Morbi News: માળીયાના વર્ષામેડી ગામમાં 3 બાળકો તળાવમાં ડૂબ્યા, 2ના મોત

ત્રણેય બાળકોને ગ્રામજનોએ તળાવમાંથી બહાર કાઢ્યા 1 બાળકને સ્થાનિકો લોકોએ બચાવી લીધો હતો બચાવેલ બાળકને સારવાર માટે મોરબી રવાના કરાયો મોરબીમાં 3 બાળકો તળાવમાં ડૂબ્યા છે. જેમાં 2ના મોત થયા છે. તળાવમાં નહાવા જતા સમયે આ દુર્ઘટના બની છે. માળીયાના વર્ષામેડી ગામમાં આ બનાવ બન્યો છે. જેમાં ત્રણેય બાળકોને ગ્રામજનોએ તળાવમાંથી બહાર કાઢ્યા છે. તેમાં 1 બાળકને સ્થાનિક લોકોએ બચાવી લીધો છે. માળીયાના વર્ષામેડી ગામે ત્રણ બાળકો તળાવમાં ડૂબ્યા માળીયાના વર્ષામેડી ગામે ત્રણ બાળકો તળાવમાં ડૂબ્યા છે. નાહવા ગયા હતા તે દરમ્યાન અચાનક ત્રણેય બાળકો તળાવમાં ડૂબ્યા હતા. ડૂબી ગયેલ ત્રણેય બાળકોને ગ્રામજનોએ બહાર કાઢ્યા છે. જેમાં ત્રણમાંથી બેના મોત થયા છે. તેમજ એક બાળકને સારવાર માટે મોરબી રવાના કરવામાં આવ્યો છે. મૃતક બાળકોના નામ મેહુલ મહાલીયા ઉંમર 7 વર્ષ તેમજ શૈલેષ ચાવડા ઉંમર 4 વર્ષ તેમજ ગોપાલ ચાવડા ઉંમર 5 વર્ષ હતી. તાજેતરમાં ભાવનગરના બોરતળાવમાં નાહવા પડેલા પાંચ બાળકો પૈકી ચાર બાળકોના મૃત્યુ થયા હોવાની ઘટના સામે આવી હતી. ભાવનગરથી સીદસર જતા રોડ ઉપર પાણીની ટાંકી નજીકથી મફતનગરના છેવાડે આવેલા બોરતળાવના કાંઠેથી તળાવમાં ડૂબી જતાં બાળકોના મૃત્યુ થયા હતા. આ બનાવને લઈને સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું ભાવનગરના બોરતળાવમાં મફતનગર પાસે બનેલા બનાવમાં 108ના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ મૃતકોમાં રાશિબેન મનીષભાઈ ચારોલીયા વર્ષ 9, કાજલબેન વિજયભાઈ જાંબુચા 8 વર્ષ, અર્ચનાબેન હરેશભાઈ ડાભી 17 વર્ષ, કોમલબેન મનીષભાઈ ચારોલીયા 13 વર્ષનાઓના મૃત્યુ થયા છે. જ્યારે એક 13 વર્ષીય બાળકીનો આબાદ બચાવ થતા તેને ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. આ બનાવને લઈને સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું છે.બાળકો પણ સાથે નાહવા માટે આવેલા જેના પગલે આ બનાવ બન્યો  ભાવનગરના ફાયર વિભાગના ચીફ ઓફિસર પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 12.30 કલાકે અમને જાણ થઈ હતી તેથી અમે આવતા એક બાળક હોવાનું જણાવ્યું હતું. જો કે બાદમાં ખબર પડી હતી કે તે ઘરે પહોંચી ગયો છે. જ્યારે અન્ય પાંચ જેટલા બાળકો ડૂબ્યા હોય જેને 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહિલાઓ તળાવના કાંઠે કપડાં ધોવા માટે આવતી હોય ત્યારે બાળકો પણ સાથે નાહવા માટે આવેલા જેના પગલે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે.

