Khedaમાં CMની મુલાકાત બાદ કલેકટરે નાયબ મામલતદારોની કરી બદલી

ખેડા જિલ્લામાં નાયબ મામલતદારોની સામૂહિક બદલી CM ભૂપેન્દ્ર પટેલે લીધી હતી ઓચિંતિ મુલાકાત ત્યાર બાદ ખેડા મામલતદાર પી.વી.શાહની થઈ હતી બદલી ગુજરાતના મુખ્યપ્રધાન 14 જૂને ખેડા કલેકટર કચેરીમાં ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા.ત્યારબાદ ગઈકાલે ખેડા કલેકટર પણ ઓચિતી મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે નાયબમામલતદાર ગેરહાજર જોવા મળ્યા તો અરજદારોની લાંબી લાઈન હતી,ત્યારે આજે ખેડા કલેકટર દ્રારા નાયબ મામલતદારોની બદલી કરી હતી. અધિકારી નહી હોવાથી અરજદારોના નથી થતા કામ કલેક્ટરની વિઝિટમાં નાયબ મામલતદાર ગેરહાજર જોવા મળતા તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો હતો.આધારકાર્ડ અને જમીનના દાખલા કઢાવવાને લઈ લોકોને તકલીફ પડી રહી છે બીજી તરફ અધિકારીઓ સમય મૂજબ ઓફીસ પહોંચતા નથી જેના કારણે અરજદારોમાં પણ ગુસ્સો જોવા મળ્યો હતો. પડતી તકલીફને લઈ વિઝિટ,કલેકટરનું કહેવું છે કે,કોઈપણ અધિકારી દલાલ મારફતે કામનો આગ્રહ રાખે તો તેની ફરિયાદ મામલતદારને કરી શકો છો અને મામલતદાર પગલા ના ભરે તો સીધી કલેકટર કચેરી ખાતે ફરિયાદ થઈ શકે છે. સીએમ 14 જૂને પહોંચ્યા હતા ખેડા કલેકટર ઓફીસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની કચેરીઓમાં થતી પ્રજાલક્ષી કામગીરીના નિરીક્ષણ અને કર્મયોગીઓના લોકો સાથેના વ્યવહાર વર્તનની જાત માહિતી મેળવવા જિલ્લા વહીવટી તંત્રની કચેરીઓની ઓચિંતી મુલાકાત લેવાનો જન સંવેદનાલક્ષી અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી આ અભિગમને આગળ ધપાવતાં 14 જૂને ખેડા જિલ્લા સેવા સદનની સરપ્રાઈઝ વિઝીટ માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી આણંદના સારસામાં ગ્રામજનો સાથે સંવાદ કાર્યક્રમ પૂર્ણ કરીને કોઈ જ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ સિવાય ખેડા જિલ્લા સેવા સદનની મુલાકાતે ગયા હતા. તેમણે તાલુકા સેવા સદનમાં પોતાના કામકાજ માટે આવેલા સામાન્ય નાગરિકો, મુલાકાતીઓ સાથે વાતચીત કરીને વહીવટી તંત્રની કામગીરી અંગે તેમના પ્રતિભાવો જાણ્યા હતા. સીએમએ અધિકારીઓને સૂચનો પણ કર્યા હતા પોતાના કામકાજ માટે કચેરીની મુલાકાતે આવતા લોકો માટે પીવાનું પાણી, બેસવા માટેની વ્યવસ્થા તથા કચેરીઓની સફાઈ-સ્વચ્છતા અને અન્ય સુવિધાઓ બાબતે પણ જિલ્લા વહીવટી તંત્રને જરૂરી સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીની આ ઓચિંતી મુલાકાત દરમિયાન જનપ્રતિનિધિઓ-પદાધિકારીઓને પણ મળ્યા હતા તેમજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી વગેરે તાલુકા અધિકારીઓ સાથે પણ બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.મુખ્યમંત્રી સાથે મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, મુખ્યમંત્રીશ્રીના ઓ.એસ.ડી. શ્રી ધીરજ પારેખ વગેરે પણ આ સરપ્રાઈઝ વિઝીટમાં જોડાયા હતા.

