Ahmedabad News:સેવ ઉસળ ખાતા હોય તો સાવધાન, ચટણીમાંથી વંદા નીકળ્યા

અમદાવાદમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં રહે છે રિયલ પેપ્રિકા પિત્ઝા સેન્ટરમાં બર્ગરમાંથી જીવતી ઈયળ નીકળી ગ્રાહકે સફાઇ બાબતે અગાઉ પણ એક વખત ટકોર કરેલ હતી અમદાવાદમાં સેવ ઉસળ ખાતા હોય તો સાવધાન. જેમાં શહેરના નરોડા વિસ્તારમાં આવેલ વિઠ્ઠલપ્લાઝા કોમ્પ્લેક્સમાં લાલાભાઈ સેવ ઉસળ વાળાની દુકાનમાં સત્યજીતસિંહ ચૌહાણે આજે બપોરે સેવ ઉસળનું પાર્સલ પેકિંગ કરાવ્યુ હતુ. જેવું સત્યજીતસિંહ ચૌહાણના હાથમાં પાર્શલ આવ્યુ તેમાં જોયુ તો ચટણીમાંથી વંદા નીકળ્યા હતા. જેમાં ગ્રાહકે દુકાનદારને જાણ કરી તો તેણે જણાવ્યું કે અમે જાણી જોઈને નાખતા નથી. તેમાં ગ્રાહકે સફાઇ બાબતે અગાઉ પણ એક વખત ટકોર કરેલ હતી. અમદાવાદમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં રહે છે અમદાવાદમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં રહે છે. જેમાં અગાઉ જાણિતા પિત્ઝા સેન્ટરના સલાડમાંથી ઈયળ નીકળવાની ઘટના સામે આવી હતી. જેમાં અમદાવાદના વસ્ત્રાલમાં વિસ્તારમાં આવેલા બ્રિટિશ પિત્ઝામાં જમવા ગયેલા એક ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદમાં ફરી એકવાર પિત્ઝા સેન્ટરમાં સલાડમાંથી ઇયળ નીકળવાની ઘટના બની હતા. આ અંગે ગ્રાહકે હોટલ સંચાલકને ફરિયાદ કરી હતી. રિયલ પેપ્રિકા પિત્ઝા સેન્ટરમાં બર્ગરમાંથી જીવતી ઈયળ નીકળી આ અગાઉ ન્યુ રાણીપ વિસ્તારમાં માણકી સર્કલ પાસે આવેલા રિયલ પેપ્રિકા પિત્ઝા સેન્ટરમાં બર્ગરમાંથી જીવતી ઈયળ નીકળી હતી. આ મામલે તેના મેનેજરને જાણ કરી હતી. જીવતી ઈયળ નીકળી હોવા અંગેનો વીડિયો પણ ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને આ મામલે જાણ કરી હતી. નોંધનીય છે કે આ પ્રથમ ઘટના નથી અગાઉ પણ અનેકવાર ભોજનમાં ઇયળ અને જીવાત નીકળવાની ઘટના બની છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા આવા બ્રાન્ડેડ પિઝા સેન્ટરોમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવતું નથી. વધતા જતા આવા બનાવોને લઈ અને હવે રેસ્ટોરન્ટ તેમજ બ્રાન્ડેડ પીઝા સેન્ટરોમાં સાફ સફાઈ અને સ્વચ્છતા મામલે ચેકિંગ કરી દંડ અને સીલની કાર્યવાહી કરવી જોઈએ.

Ahmedabad News:સેવ ઉસળ ખાતા હોય તો સાવધાન, ચટણીમાંથી વંદા નીકળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં રહે છે
  • રિયલ પેપ્રિકા પિત્ઝા સેન્ટરમાં બર્ગરમાંથી જીવતી ઈયળ નીકળી
  • ગ્રાહકે સફાઇ બાબતે અગાઉ પણ એક વખત ટકોર કરેલ હતી

અમદાવાદમાં સેવ ઉસળ ખાતા હોય તો સાવધાન. જેમાં શહેરના નરોડા વિસ્તારમાં આવેલ વિઠ્ઠલપ્લાઝા કોમ્પ્લેક્સમાં લાલાભાઈ સેવ ઉસળ વાળાની દુકાનમાં સત્યજીતસિંહ ચૌહાણે આજે બપોરે સેવ ઉસળનું પાર્સલ પેકિંગ કરાવ્યુ હતુ. જેવું સત્યજીતસિંહ ચૌહાણના હાથમાં પાર્શલ આવ્યુ તેમાં જોયુ તો ચટણીમાંથી વંદા નીકળ્યા હતા. જેમાં ગ્રાહકે દુકાનદારને જાણ કરી તો તેણે જણાવ્યું કે અમે જાણી જોઈને નાખતા નથી. તેમાં ગ્રાહકે સફાઇ બાબતે અગાઉ પણ એક વખત ટકોર કરેલ હતી.

અમદાવાદમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં રહે છે

અમદાવાદમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં રહે છે. જેમાં અગાઉ જાણિતા પિત્ઝા સેન્ટરના સલાડમાંથી ઈયળ નીકળવાની ઘટના સામે આવી હતી. જેમાં અમદાવાદના વસ્ત્રાલમાં વિસ્તારમાં આવેલા બ્રિટિશ પિત્ઝામાં જમવા ગયેલા એક ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદમાં ફરી એકવાર પિત્ઝા સેન્ટરમાં સલાડમાંથી ઇયળ નીકળવાની ઘટના બની હતા. આ અંગે ગ્રાહકે હોટલ સંચાલકને ફરિયાદ કરી હતી.

રિયલ પેપ્રિકા પિત્ઝા સેન્ટરમાં બર્ગરમાંથી જીવતી ઈયળ નીકળી

આ અગાઉ ન્યુ રાણીપ વિસ્તારમાં માણકી સર્કલ પાસે આવેલા રિયલ પેપ્રિકા પિત્ઝા સેન્ટરમાં બર્ગરમાંથી જીવતી ઈયળ નીકળી હતી. આ મામલે તેના મેનેજરને જાણ કરી હતી. જીવતી ઈયળ નીકળી હોવા અંગેનો વીડિયો પણ ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને આ મામલે જાણ કરી હતી. નોંધનીય છે કે આ પ્રથમ ઘટના નથી અગાઉ પણ અનેકવાર ભોજનમાં ઇયળ અને જીવાત નીકળવાની ઘટના બની છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા આવા બ્રાન્ડેડ પિઝા સેન્ટરોમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવતું નથી. વધતા જતા આવા બનાવોને લઈ અને હવે રેસ્ટોરન્ટ તેમજ બ્રાન્ડેડ પીઝા સેન્ટરોમાં સાફ સફાઈ અને સ્વચ્છતા મામલે ચેકિંગ કરી દંડ અને સીલની કાર્યવાહી કરવી જોઈએ.