Ahmedabadમાં પંજાબી શાકમાંથી નિકળ્યો ‘વંદો’, વીડિયો થયો વાયરલ

નરોડા વિસ્તારની મયુર હોટલનો વીડિયો વાયરલ જાગૃત નાગરિકે વીડિયો કર્યો વાયરલ જીવ જંતુ નીકળવાનો સિલસિલો યથાવત અમદાવાદમાં પંજાબી શાકમાંથી ‘વંદો’ નિકળ્યો છે. જેમાં સંભાર, અથાણા બાદ શાકમાંથી જીવાત નીકળી છે. તેમાં શહેરના નરોડા વિસ્તારની મયુર હોટલનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જાગૃત નાગરિકે વીડિયો વાયરલ કર્યો છે. શહેરમાં ખાદ્ય પદાર્થમાંથી જીવ જંતુ નીકળવાનો સિલસિલો યથાવત રહ્યો છે.  વીડિયો નરોડા વિસ્તારની મયુર હોટલનો હોવાનો અંદાજ પંજાબી શાકમાંથી વંદો નિકળતા હોટલમાં જમવા આવનાર લોકોમાં ચર્ચા શરૂ થઇ છે. જેમાં વીડિયો શહેરના નરોડા વિસ્તારની મયુર હોટલનો હોવાનો અંદાજ છે. બહારનું ભોજન ખાવાના શોખીનો સાવધાન રહેજો. જેમાં જમવાની થાળીમાંથી જીવાત નીકળતા રોષ ફેલાયો છે. અગાઉ બલદાણા નજીકની ગેલોપસ હોટલમાં બનાવ બન્યો હતો. જેમાં ગેલોપસ હોટલમાં ભોજનમાંથી જીવાત નીકળી હતી. મોંઘીદાટ હોટલમાં હલકી ગુણવત્તાનું ભોજન અપાયુ હોવાની ચર્ચા છે. હોટલ માલિક સામે કડક કાર્યવાહી કરવા માગણી કરી છે. કાઠીયાવાડી થાળી, વેજીટેબલ બીરીયાની, રાયતા સહિતનાનો ઓર્ડર કર્યો રાજકોટના ક્ષત્રિય પરિવાર ગત તા.24મીએ લીંબડી-સાયલા નેશનલ હાઈવે પર ગેલોપ્સ હોટલમાં જમવા રોકાયા હતા. જેમાં વેજિટેબલ રાયતામાંથી જીવડું નીકળતા પરિવારજનોમાં રોષ ફેલાયો હતો.હોટલના મેનેજરને આ અંગે ફરિયાદ કરતા તેઓએ હ્યુમન એરર ગણાવી હતી. રાજકોટના ધર્મદીપસિંહ મનહરસિંહ રાણા પરિવાર સાથે તા. 24ના રોજ કારમાં બરોડાથી રાજકોટ જતા હતા. બપોરે લીંબડી-સાયલા નેશનલ હાઈવે પર હોટલ ગેલોપ્સે જમવા રોકાયા હતા. જેમાં કાઠીયાવાડી થાળી, વેજીટેબલ બીરીયાની, રાયતા સહિતનાનો ઓર્ડર કર્યો હતો. વેજિટેબલ રાયતામાં જીવડુ સામે આવતા પરિવારજનોમાં રોષ ફેલાયો વેજિટેબલ રાયતામાં જીવડુ સામે આવતા પરિવારજનોમાં રોષ ફેલાયો હતો. આ અંગે હોટલના મેનેજરને ફરિયાદ કરી કીચનની સ્વચ્છતા બાબતે સવાલો પણ કર્યા હતા. હોટલના મેનેજરે હ્યુમન એરર ગણાવી હતી. ધર્મદીપસિંહે આ અંગે કન્ઝયુમર હેલ્પલાઈનમાં ઓનલાઈન ફરિયાદ પણ કરી છે. અગાઉ નવા વાડજ વિસ્તારમાં શિવાલિક સ્ક્વેર કોમ્પલેક્ષમાં RP’s Pizzeria નામની રેસ્ટોરન્ટમાં એક ગ્રાહક પરિવાર સાથે જમવા ગયો હતો અને પિત્ઝાનો ઓર્ડર આપ્યો હતો. તમામ લોકોએ પિત્ઝા ખાધો હતો, જ્યારે છેલ્લો એક પિત્ઝા આવ્યો ત્યારે તે પિત્ઝામાં જોયું તો લાંબો વાળ નીકળ્યો હતો. વાળ નીકળતા તેઓએ મેનેજરને બોલાવી અને બતાવ્યું હતું. મેનેજરે પોતાની ભૂલ સ્વીકારી અને 'સોરી' કહી દીધું હતું. મ્યુનિ.ના ફૂડ વિભાગને ફરિયાદ કરી પણ હજી સુધી ફૂડ વિભાગે કોઈ કાર્યવાહી કરી નથી.

