Vadodara News: રસ્તા પર ચાલતી કાર પર આસોપાલવનું વૃક્ષ પડ્યું

નહેરુ ભવન વિસ્તારમાં આસોપાલવનું વૃક્ષ ધરાશાયી કારમાં સવાર પાંચ લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા વૃક્ષ ધારાશાઇ થતા જ લોકોના ટોળા ઉમટ્યા વડોદરામાં ચાલુ કાર પર આસોપાલવનું વૃક્ષ પડ્યું હતુ. જેમાં નહેરુ ભવન વિસ્તારમાં આસોપાલવનું વૃક્ષ ધરાશાયી થયુ હતુ. તેમાં કારમાં સવાર પાંચ લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા હતા. મહાકાળી સેવઉસળની બાજુમાં આવેલ આસોપાલવનું વૃક્ષ ધરાશાઇ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો. જેમાં રસ્તા પરથી પસાર થતી કાર પર ધડાકાભેર વૃક્ષ ધરાશાઇ થયુ હતુ. ચાલુ કાર પર વૃક્ષ ધારાશાઇ થતા જ લોકોના ટોળા ઉમટ્યા હતા.કારમાં સવાર ચાર મહિલાઓ અને એક પુરુષનો આબાદ બચાવ થયો કારમાં સવાર ચાર મહિલાઓ અને એક પુરુષનો આબાદ બચાવ થયો હતો. જેમાં સ્થાનિક લોકોએ વૃક્ષ નીચે દબાયેલ કારમાંથી પાંચેય લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતા જ ચીફ ફાયર ઓફિસર સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. જેમાં ભારે જહેમત બાદ મહાકાય આસોપાલવના વૃક્ષ નીચે દબાયેલ કારને બહાર કાઢી હતી. તથા વૃક્ષ નીચે દબાતા કારને ભારે નુકસાન પહોંચ્યુ છે. વિસાવદર નજીક કાર પર તોતિંગ વૃક્ષ પડ્યું હોવાની ઘટના સામે આવી હતી અગાઉ વિસાવદર નજીક કાર પર તોતિંગ વૃક્ષ પડ્યું હોવાની ઘટના સામે આવી હતી. કાર પર વૃક્ષ પડવાને લીધે આકોલવાડી ગામના એક જ પરિવારના ત્રણ સભ્યો ઇજાગ્રસ્ત થયા હતા. પરિવારના સભ્ય લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. મોટી મોણપરી ગામે લગ્ન પ્રસંગે ગયા હતા, ત્યારે પરત ફરતી વખતે કાર પર તોતિંગ વૃક્ષ પડ્યું હતું. જેના લીધે બે પુત્રી અને પિતાને ઇજા પહોંચતાં સારવાર માટે વિસાવદર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Vadodara News: રસ્તા પર ચાલતી કાર પર આસોપાલવનું વૃક્ષ પડ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નહેરુ ભવન વિસ્તારમાં આસોપાલવનું વૃક્ષ ધરાશાયી
  • કારમાં સવાર પાંચ લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા
  • વૃક્ષ ધારાશાઇ થતા જ લોકોના ટોળા ઉમટ્યા

વડોદરામાં ચાલુ કાર પર આસોપાલવનું વૃક્ષ પડ્યું હતુ. જેમાં નહેરુ ભવન વિસ્તારમાં આસોપાલવનું વૃક્ષ ધરાશાયી થયુ હતુ. તેમાં કારમાં સવાર પાંચ લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા હતા. મહાકાળી સેવઉસળની બાજુમાં આવેલ આસોપાલવનું વૃક્ષ ધરાશાઇ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો. જેમાં રસ્તા પરથી પસાર થતી કાર પર ધડાકાભેર વૃક્ષ ધરાશાઇ થયુ હતુ. ચાલુ કાર પર વૃક્ષ ધારાશાઇ થતા જ લોકોના ટોળા ઉમટ્યા હતા.

કારમાં સવાર ચાર મહિલાઓ અને એક પુરુષનો આબાદ બચાવ થયો

કારમાં સવાર ચાર મહિલાઓ અને એક પુરુષનો આબાદ બચાવ થયો હતો. જેમાં સ્થાનિક લોકોએ વૃક્ષ નીચે દબાયેલ કારમાંથી પાંચેય લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતા જ ચીફ ફાયર ઓફિસર સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. જેમાં ભારે જહેમત બાદ મહાકાય આસોપાલવના વૃક્ષ નીચે દબાયેલ કારને બહાર કાઢી હતી. તથા વૃક્ષ નીચે દબાતા કારને ભારે નુકસાન પહોંચ્યુ છે.

વિસાવદર નજીક કાર પર તોતિંગ વૃક્ષ પડ્યું હોવાની ઘટના સામે આવી હતી

અગાઉ વિસાવદર નજીક કાર પર તોતિંગ વૃક્ષ પડ્યું હોવાની ઘટના સામે આવી હતી. કાર પર વૃક્ષ પડવાને લીધે આકોલવાડી ગામના એક જ પરિવારના ત્રણ સભ્યો ઇજાગ્રસ્ત થયા હતા. પરિવારના સભ્ય લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. મોટી મોણપરી ગામે લગ્ન પ્રસંગે ગયા હતા, ત્યારે પરત ફરતી વખતે કાર પર તોતિંગ વૃક્ષ પડ્યું હતું. જેના લીધે બે પુત્રી અને પિતાને ઇજા પહોંચતાં સારવાર માટે વિસાવદર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.