Vadodaraમાં હિટ એન્ડ રનમાં મહિલાનુ મોત,અકસ્માત બાદ કાર હોસ્પિટલમાં ઘુસી

ચાલવા નિકળેલા દપંતીને કારચાલકે કચડયા અકસ્માતમાં પત્નીનું ઘટના સ્થળે જ મોત કારચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટના સામન્ય બનતી જાય છે,આવી જ એક ઘટના વડોદરાના સમા વિસ્તારમાં બની જેમાં રાત્રે ચાલવા નિકળેલા દંપતીને કાર ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો જેમાં મહિલાનું ઘટના સ્થળે મોત થયુ છે.આ કાર એટલી સ્પીડમાં હતી કે,અકસ્માત કરી કાર એમ્પાયર હોસ્પિટલમાં ઘુસી ગઈ હતી અને કાર ચાલક ઘટના સ્થળે કાર મૂકી ફરાર થઈ ગયો હતો.તો પતિને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે હાથધરી તપાસ રાત્રીના સમયે દંપતી રોડ પર ચાલી રહ્યું હતુ તે સમયે પાછળથી કાર ચાલકે દંપતીને ઉડાવ્યા હતા.ઘટનાની જાણ થતા આસપાસ લોકોના ટોળા ઉમટી પડયા હતા પરંતુ પત્નીને સારવાર હેઠળ ખસેડાયા તે પહેલા જ તેમણે ઘટના સ્થળે અંતિમ શ્વાસ લીધા હતા.પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.તો સીસીટીવીના આધારે વધુ તપાસ કરી છે,ગાડીના નંબર પરથી પોલીસે તપાસ હાથધરી છે,તો આરોપી પોલીસ પકડની બહાર છે. 24 માર્ચ 2024ના રોજ વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. એક કાર ચાલકે અકસ્માત સર્જી ટુવ્હીલરને અડફેટે લીધું હતું. અકસ્માતને પગલે ટુવ્હીલર પર સવાર દંપતી અને તેમના બે બાળકો રસ્તા પર ફંગોળાયા હતા અને પટકાવાને લીધે ઈજાગ્રસ્ત થયા હતા. તો અકસ્માત બાદ. દંપતીનું ટુવ્હીલર કારમાં ફસાઈ ગયું હતું. કાર ચાલકે ટુવ્હીલરને 2 કિલોમીટર સુધી ઢસડયું હતું. જો કે હીટ એન્ડ રનની આ ઘટના CCTV કેમેરાઓમાં કેદ થઈ હતી.અકસ્માતની જાણ થતાં જ જે.પી રોડ પોલીસે કાર ચાલક અનવર પાલને ઝડપી લીધો હતો. 9 દિવસ પહેલા અંકોડીયા પાસે હિટ એન્ડ રનની ઘટના વડોદરા શહેર નજીક અંકોડિયા ત્રણ રસ્તા પાસેથી સાઇકલ ઉપર પસાર થઈ રહેલા વૃદ્ધને કોંક્રિટ મિક્સર મશીન ડમ્પરે અડફેટે લેતા ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવ બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. એકઠા થયેલા ટોળાએ ફરાર થઈ ગયેલા ડ્રાઇવરને હાજર કરવા માટે માગણી કરી અવારનવાર બનતા અકસ્માત ઉપર અંકુશ લાવવામાં નિષ્ફળ ગયેલા તંત્ર સામે રોષ પણ વ્યક્ત કર્યો હતો.  

Vadodaraમાં હિટ એન્ડ રનમાં મહિલાનુ મોત,અકસ્માત બાદ કાર હોસ્પિટલમાં ઘુસી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચાલવા નિકળેલા દપંતીને કારચાલકે કચડયા
  • અકસ્માતમાં પત્નીનું ઘટના સ્થળે જ મોત
  • કારચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર

ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટના સામન્ય બનતી જાય છે,આવી જ એક ઘટના વડોદરાના સમા વિસ્તારમાં બની જેમાં રાત્રે ચાલવા નિકળેલા દંપતીને કાર ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો જેમાં મહિલાનું ઘટના સ્થળે મોત થયુ છે.આ કાર એટલી સ્પીડમાં હતી કે,અકસ્માત કરી કાર એમ્પાયર હોસ્પિટલમાં ઘુસી ગઈ હતી અને કાર ચાલક ઘટના સ્થળે કાર મૂકી ફરાર થઈ ગયો હતો.તો પતિને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે.

પોલીસે હાથધરી તપાસ

રાત્રીના સમયે દંપતી રોડ પર ચાલી રહ્યું હતુ તે સમયે પાછળથી કાર ચાલકે દંપતીને ઉડાવ્યા હતા.ઘટનાની જાણ થતા આસપાસ લોકોના ટોળા ઉમટી પડયા હતા પરંતુ પત્નીને સારવાર હેઠળ ખસેડાયા તે પહેલા જ તેમણે ઘટના સ્થળે અંતિમ શ્વાસ લીધા હતા.પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.તો સીસીટીવીના આધારે વધુ તપાસ કરી છે,ગાડીના નંબર પરથી પોલીસે તપાસ હાથધરી છે,તો આરોપી પોલીસ પકડની બહાર છે.

24 માર્ચ 2024ના રોજ વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના

વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. એક કાર ચાલકે અકસ્માત સર્જી ટુવ્હીલરને અડફેટે લીધું હતું. અકસ્માતને પગલે ટુવ્હીલર પર સવાર દંપતી અને તેમના બે બાળકો રસ્તા પર ફંગોળાયા હતા અને પટકાવાને લીધે ઈજાગ્રસ્ત થયા હતા. તો અકસ્માત બાદ. દંપતીનું ટુવ્હીલર કારમાં ફસાઈ ગયું હતું. કાર ચાલકે ટુવ્હીલરને 2 કિલોમીટર સુધી ઢસડયું હતું. જો કે હીટ એન્ડ રનની આ ઘટના CCTV કેમેરાઓમાં કેદ થઈ હતી.અકસ્માતની જાણ થતાં જ જે.પી રોડ પોલીસે કાર ચાલક અનવર પાલને ઝડપી લીધો હતો.

9 દિવસ પહેલા અંકોડીયા પાસે હિટ એન્ડ રનની ઘટના

વડોદરા શહેર નજીક અંકોડિયા ત્રણ રસ્તા પાસેથી સાઇકલ ઉપર પસાર થઈ રહેલા વૃદ્ધને કોંક્રિટ મિક્સર મશીન ડમ્પરે અડફેટે લેતા ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવ બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. એકઠા થયેલા ટોળાએ ફરાર થઈ ગયેલા ડ્રાઇવરને હાજર કરવા માટે માગણી કરી અવારનવાર બનતા અકસ્માત ઉપર અંકુશ લાવવામાં નિષ્ફળ ગયેલા તંત્ર સામે રોષ પણ વ્યક્ત કર્યો હતો.