Talalaના ગાભા ગામે મહાકાય અજગરનું દિલધડક રેસ્ક્યૂ

90 ફૂટ ઊંડા કુવામાં ખાબક્યો હતો અજગર GHCL કંપનીની માઈન્સના કુવામાં પડ્યો હતો અજગર વનવિભાગે અજગરને સલામત સ્થળે મુક્યો તાલાલાના ગાભા ગામે અજગરનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. 90 ફૂટ ઊંડા કુવામાં અજગર ખાબક્યો હતો. તેમાં GHCL કંપનીની માઈન્સના કુવામાં અજગર પડ્યો હતો. જેમાં 15 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ કરાયું છે. વનવિભાગે અજગરને સલામત સ્થળે મુક્યો છે. GHCL કંપનીની માઇન્સના કુવામાં એક અજગર પડી ગયો મહાકાય અજગરો ગીચ જંગલ વિસ્તારમાં જોવા મળતા હોય છે પરંતુ ખોરાકની શોધમાં અજગરો જંગલ બહાર નીકળી આવે છે અને ક્યારેક અકસ્માતનો ભોગ બનતા હોય છે. આ ઘટનામાં પણ કંઈક આવું જ બન્યું છે. તાલાલા તાલુકાના ગાભા ગામે 90 ફૂટ ઊંડા કુવામાં પડી ગયેલા 15 ફૂટ લાંબા મહાકાય અજગરને વન વિભાગની રેસ્કયૂ ટીમ દ્વારા સલામત રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યો હતો. આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર તાલાલા તાલુકાના ગાભા ગામે ગતમોડી રાત્રે પરબતભાઈ સામતભાઈ વાઘની માલિકીની જમીનમાં આવેલા GHCL કંપનીની માઇન્સના કુવામાં એક અજગર પડી ગયો હતો. અજગરને જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરી દેવામાં આવ્યો આ અંગેની જાણ પરબતભાઈ સામતભાઈને થતાં તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. જેથી તાલાળા રેન્જ ફોરેસ્ટર ખેર તેમજ વનપાલ પ્રવીણભાઈ વાળા, ગાર્ડ એસ.બી.પરમાર તેમજ સ્નેક સ્કેચર ઉમરભાઈ સહિતની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ વન વિભાગની ટીમ દ્વારા અંદાજે 90 ફૂટ ઊંડા કૂવામાંથી 15 ફૂટ લાંબા મહાકાય અજગરનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. રેસ્કયૂ કર્યા બાદ આ મહાકાય અજગરને જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરી દેવામાં આવ્યો હતો.

Talalaના ગાભા ગામે મહાકાય અજગરનું દિલધડક રેસ્ક્યૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 90 ફૂટ ઊંડા કુવામાં ખાબક્યો હતો અજગર
  • GHCL કંપનીની માઈન્સના કુવામાં પડ્યો હતો અજગર
  • વનવિભાગે અજગરને સલામત સ્થળે મુક્યો

તાલાલાના ગાભા ગામે અજગરનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. 90 ફૂટ ઊંડા કુવામાં અજગર ખાબક્યો હતો. તેમાં GHCL કંપનીની માઈન્સના કુવામાં અજગર પડ્યો હતો. જેમાં 15 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ કરાયું છે. વનવિભાગે અજગરને સલામત સ્થળે મુક્યો છે.

GHCL કંપનીની માઇન્સના કુવામાં એક અજગર પડી ગયો

મહાકાય અજગરો ગીચ જંગલ વિસ્તારમાં જોવા મળતા હોય છે પરંતુ ખોરાકની શોધમાં અજગરો જંગલ બહાર નીકળી આવે છે અને ક્યારેક અકસ્માતનો ભોગ બનતા હોય છે. આ ઘટનામાં પણ કંઈક આવું જ બન્યું છે. તાલાલા તાલુકાના ગાભા ગામે 90 ફૂટ ઊંડા કુવામાં પડી ગયેલા 15 ફૂટ લાંબા મહાકાય અજગરને વન વિભાગની રેસ્કયૂ ટીમ દ્વારા સલામત રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યો હતો. આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર તાલાલા તાલુકાના ગાભા ગામે ગતમોડી રાત્રે પરબતભાઈ સામતભાઈ વાઘની માલિકીની જમીનમાં આવેલા GHCL કંપનીની માઇન્સના કુવામાં એક અજગર પડી ગયો હતો.

અજગરને જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરી દેવામાં આવ્યો

આ અંગેની જાણ પરબતભાઈ સામતભાઈને થતાં તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. જેથી તાલાળા રેન્જ ફોરેસ્ટર ખેર તેમજ વનપાલ પ્રવીણભાઈ વાળા, ગાર્ડ એસ.બી.પરમાર તેમજ સ્નેક સ્કેચર ઉમરભાઈ સહિતની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ વન વિભાગની ટીમ દ્વારા અંદાજે 90 ફૂટ ઊંડા કૂવામાંથી 15 ફૂટ લાંબા મહાકાય અજગરનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. રેસ્કયૂ કર્યા બાદ આ મહાકાય અજગરને જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરી દેવામાં આવ્યો હતો.