Ahmedabadમાં પંજાબી શાકમાંથી નિકળ્યો ‘વંદો’, વીડિયો થયો વાયરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નરોડા વિસ્તારની મયુર હોટલનો વીડિયો વાયરલ
  • જાગૃત નાગરિકે વીડિયો કર્યો વાયરલ
  • જીવ જંતુ નીકળવાનો સિલસિલો યથાવત

અમદાવાદમાં પંજાબી શાકમાંથી ‘વંદો’ નિકળ્યો છે. જેમાં સંભાર, અથાણા બાદ શાકમાંથી જીવાત નીકળી છે. તેમાં શહેરના નરોડા વિસ્તારની મયુર હોટલનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જાગૃત નાગરિકે વીડિયો વાયરલ કર્યો છે. શહેરમાં ખાદ્ય પદાર્થમાંથી જીવ જંતુ નીકળવાનો સિલસિલો યથાવત રહ્યો છે.

 વીડિયો નરોડા વિસ્તારની મયુર હોટલનો હોવાનો અંદાજ

પંજાબી શાકમાંથી વંદો નિકળતા હોટલમાં જમવા આવનાર લોકોમાં ચર્ચા શરૂ થઇ છે. જેમાં વીડિયો શહેરના નરોડા વિસ્તારની મયુર હોટલનો હોવાનો અંદાજ છે. બહારનું ભોજન ખાવાના શોખીનો સાવધાન રહેજો. જેમાં જમવાની થાળીમાંથી જીવાત નીકળતા રોષ ફેલાયો છે. અગાઉ બલદાણા નજીકની ગેલોપસ હોટલમાં બનાવ બન્યો હતો. જેમાં ગેલોપસ હોટલમાં ભોજનમાંથી જીવાત નીકળી હતી. મોંઘીદાટ હોટલમાં હલકી ગુણવત્તાનું ભોજન અપાયુ હોવાની ચર્ચા છે. હોટલ માલિક સામે કડક કાર્યવાહી કરવા માગણી કરી છે.

કાઠીયાવાડી થાળી, વેજીટેબલ બીરીયાની, રાયતા સહિતનાનો ઓર્ડર કર્યો

રાજકોટના ક્ષત્રિય પરિવાર ગત તા.24મીએ લીંબડી-સાયલા નેશનલ હાઈવે પર ગેલોપ્સ હોટલમાં જમવા રોકાયા હતા. જેમાં વેજિટેબલ રાયતામાંથી જીવડું નીકળતા પરિવારજનોમાં રોષ ફેલાયો હતો.હોટલના મેનેજરને આ અંગે ફરિયાદ કરતા તેઓએ હ્યુમન એરર ગણાવી હતી. રાજકોટના ધર્મદીપસિંહ મનહરસિંહ રાણા પરિવાર સાથે તા. 24ના રોજ કારમાં બરોડાથી રાજકોટ જતા હતા. બપોરે લીંબડી-સાયલા નેશનલ હાઈવે પર હોટલ ગેલોપ્સે જમવા રોકાયા હતા. જેમાં કાઠીયાવાડી થાળી, વેજીટેબલ બીરીયાની, રાયતા સહિતનાનો ઓર્ડર કર્યો હતો.

વેજિટેબલ રાયતામાં જીવડુ સામે આવતા પરિવારજનોમાં રોષ ફેલાયો

વેજિટેબલ રાયતામાં જીવડુ સામે આવતા પરિવારજનોમાં રોષ ફેલાયો હતો. આ અંગે હોટલના મેનેજરને ફરિયાદ કરી કીચનની સ્વચ્છતા બાબતે સવાલો પણ કર્યા હતા. હોટલના મેનેજરે હ્યુમન એરર ગણાવી હતી. ધર્મદીપસિંહે આ અંગે કન્ઝયુમર હેલ્પલાઈનમાં ઓનલાઈન ફરિયાદ પણ કરી છે. અગાઉ નવા વાડજ વિસ્તારમાં શિવાલિક સ્ક્વેર કોમ્પલેક્ષમાં RP’s Pizzeria નામની રેસ્ટોરન્ટમાં એક ગ્રાહક પરિવાર સાથે જમવા ગયો હતો અને પિત્ઝાનો ઓર્ડર આપ્યો હતો. તમામ લોકોએ પિત્ઝા ખાધો હતો, જ્યારે છેલ્લો એક પિત્ઝા આવ્યો ત્યારે તે પિત્ઝામાં જોયું તો લાંબો વાળ નીકળ્યો હતો. વાળ નીકળતા તેઓએ મેનેજરને બોલાવી અને બતાવ્યું હતું. મેનેજરે પોતાની ભૂલ સ્વીકારી અને 'સોરી' કહી દીધું હતું. મ્યુનિ.ના ફૂડ વિભાગને ફરિયાદ કરી પણ હજી સુધી ફૂડ વિભાગે કોઈ કાર્યવાહી કરી નથી.