Khedaમાં CMની મુલાકાત બાદ કલેકટરે નાયબ મામલતદારોની કરી બદલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખેડા જિલ્લામાં નાયબ મામલતદારોની સામૂહિક બદલી
  • CM ભૂપેન્દ્ર પટેલે લીધી હતી ઓચિંતિ મુલાકાત
  • ત્યાર બાદ ખેડા મામલતદાર પી.વી.શાહની થઈ હતી બદલી

ગુજરાતના મુખ્યપ્રધાન 14 જૂને ખેડા કલેકટર કચેરીમાં ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા.ત્યારબાદ ગઈકાલે ખેડા કલેકટર પણ ઓચિતી મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે નાયબમામલતદાર ગેરહાજર જોવા મળ્યા તો અરજદારોની લાંબી લાઈન હતી,ત્યારે આજે ખેડા કલેકટર દ્રારા નાયબ મામલતદારોની બદલી કરી હતી.

અધિકારી નહી હોવાથી અરજદારોના નથી થતા કામ

કલેક્ટરની વિઝિટમાં નાયબ મામલતદાર ગેરહાજર જોવા મળતા તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો હતો.આધારકાર્ડ અને જમીનના દાખલા કઢાવવાને લઈ લોકોને તકલીફ પડી રહી છે બીજી તરફ અધિકારીઓ સમય મૂજબ ઓફીસ પહોંચતા નથી જેના કારણે અરજદારોમાં પણ ગુસ્સો જોવા મળ્યો હતો. પડતી તકલીફને લઈ વિઝિટ,કલેકટરનું કહેવું છે કે,કોઈપણ અધિકારી દલાલ મારફતે કામનો આગ્રહ રાખે તો તેની ફરિયાદ મામલતદારને કરી શકો છો અને મામલતદાર પગલા ના ભરે તો સીધી કલેકટર કચેરી ખાતે ફરિયાદ થઈ શકે છે.

સીએમ 14 જૂને પહોંચ્યા હતા ખેડા કલેકટર ઓફીસ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની કચેરીઓમાં થતી પ્રજાલક્ષી કામગીરીના નિરીક્ષણ અને કર્મયોગીઓના લોકો સાથેના વ્યવહાર વર્તનની જાત માહિતી મેળવવા જિલ્લા વહીવટી તંત્રની કચેરીઓની ઓચિંતી મુલાકાત લેવાનો જન સંવેદનાલક્ષી અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી આ અભિગમને આગળ ધપાવતાં 14 જૂને ખેડા જિલ્લા સેવા સદનની સરપ્રાઈઝ વિઝીટ માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી આણંદના સારસામાં ગ્રામજનો સાથે સંવાદ કાર્યક્રમ પૂર્ણ કરીને કોઈ જ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ સિવાય ખેડા જિલ્લા સેવા સદનની મુલાકાતે ગયા હતા. તેમણે તાલુકા સેવા સદનમાં પોતાના કામકાજ માટે આવેલા સામાન્ય નાગરિકો, મુલાકાતીઓ સાથે વાતચીત કરીને વહીવટી તંત્રની કામગીરી અંગે તેમના પ્રતિભાવો જાણ્યા હતા.

સીએમએ અધિકારીઓને સૂચનો પણ કર્યા હતા

પોતાના કામકાજ માટે કચેરીની મુલાકાતે આવતા લોકો માટે પીવાનું પાણી, બેસવા માટેની વ્યવસ્થા તથા કચેરીઓની સફાઈ-સ્વચ્છતા અને અન્ય સુવિધાઓ બાબતે પણ જિલ્લા વહીવટી તંત્રને જરૂરી સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીની આ ઓચિંતી મુલાકાત દરમિયાન જનપ્રતિનિધિઓ-પદાધિકારીઓને પણ મળ્યા હતા તેમજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી વગેરે તાલુકા અધિકારીઓ સાથે પણ બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.મુખ્યમંત્રી સાથે મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, મુખ્યમંત્રીશ્રીના ઓ.એસ.ડી. શ્રી ધીરજ પારેખ વગેરે પણ આ સરપ્રાઈઝ વિઝીટમાં જોડાયા હતા.