Amreli અને Botadના અનેક વિસ્તારોમાં વરસાદ, લોકોને ગરમીમાંથી મળી રાહત
શહેર સહિત તાલુકાના અનેક ગામોમાં વરસાદગઢડા રોડ, હિફલી, ખોડીયારનગર, ટાવર રોડ, હવેલી ચોકમાં વરસાદ ખેડૂતોમાં પાકને જીવતદાન મળતા ખુશી જોવા મળી લાંબા વિરામ બાદ બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, બોટાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. શહેરના પાળીયાદ રોડ, ભાવનગર રોડ, ગઢડા રોડ, હિફલી, ખોડીયાર નગર, ટાવર રોડ, હવેલી ચોક સહિત શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને અસહ્ય ઉકળાટથી રાહત મળી આ સાથે જ બોટાદ શહેર સહિત તાલુકાના સેંથળી, સમઢીયાળા, ખસ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા જ શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા છે. વરસાદ વરસતા પહેલા સમગ્ર વિસ્તારમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા અને ત્યારબાદ વરસાદની આગમન થયુ હતું. ત્યારે વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને અસહ્ય ઉકળાટથી રાહત મળી છે. બીજી તરફ ખેડૂતોમાં પાકને જીવતદાન મળતા ખુશી જોવા મળી રહી છે. અમરેલી શહેર સહિત જીલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ અમરેલી જિલ્લામાં હાલ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. અમરેલી શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. સાવરકુંડલા, અમરેલી અને લીલીયા પંથકમાં વરસાદ જોવા મળ્યો છે. સાવરકુંડલાના રામગઢ, લીખાળા, ગાધકડા, વીજપડી, આંબરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ગાધકડામાં બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ત્યારે રામગઢની નદીમાં વરસાદના કારણે પૂરની સ્થિતિ છે. ઉલ્લેખનીય છે કે લિલીયામાં ધોધમાર વરસાદથી માર્ગો પર પાણી ભરાયા છે અને લાંબા સમયના વિરામ બાદ મેઘ મહેર થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. મોડાસામાં વરસાદની એન્ટ્રી અરવલ્લીના મોડાસામાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે. લાંબા સમય બાદ વરસાદ વરસ્યો છે. શહેરના મોડાસા, ખલીકપુર, આનંદપુરા, ડુંગરવાડામાં વરસાદ વરસ્યો છે, ત્યારે વરસાદ વરસવાના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે પાણીના કારણે ખેતીને જીવતદાન મળ્યુ છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ તરફથી પણ રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે પ્રમાણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- શહેર સહિત તાલુકાના અનેક ગામોમાં વરસાદ
- ગઢડા રોડ, હિફલી, ખોડીયારનગર, ટાવર રોડ, હવેલી ચોકમાં વરસાદ
- ખેડૂતોમાં પાકને જીવતદાન મળતા ખુશી જોવા મળી
લાંબા વિરામ બાદ બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, બોટાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. શહેરના પાળીયાદ રોડ, ભાવનગર રોડ, ગઢડા રોડ, હિફલી, ખોડીયાર નગર, ટાવર રોડ, હવેલી ચોક સહિત શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને અસહ્ય ઉકળાટથી રાહત મળી
આ સાથે જ બોટાદ શહેર સહિત તાલુકાના સેંથળી, સમઢીયાળા, ખસ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા જ શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા છે. વરસાદ વરસતા પહેલા સમગ્ર વિસ્તારમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા અને ત્યારબાદ વરસાદની આગમન થયુ હતું. ત્યારે વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને અસહ્ય ઉકળાટથી રાહત મળી છે. બીજી તરફ ખેડૂતોમાં પાકને જીવતદાન મળતા ખુશી જોવા મળી રહી છે.
અમરેલી શહેર સહિત જીલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ
અમરેલી જિલ્લામાં હાલ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. અમરેલી શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. સાવરકુંડલા, અમરેલી અને લીલીયા પંથકમાં વરસાદ જોવા મળ્યો છે. સાવરકુંડલાના રામગઢ, લીખાળા, ગાધકડા, વીજપડી, આંબરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ગાધકડામાં બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ત્યારે રામગઢની નદીમાં વરસાદના કારણે પૂરની સ્થિતિ છે. ઉલ્લેખનીય છે કે લિલીયામાં ધોધમાર વરસાદથી માર્ગો પર પાણી ભરાયા છે અને લાંબા સમયના વિરામ બાદ મેઘ મહેર થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
મોડાસામાં વરસાદની એન્ટ્રી
અરવલ્લીના મોડાસામાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે. લાંબા સમય બાદ વરસાદ વરસ્યો છે. શહેરના મોડાસા, ખલીકપુર, આનંદપુરા, ડુંગરવાડામાં વરસાદ વરસ્યો છે, ત્યારે વરસાદ વરસવાના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે પાણીના કારણે ખેતીને જીવતદાન મળ્યુ છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ તરફથી પણ રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે પ્રમાણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.