Chotila News: લાખણકા ગામે વીજ કર્મીએ ફરજમાં રુકાવટ કર્યાની ફરિયાદ નોંધાવી

વીજ કર્મી સાથે ટ્રેક્ટર અથડાવાનો પ્રયાસ કરી મારવા દોડયોતમે ચોબારી ફીડર કેમ ચાલુ કરતા નથી અને પાવર કેમ આપતા નથી તેમ કહી સણોસરાના શખ્સે નખ વડે ઉઝરડા પાડયા ચોટીલા તાલુકાના લાખણકા ગામે ફરજ પર ગયેલા ઈલેકટ્રીકલ આસીસ્ટન્ટને સણોસરાના શખ્સે તમે ચોબારી ફીડર કેમ ચાલુ કરતા નથી ને અમને કેમ પાવર આપતા નથી તેમ કહી અપશબ્દો કહી હાથમાં ઉઝરડા પાડયા હતા. આ બનાવની ચોટીલા પોલીસ મથકે ફરજમાં રૂકાવટ કર્યાની વીજ કર્મીએ સણોસરાના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. વઢવાણના લીંબડી રોડ પર આવેલ ગોકુલધામ સોસાયટીમાં કલ્પેશભાઈ અરવિંદભાઈ પરમાર રહે છે. તેઓ ચોટીલા પીજીવીસીએલમાં છેલ્લા 2 વર્ષથી ઈલેકટ્રીકલ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. તા. 22મી મેના રોજ ઓફીસ તરફથી ફરિયાદના રિપેરીંગની કામગીરી મળતા તેઓ લાઈન ઈન્સપેકટર રમેશભાઈ દેત્રોજા, મનહરભાઈ મકવાણા સહિતનાઓ સાથે લાખણકા ગયા હતા. જયાંથી પરબડી અને સુખસર ગામે ગયા હતા. જેમાં બપોરે જમવાનો સમય થઈ જતા તેઓ લાખણકા આવ્યા હતા. અને લાખણકા સબ સ્ટેશનમાં જમીને ઉભા થયા હતા. ત્યારે સણોસરાના બિજલ સવશીભાઈ તલસાણીયાએ આવી તમે ચોબારી ફીડર કેમ ચાલુ કરતા નથી અને પાવર કેમ આપતા નથી તેમ કહી અપશબ્દો કહ્યા હતા. આથી કલ્પેશભાઈએ તમારે જે સમસ્યા હોય તે અમારા અધિકારીને કહો નીરાકરણ આવી જશે તેમ કહેતા બીજલે ઉશ્કેરાઈને ઝપાઝપી કરી નખ વડે કલ્પેશભાઈના હાથમાં ઉઝરડા પાડી દીધા હતા. જેમાં કલ્પેશભાઈ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ કરવા નીકળ્યા તો બીજલે ટ્રેકટર લઈને તેમની સાથે અથડાવાની કોશિષ કરી હથોડી લઈ મારવા પાછળ દોડયો હતો. આથી કલ્પેશભાઈ પાછા સબ સ્ટેશનમાં જતા રહ્યા હતા. બનાવમાં કલ્પેશભાઈએ ચોટીલા સરકારી હોસ્પિટલે સારવાર લઈને ફરિયાદ નોંધાવી હતી.

Chotila News: લાખણકા ગામે વીજ કર્મીએ ફરજમાં રુકાવટ કર્યાની ફરિયાદ નોંધાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વીજ કર્મી સાથે ટ્રેક્ટર અથડાવાનો પ્રયાસ કરી મારવા દોડયો
  • તમે ચોબારી ફીડર કેમ ચાલુ કરતા નથી અને પાવર કેમ આપતા નથી
  • તેમ કહી સણોસરાના શખ્સે નખ વડે ઉઝરડા પાડયા
ચોટીલા તાલુકાના લાખણકા ગામે ફરજ પર ગયેલા ઈલેકટ્રીકલ આસીસ્ટન્ટને સણોસરાના શખ્સે તમે ચોબારી ફીડર કેમ ચાલુ કરતા નથી ને અમને કેમ પાવર આપતા નથી તેમ કહી અપશબ્દો કહી હાથમાં ઉઝરડા પાડયા હતા. આ બનાવની ચોટીલા પોલીસ મથકે ફરજમાં રૂકાવટ કર્યાની વીજ કર્મીએ સણોસરાના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. વઢવાણના લીંબડી રોડ પર આવેલ ગોકુલધામ સોસાયટીમાં કલ્પેશભાઈ અરવિંદભાઈ પરમાર રહે છે. તેઓ ચોટીલા પીજીવીસીએલમાં છેલ્લા 2 વર્ષથી ઈલેકટ્રીકલ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. તા. 22મી મેના રોજ ઓફીસ તરફથી ફરિયાદના રિપેરીંગની કામગીરી મળતા તેઓ લાઈન ઈન્સપેકટર રમેશભાઈ દેત્રોજા, મનહરભાઈ મકવાણા સહિતનાઓ સાથે લાખણકા ગયા હતા. જયાંથી પરબડી અને સુખસર ગામે ગયા હતા. જેમાં બપોરે જમવાનો સમય થઈ જતા તેઓ લાખણકા આવ્યા હતા. અને લાખણકા સબ સ્ટેશનમાં જમીને ઉભા થયા હતા. ત્યારે સણોસરાના બિજલ સવશીભાઈ તલસાણીયાએ આવી તમે ચોબારી ફીડર કેમ ચાલુ કરતા નથી અને પાવર કેમ આપતા નથી તેમ કહી અપશબ્દો કહ્યા હતા. આથી કલ્પેશભાઈએ તમારે જે સમસ્યા હોય તે અમારા અધિકારીને કહો નીરાકરણ આવી જશે તેમ કહેતા બીજલે ઉશ્કેરાઈને ઝપાઝપી કરી નખ વડે કલ્પેશભાઈના હાથમાં ઉઝરડા પાડી દીધા હતા. જેમાં કલ્પેશભાઈ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ કરવા નીકળ્યા તો બીજલે ટ્રેકટર લઈને તેમની સાથે અથડાવાની કોશિષ કરી હથોડી લઈ મારવા પાછળ દોડયો હતો. આથી કલ્પેશભાઈ પાછા સબ સ્ટેશનમાં જતા રહ્યા હતા. બનાવમાં કલ્પેશભાઈએ ચોટીલા સરકારી હોસ્પિટલે સારવાર લઈને ફરિયાદ નોંધાવી હતી.