Morbi News:  માળીયાના વર્ષામેડી ગામમાં 3 બાળકો તળાવમાં ડૂબ્યા, 2ના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ત્રણેય બાળકોને ગ્રામજનોએ તળાવમાંથી બહાર કાઢ્યા
  • 1 બાળકને સ્થાનિકો લોકોએ બચાવી લીધો હતો
  • બચાવેલ બાળકને સારવાર માટે મોરબી રવાના કરાયો

મોરબીમાં 3 બાળકો તળાવમાં ડૂબ્યા છે. જેમાં 2ના મોત થયા છે. તળાવમાં નહાવા જતા સમયે આ દુર્ઘટના બની છે. માળીયાના વર્ષામેડી ગામમાં આ બનાવ બન્યો છે. જેમાં ત્રણેય બાળકોને ગ્રામજનોએ તળાવમાંથી બહાર કાઢ્યા છે. તેમાં 1 બાળકને સ્થાનિક લોકોએ બચાવી લીધો છે.

માળીયાના વર્ષામેડી ગામે ત્રણ બાળકો તળાવમાં ડૂબ્યા

માળીયાના વર્ષામેડી ગામે ત્રણ બાળકો તળાવમાં ડૂબ્યા છે. નાહવા ગયા હતા તે દરમ્યાન અચાનક ત્રણેય બાળકો તળાવમાં ડૂબ્યા હતા. ડૂબી ગયેલ ત્રણેય બાળકોને ગ્રામજનોએ બહાર કાઢ્યા છે. જેમાં ત્રણમાંથી બેના મોત થયા છે. તેમજ એક બાળકને સારવાર માટે મોરબી રવાના કરવામાં આવ્યો છે. મૃતક બાળકોના નામ મેહુલ મહાલીયા ઉંમર 7 વર્ષ તેમજ શૈલેષ ચાવડા ઉંમર 4 વર્ષ તેમજ ગોપાલ ચાવડા ઉંમર 5 વર્ષ હતી. તાજેતરમાં ભાવનગરના બોરતળાવમાં નાહવા પડેલા પાંચ બાળકો પૈકી ચાર બાળકોના મૃત્યુ થયા હોવાની ઘટના સામે આવી હતી. ભાવનગરથી સીદસર જતા રોડ ઉપર પાણીની ટાંકી નજીકથી મફતનગરના છેવાડે આવેલા બોરતળાવના કાંઠેથી તળાવમાં ડૂબી જતાં બાળકોના મૃત્યુ થયા હતા.

આ બનાવને લઈને સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું

ભાવનગરના બોરતળાવમાં મફતનગર પાસે બનેલા બનાવમાં 108ના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ મૃતકોમાં રાશિબેન મનીષભાઈ ચારોલીયા વર્ષ 9, કાજલબેન વિજયભાઈ જાંબુચા 8 વર્ષ, અર્ચનાબેન હરેશભાઈ ડાભી 17 વર્ષ, કોમલબેન મનીષભાઈ ચારોલીયા 13 વર્ષનાઓના મૃત્યુ થયા છે. જ્યારે એક 13 વર્ષીય બાળકીનો આબાદ બચાવ થતા તેને ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. આ બનાવને લઈને સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું છે.

બાળકો પણ સાથે નાહવા માટે આવેલા જેના પગલે આ બનાવ બન્યો 

ભાવનગરના ફાયર વિભાગના ચીફ ઓફિસર પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 12.30 કલાકે અમને જાણ થઈ હતી તેથી અમે આવતા એક બાળક હોવાનું જણાવ્યું હતું. જો કે બાદમાં ખબર પડી હતી કે તે ઘરે પહોંચી ગયો છે. જ્યારે અન્ય પાંચ જેટલા બાળકો ડૂબ્યા હોય જેને 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહિલાઓ તળાવના કાંઠે કપડાં ધોવા માટે આવતી હોય ત્યારે બાળકો પણ સાથે નાહવા માટે આવેલા જેના પગલે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે.