Surat News : બોલો આ કેવુ,19 વર્ષે ચિંટીંગનો આરોપી ઝડપાયો

સાડી પોલિસિંગનો વેપાર કરતા વેપારી સાથે આચરી હતી છેતરપિંડી આરોપીએ વેપારીને રૂપિયા 9.47 લાખનો ચૂનો ચોપડયો હતો આરોપી ભેરૂદાસ ઉર્ફે ભૈરવસિંહ પુખદાસજી વૈષ્ણવ સુરતના ગોડાદરા ખાતેથી પકડાયો રિંગ રોડની માર્કેટમાં ગ્રે-કાપડની પોણા દસ લાખની ચીટીંગ કરી ભાગી ગયેલો વેપારી રાજસ્થાનમાં હનુમાન દાદાના મંદિરમાં 6 હજારના માસિક પગારમાં પૂજારી બની રહેતો હતો. આ વેપારી સુરતમાં સંબંધીને ત્યાં આવ્યો હોવાની હકીકત સુરત એસઓજીને મળી હતી,તો એસઓજી પોલીસે સુરતમાં આવતા પોલીસે તેની ધરપકડ કરી છે. રાજસ્થાનથી આવતા ઝડપાયો વેપારી નામે ભેરૂદાસ ઉર્ફે ભેરવસિંહ પુખદાસજી વૈષ્ણવને એસઓજીએ સલાબતપુરા પોલીસને સોંપી દીધો હતો.પોલીસે વેપારીની ધરપકડની કાર્યવાહી કરી હતી.પકડાયેલો વેપારી છેલ્લા 20 વર્ષથી ભાગતો ફરતો હતો. ગુનો દાખલ થતાની સાથે વેપારી સુરત છોડીને રાજસ્થાન ચાલી ગયો હતો. મોટાભાગે તે રાજસ્થાનમાં રહેતો હતો.આરોપી 20 વર્ષ પહેલા સલાબતપુરા પોલીસ મથકની હદમાં આવેલ સાગર માર્કેટમાં દુકાન નં. 189માં બાલાજી પાલીસ વર્કસ નામથી સાડી પાલીસ કરવાનુ વેપાર કરતો હતો. વર્ષ 2005થી ફરાર હતો આરોપી વર્ષ 2005માં વેપારી ભેરૂદાસએ રૂ.9,47,497નો સાડીનો પાલીસ કરીને માલ પરત કરવાને બદલે બારોબાર વેચી માર્યો હતો. જેના કારણે વેપારીએ 9.47 લાખની છેતરપિંડીની ફરિયાદ સલાબતપુરા પોલીસમાં નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 7 વર્ષ જુનો હત્યાનો આરોપી પણ ઝડપાયો મળતી માહિતી મુજબ વર્ષ 2017માં સુરતના ઉધના રેલ્વે પ્લેટફોર્મ ઉપર ટ્રેનના ડબ્બામાં બેસવા જેવી સામાન્ય બાબતે ઝઘડો કરી ત્રણ અજાણ્યા ઈસમો એક ઇસમની હત્યા કરી ફરાર થઇ ગયા હતા. આ ગુનામાં સંડોવાયેલા ત્રણેય ઈસમો હજુ સુધી પોલીસ પકડથી દુર હતા. દરમિયાન સુરત એસઓજી પોલીસે સુરતના લીંબાયત નીલગીરી સર્કલ પાસેથી ત્રણ પૈકી એક આરોપી સુદર્શન ઉર્ફે સુધ્યા જાડા પ્રભાશંકર પાટીલ (ઉ.27)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.  

Surat News : બોલો આ કેવુ,19 વર્ષે ચિંટીંગનો આરોપી ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાડી પોલિસિંગનો વેપાર કરતા વેપારી સાથે આચરી હતી છેતરપિંડી
  • આરોપીએ વેપારીને રૂપિયા 9.47 લાખનો ચૂનો ચોપડયો હતો
  • આરોપી ભેરૂદાસ ઉર્ફે ભૈરવસિંહ પુખદાસજી વૈષ્ણવ સુરતના ગોડાદરા ખાતેથી પકડાયો

રિંગ રોડની માર્કેટમાં ગ્રે-કાપડની પોણા દસ લાખની ચીટીંગ કરી ભાગી ગયેલો વેપારી રાજસ્થાનમાં હનુમાન દાદાના મંદિરમાં 6 હજારના માસિક પગારમાં પૂજારી બની રહેતો હતો. આ વેપારી સુરતમાં સંબંધીને ત્યાં આવ્યો હોવાની હકીકત સુરત એસઓજીને મળી હતી,તો એસઓજી પોલીસે સુરતમાં આવતા પોલીસે તેની ધરપકડ કરી છે.

રાજસ્થાનથી આવતા ઝડપાયો

વેપારી નામે ભેરૂદાસ ઉર્ફે ભેરવસિંહ પુખદાસજી વૈષ્ણવને એસઓજીએ સલાબતપુરા પોલીસને સોંપી દીધો હતો.પોલીસે વેપારીની ધરપકડની કાર્યવાહી કરી હતી.પકડાયેલો વેપારી છેલ્લા 20 વર્ષથી ભાગતો ફરતો હતો. ગુનો દાખલ થતાની સાથે વેપારી સુરત છોડીને રાજસ્થાન ચાલી ગયો હતો. મોટાભાગે તે રાજસ્થાનમાં રહેતો હતો.આરોપી 20 વર્ષ પહેલા સલાબતપુરા પોલીસ મથકની હદમાં આવેલ સાગર માર્કેટમાં દુકાન નં. 189માં બાલાજી પાલીસ વર્કસ નામથી સાડી પાલીસ કરવાનુ વેપાર કરતો હતો.

વર્ષ 2005થી ફરાર હતો આરોપી

વર્ષ 2005માં વેપારી ભેરૂદાસએ રૂ.9,47,497નો સાડીનો પાલીસ કરીને માલ પરત કરવાને બદલે બારોબાર વેચી માર્યો હતો. જેના કારણે વેપારીએ 9.47 લાખની છેતરપિંડીની ફરિયાદ સલાબતપુરા પોલીસમાં નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

7 વર્ષ જુનો હત્યાનો આરોપી પણ ઝડપાયો

મળતી માહિતી મુજબ વર્ષ 2017માં સુરતના ઉધના રેલ્વે પ્લેટફોર્મ ઉપર ટ્રેનના ડબ્બામાં બેસવા જેવી સામાન્ય બાબતે ઝઘડો કરી ત્રણ અજાણ્યા ઈસમો એક ઇસમની હત્યા કરી ફરાર થઇ ગયા હતા. આ ગુનામાં સંડોવાયેલા ત્રણેય ઈસમો હજુ સુધી પોલીસ પકડથી દુર હતા. દરમિયાન સુરત એસઓજી પોલીસે સુરતના લીંબાયત નીલગીરી સર્કલ પાસેથી ત્રણ પૈકી એક આરોપી સુદર્શન ઉર્ફે સુધ્યા જાડા પ્રભાશંકર પાટીલ (ઉ.27)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.