નારોલમાં રોમિયોએ તમારી બન્ને બહેનોનો વિડિયો બનાવવો કહી યુવતીની છેડતી કરી

અમદાવાદ,મંગળવારઅમદાવાદના પૂર્વ વિસ્તારમાં જાહેરમાં છેડતીના બનાવો વધતા મહિલાઓની સુરક્ષા જોખમાઇ રહી છે. નારોલમાં રોમિયોએ બે બહેનોને રોડ ઉપર રોકી હતી અને તારી બા તથા  મમ્મીનો  જે રીતે વિડીયો બનાવ્યો હતો તેવો વિડીયો બંને બહેનો બનાવવાનો છે. જેથી એક દિવસ ઘરે આવી જજો કહીને પરણિત યુવતીની છેડતી કરીને બિભત્સ હરકતો કરી હતી. આ બનાવ અંગે નારોલ પોલીસે છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ધોળા દિવસે રસ્તામાં બન્ને બહેનોને ઉભી રાખીને ધમકી આપી ઘરે આવી જજો કહી યુવકે શારીરિક અડપલાં કરીને છેડતી કરીનારોલમાં રહેતી ૨૯ વર્ષની પરણિત મહિલાએ નારોલ પોલીસ સ્ટેશનમાં સંજય નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૧ જૂનના રોજ મહિલા એકટીવા લઈને તેની બહેન સાથે નારોલ ગામમાં આવેલ શાકમાર્કેટમાં શાકભાજી લેવા જતી હતી. ત્યારે સોસાયટીની બહાર નીકળીને થોડે આગાળ પહોંચ્યા હતા. ત્યારે યુવકે બંને બહેનોને બુમ પાડીને ઉભા રાખ્યા હતા. બાદમાં તારી માતા અને બાનો જે રીતે વિડીયો બનાવ્યો હતો તેવો વિડીયો બંને બહેનો બનાવવાનો છે. જેથી એક દિવસ ઘરે આવી જજો કહીને પરણિત મહિલા સાથે શારિરીક અડપલાં કરીને છેડતી કરી હતી. આ સમયે  આરોપીના ઓળખીતા એક વ્યક્તિ ત્યાંથી પસાર થતા હતા. તેઓએ યુવકે ઠપકો આપ્યો અને કહ્યું કે શા માટે હેરાન કરે છે કહીને ઠપકો આપ્યો અને બંને બહેનોને સાંત્વના આપીને જતા રહેવાનું કહ્યું હતું. આ બનાવ અંગે  નારોલ પોલીસે છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નારોલમાં રોમિયોએ તમારી બન્ને બહેનોનો વિડિયો બનાવવો કહી યુવતીની છેડતી કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,મંગળવાર

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જાહેરમાં છેડતીના બનાવો વધતા મહિલાઓની સુરક્ષા જોખમાઇ રહી છે. નારોલમાં રોમિયોએ બે બહેનોને રોડ ઉપર રોકી હતી અને તારી બા તથા  મમ્મીનો  જે રીતે વિડીયો બનાવ્યો હતો તેવો વિડીયો બંને બહેનો બનાવવાનો છે. જેથી એક દિવસ ઘરે આવી જજો કહીને પરણિત યુવતીની છેડતી કરીને બિભત્સ હરકતો કરી હતી. આ બનાવ અંગે નારોલ પોલીસે છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ધોળા દિવસે રસ્તામાં બન્ને બહેનોને ઉભી રાખીને ધમકી આપી ઘરે આવી જજો કહી યુવકે શારીરિક અડપલાં કરીને છેડતી કરી

નારોલમાં રહેતી ૨૯ વર્ષની પરણિત મહિલાએ નારોલ પોલીસ સ્ટેશનમાં સંજય નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૧ જૂનના રોજ મહિલા એકટીવા લઈને તેની બહેન સાથે નારોલ ગામમાં આવેલ શાકમાર્કેટમાં શાકભાજી લેવા જતી હતી. ત્યારે સોસાયટીની બહાર નીકળીને થોડે આગાળ પહોંચ્યા હતા. ત્યારે યુવકે બંને બહેનોને બુમ પાડીને ઉભા રાખ્યા હતા. બાદમાં તારી માતા અને બાનો જે રીતે વિડીયો બનાવ્યો હતો તેવો વિડીયો બંને બહેનો બનાવવાનો છે. જેથી એક દિવસ ઘરે આવી જજો કહીને પરણિત મહિલા સાથે શારિરીક અડપલાં કરીને છેડતી કરી હતી. 

આ સમયે  આરોપીના ઓળખીતા એક વ્યક્તિ ત્યાંથી પસાર થતા હતા. તેઓએ યુવકે ઠપકો આપ્યો અને કહ્યું કે શા માટે હેરાન કરે છે કહીને ઠપકો આપ્યો અને બંને બહેનોને સાંત્વના આપીને જતા રહેવાનું કહ્યું હતું. આ બનાવ અંગે  નારોલ પોલીસે છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.