Ahmedabadના અનેક વિસ્તારોમાં વરસાદ, રાજ્યમાં આગામી 3 કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી

અમદાવાદમાં સોમવારની મોડી રાત્રે વરસાદનું આગમન બોડકદેવ, વસ્ત્રાપુર, એસ.જી.હાઇવે પર વરસાદ થલતેજ, ગોતા, વૈષ્ણોદેવી વિસ્તારમાં વરસાદ ગુજરાતમાં ચોમાસાના આગમની રાહ જોવામાં આવી રહી છે. રાજ્યમાં ભારે ગરમીને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. આ વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે. તેવામાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. અમદાવાદમાં મોડી સાંજે અચાનક વરસાદનું આગમન થયું હતું.અમદાવાદમાં વરસાદની પધરામણી અમદાવાદમાં સવારથી વાદળછાયું વાતાવરણ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. સોમવારની મોડી રાત્રે મેઘારાજા મહેરબાન થયા છે. અમદાવામાં અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. ચાંદલોડિયા, ગોતા, એસજી હાઈવે, વૈષ્ણોવદેવી, ઓગણજ, ઘાટલોડિયા, રાણીપ, અખબારનગર, સાસ્ત્રીનગર, કાલુપુર, સરસપુર, સાળંગપુર, રાયપુર, માણેકચોક, નરોડા,નિકોલ, ચાંદખેડા, એરપોર્ટ મોટેરા સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે.અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં સાંજ બાદ વરસાદ શરૂ થયો હતો. પ્રહલાદનગર, એસજી હાઈવે, ચાંદખેડા સહિત ઘણા વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ પડ્યો હતો. શહેરમાં ભારે બફારા વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદ સિવાય ગાંધીનગરમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. વરસાદને લઇ હવામાનની આગાહીમંગળવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 જૂને સાબરકાંઠા ,અરવલ્લી ,પંચમહાલ, દાહોદ ,મહીસાગર ,વડોદરા ,છોટાઉદેપુર ,નર્મદા ,ભરૂચ ,સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ, તાપી ,દમણ ,દાદરા નગર, હવેલી ,જુનાગઢ ,અમરેલી, ભાવનગર ,ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Ahmedabadના અનેક વિસ્તારોમાં વરસાદ, રાજ્યમાં આગામી 3 કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં સોમવારની મોડી રાત્રે વરસાદનું આગમન
  • બોડકદેવ, વસ્ત્રાપુર, એસ.જી.હાઇવે પર વરસાદ
  • થલતેજ, ગોતા, વૈષ્ણોદેવી વિસ્તારમાં વરસાદ 

ગુજરાતમાં ચોમાસાના આગમની રાહ જોવામાં આવી રહી છે. રાજ્યમાં ભારે ગરમીને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. આ વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે. તેવામાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. અમદાવાદમાં મોડી સાંજે અચાનક વરસાદનું આગમન થયું હતું.

અમદાવાદમાં વરસાદની પધરામણી

અમદાવાદમાં સવારથી વાદળછાયું વાતાવરણ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. સોમવારની મોડી રાત્રે મેઘારાજા મહેરબાન થયા છે. અમદાવામાં અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. ચાંદલોડિયા, ગોતા, એસજી હાઈવે, વૈષ્ણોવદેવી, ઓગણજ, ઘાટલોડિયા, રાણીપ, અખબારનગર, સાસ્ત્રીનગર, કાલુપુર, સરસપુર, સાળંગપુર, રાયપુર, માણેકચોક, નરોડા,નિકોલ, ચાંદખેડા, એરપોર્ટ મોટેરા સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે.

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં સાંજ બાદ વરસાદ શરૂ થયો હતો. પ્રહલાદનગર, એસજી હાઈવે, ચાંદખેડા સહિત ઘણા વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ પડ્યો હતો. શહેરમાં ભારે બફારા વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમદાવાદ સિવાય ગાંધીનગરમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. 

વરસાદને લઇ હવામાનની આગાહી

મંગળવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 જૂને સાબરકાંઠા ,અરવલ્લી ,પંચમહાલ, દાહોદ ,મહીસાગર ,વડોદરા ,છોટાઉદેપુર ,નર્મદા ,ભરૂચ ,સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ, તાપી ,દમણ ,દાદરા નગર, હવેલી ,જુનાગઢ ,અમરેલી, ભાવનગર ,ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.