકમાં વર્ષ 2017માં દારૂની મહેફ્લિ કેસ પડતર હોવાને કારણે કોર્ટે પાસપોર્ટ ગાંધીનગર કોર્ટમાં જમા કરાવવાની શરતે પરત આપ્યો છે. જજિસ બંગલા પાસે વર્ષ 2013માં પૂરઝડપે કાર હંકારીને બે યુવકોનાં મોત નિપજવાના કેસમાં વિસ્યમ અમીત શાહની ધરપકડ થઈ હતી. જે કેસમાં વિસ્મય શાહને કોર્ટે પાંચ વર્ષની સજા ફ્ટકારી હતી. વિસ્મય શાહએ સજા પુરી કર્યા બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પાસપોર્ટ પરત મેળવવા માટે અરજી કરી હતી.જેમાં કોર્ટે વિસ્મય શાહને અન્ય કેસ છે કે કેમ? સરકાર તરફ્થી કોર્ટને જણાવ્યું હતું કે, વિસ્મય શાહ સામે અડાલજ પોલીસ મથકમાં વર્ષ 2017માં દારૂની મેહફ્લિનો કેસ થયો હતો.જેમાં ગુજરાત હાઈકોર્ટે પાસપોર્ટ જમા કરવાની શરતે જામીન મંજૂર કર્યા હતા. આ પછી વિસ્મય શાહએ કોર્ટને અરજી આપીને જણાવ્યું હતું કે, અડાલજ પોલીસ મથકની હદમાં વર્ષ 2017માં પ્રોહિબિશનનો કેસ થયો હતો. જેમાં ગુજરાત હાઈકોર્ટે અસલ પાસપોર્ટ જમા કરવા હુકમ કર્યો હતો. જેના આધારે ગ્રામ્ય કોર્ટે વિસ્મય શાહનો પાસપોર્ટ વસ્ત્ર્રાપુર પોલીસ મથકના ગુનામાં થી છોડવા હુકમ કરીને અડાલજ પોલીસ મથકના ગુનામાં જમા કરવા હુકમ કર્યો હતો. આરોપી પાસપોર્ટ જમા કરાવે તેના પુરાવા કોર્ટમાં જમા કરવાનો નિર્દેશ આપ્યો છે. 9ના મોત કેસમાં તથ્ય પટેલ સામે હજુ ચાર્જફ્રેમ થયો નથી ઈસ્કોન બ્રીજ ઉપર બે ફમ કાર હંકારી નવ નિર્દોષ લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલ સામે ઝડપી ટ્રાયલ ચલાવવા માટે પોલીસ દ્વારા આઠ દિવસમાં જ તપાસ કરી ચાર્જશીટ કરી નાંખી હતી. જુલાઇ મહિનામાં ઘટના બની ત્યારે ફસ્ટ ટ્રાયલ ચલાવવામાં આવશે તેવો હૂંકાર રાજ્ય સરકારે કર્યો હતો, પરંતુ 11 માસ થવા આવ્યા છતા તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે હજુ સુધી ચાર્જફ્રેમ થયો નથી. હાઇકોર્ટમાં તથ્યની અરજી પડતર હોવાને કારણે ચાર્જફ્રેમ મામલે અટકી પડયો છે.

Hit And Run: વિસ્મયશાહને દસ-વર્ષે પાસપોર્ટ પાછો મળ્યો પણ અન્યકેસમાં જમા લેવાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અડાલજ પોલીસ મથકમાં વર્ષ 2017માં દારૂની મહેફ્લિ કેસ પડતર છે
  • સજા પુરી કર્યા બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પાસપોર્ટ પરત મેળવવા માટે અરજી કરી હતી
  • વિસ્મય શાહ સામે અડાલજ પોલીસ મથકમાં વર્ષ 2017માં દારૂની મેહફ્લિનો કેસ થયો હતો

વસ્ત્રાપુર હિટ એન્ડ રન કેસમાં પાંચ વર્ષની સજા પામેલા વિસ્મય અમીત શાહની સજા પૂરી થતા પાસપોર્ટ પરત મેળવીને દારૂની મહેફિલના કેસમાં જમા કરવાની શરતે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે મુકત કર્યો છે. જો કે, અડાલજ પોલીસ મથકમાં વર્ષ 2017માં દારૂની મહેફ્લિ કેસ પડતર હોવાને કારણે કોર્ટે પાસપોર્ટ ગાંધીનગર કોર્ટમાં જમા કરાવવાની શરતે પરત આપ્યો છે.

જજિસ બંગલા પાસે વર્ષ 2013માં પૂરઝડપે કાર હંકારીને બે યુવકોનાં મોત નિપજવાના કેસમાં વિસ્યમ અમીત શાહની ધરપકડ થઈ હતી. જે કેસમાં વિસ્મય શાહને કોર્ટે પાંચ વર્ષની સજા ફ્ટકારી હતી. વિસ્મય શાહએ સજા પુરી કર્યા બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પાસપોર્ટ પરત મેળવવા માટે અરજી કરી હતી.જેમાં કોર્ટે વિસ્મય શાહને અન્ય કેસ છે કે કેમ? સરકાર તરફ્થી કોર્ટને જણાવ્યું હતું કે, વિસ્મય શાહ સામે અડાલજ પોલીસ મથકમાં વર્ષ 2017માં દારૂની મેહફ્લિનો કેસ થયો હતો.જેમાં ગુજરાત હાઈકોર્ટે પાસપોર્ટ જમા કરવાની શરતે જામીન મંજૂર કર્યા હતા. આ પછી વિસ્મય શાહએ કોર્ટને અરજી આપીને જણાવ્યું હતું કે, અડાલજ પોલીસ મથકની હદમાં વર્ષ 2017માં પ્રોહિબિશનનો કેસ થયો હતો. જેમાં ગુજરાત હાઈકોર્ટે અસલ પાસપોર્ટ જમા કરવા હુકમ કર્યો હતો. જેના આધારે ગ્રામ્ય કોર્ટે વિસ્મય શાહનો પાસપોર્ટ વસ્ત્ર્રાપુર પોલીસ મથકના ગુનામાં થી છોડવા હુકમ કરીને અડાલજ પોલીસ મથકના ગુનામાં જમા કરવા હુકમ કર્યો હતો. આરોપી પાસપોર્ટ જમા કરાવે તેના પુરાવા કોર્ટમાં જમા કરવાનો નિર્દેશ આપ્યો છે.

9ના મોત કેસમાં તથ્ય પટેલ સામે હજુ ચાર્જફ્રેમ થયો નથી

ઈસ્કોન બ્રીજ ઉપર બે ફમ કાર હંકારી નવ નિર્દોષ લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલ સામે ઝડપી ટ્રાયલ ચલાવવા માટે પોલીસ દ્વારા આઠ દિવસમાં જ તપાસ કરી ચાર્જશીટ કરી નાંખી હતી. જુલાઇ મહિનામાં ઘટના બની ત્યારે ફસ્ટ ટ્રાયલ ચલાવવામાં આવશે તેવો હૂંકાર રાજ્ય સરકારે કર્યો હતો, પરંતુ 11 માસ થવા આવ્યા છતા તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે હજુ સુધી ચાર્જફ્રેમ થયો નથી. હાઇકોર્ટમાં તથ્યની અરજી પડતર હોવાને કારણે ચાર્જફ્રેમ મામલે અટકી પડયો છે.