Dang Heat Wave: કાળઝાળ ગરમીથી પ્રવાસન સ્થળ સાપુતારા બન્યું સૂમસામ

વેકેશનમાં પ્રવાસીઓથી ધમધમતા સાપુતારામાં સન્નાટોસાપુતારામાં રસ્તાઓ પર સ્વયંભૂ કર્ફ્યૂ જેવો માહોલ બોટિંગ હાઉસ, રોપવે પણ પ્રવાસીઓ વગર સૂમસામ રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે. તો આજે અને આગામી 5 દિવસો સુધી હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક સ્થળોએ હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને ડાંગમાં પણ હીટવેવને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો, ગરમીની હાલ તો સૌથી વધુ અસર પ્રવાસન સ્થળ એવા ગુજરાતના એકમાત્ર હિલસ્ટેશન સાપુતારાને થઈ રહી છે. સાપુતારાના રસ્તાઓ હાલ સૂમસામ ભાસી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં અસહ્ય ગરમીનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે. દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહીને કારણે અસહ્ય ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. તો, અસહ્ય ગરમીની સૌથી વધુ અસર અસર પ્રવાસન સ્થળો ઉપર જોવા મળી રહી છે. એવામાં રાજ્યના એકમાત્ર હિલસ્ટેશન અને હવા ખાવાના સ્થળ સાપુતારા હાલ સૂમસામ ભાસી રહ્યું છે. રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારાના રસ્તાઓ પર હાલ સ્વયંભૂ કર્ફ્યૂ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળ સાપુતારામાં રસ્તા સુમસામ થયા છે. સામાન્ય રીતે ઉનાળાના વેકેશનમાં પ્રવાસીઓથી ધમધમતા હિલ સ્ટેશન સાપુતારામાં હાલ સન્નાટો છવાયેલો છે. સર્પગંગા તળાવના બોટિંગ હાઉસ અને ટેબલ પોઇન્ટ ઉપરના રોપવે પણ પ્રવાસીઓ વગર સુમસામ થઈ ગયા છે.

Dang Heat Wave: કાળઝાળ ગરમીથી પ્રવાસન સ્થળ સાપુતારા બન્યું સૂમસામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વેકેશનમાં પ્રવાસીઓથી ધમધમતા સાપુતારામાં સન્નાટો
  • સાપુતારામાં રસ્તાઓ પર સ્વયંભૂ કર્ફ્યૂ જેવો માહોલ
  • બોટિંગ હાઉસ, રોપવે પણ પ્રવાસીઓ વગર સૂમસામ

રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે. તો આજે અને આગામી 5 દિવસો સુધી હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક સ્થળોએ હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને ડાંગમાં પણ હીટવેવને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો, ગરમીની હાલ તો સૌથી વધુ અસર પ્રવાસન સ્થળ એવા ગુજરાતના એકમાત્ર હિલસ્ટેશન સાપુતારાને થઈ રહી છે. સાપુતારાના રસ્તાઓ હાલ સૂમસામ ભાસી રહ્યા છે.


હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં અસહ્ય ગરમીનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે. દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહીને કારણે અસહ્ય ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. તો, અસહ્ય ગરમીની સૌથી વધુ અસર અસર પ્રવાસન સ્થળો ઉપર જોવા મળી રહી છે. એવામાં રાજ્યના એકમાત્ર હિલસ્ટેશન અને હવા ખાવાના સ્થળ સાપુતારા હાલ સૂમસામ ભાસી રહ્યું છે.


રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારાના રસ્તાઓ પર હાલ સ્વયંભૂ કર્ફ્યૂ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળ સાપુતારામાં રસ્તા સુમસામ થયા છે. સામાન્ય રીતે ઉનાળાના વેકેશનમાં પ્રવાસીઓથી ધમધમતા હિલ સ્ટેશન સાપુતારામાં હાલ સન્નાટો છવાયેલો છે. સર્પગંગા તળાવના બોટિંગ હાઉસ અને ટેબલ પોઇન્ટ ઉપરના રોપવે પણ પ્રવાસીઓ વગર સુમસામ થઈ ગયા છે.